ફિટનેસ ટીપ્સ / પૂરતી ઊંઘ લો અને સ્ટ્રેસ ફ્રી રહો, વેટ લોસનો ટાર્ગેટ ઝડપથી પૂરો થઈ જશે

Get enough sleep and be stress free, the weight loss target will be completed quickly

Divyabhaskar.com

Sep 11, 2019, 05:07 PM IST

હેલ્થ ડેસ્કઃ વજન ઓછું કરવાનો કોઈ ઝડપી ઉપાય નથી. સખત મહેનત સાથે યોગ્ય આહાર, રાત્રે પૂરતી ઊંઘ અને પોતાની જાતને સ્ટ્રેસ ફ્રી રાખવાથી વેટ લોસનો ટાર્ગેટ પૂરો કરવામાં મદદ મળે છે. આટલું ધ્યાન રાખવાથી ઝડપથી વજન ઊતરી શકે છે. તો ચાલો જાણીએ ઝડપથી વજન ઘટાડવા માટે કેવા ઉપાય અપનાવવા જોઇએ.

ધીમે-ધીમે આગળ વધતા જાઓ
મેદસ્વીપણાને ઘટાડવાના તમામ પ્રયત્નો પછી પણ જો અમને ઇચ્છિત પરિણામ ન મળે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ અને પોતાને અન્ય લોકો સાથે સરખાવીએ છીએ. દરેક શરીરનું મેટાબોલિઝમ અલગ હોય છે. કેટલાક લોકો બહુ ઓછું ખાતા હોય તો પણ વજન વધી જાય છે અને કેટલાક લોકોનું વધુ ખાવા પર પણ નથી વધતું. આપણા બધાની ફિટનેસ જર્ની અલગ હોય છે. ઘણા પ્રખ્યાત ટ્રેનર્સનું કહેવું છે કે, તમે માનસિક રીતે તમારી જાતને હેરાન ન કરો અને અને તમારાં લક્ષ્ય તરફ ધીમે ધીમે આગળ વધતા જાઓ. મહત્ત્વનું એ છે કે નિયમિતતા બની રહે.

ઊતાવળ ન કરો
વેટ લોસ એક જર્ની છે, કોઈ સો મીટરની રેસ નથી કે જે આપણે એક નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવી પડશે. પ્રારંભ ધીમો કરો, પરંતુ તેને વળગી રહો. ઉત્સાહમાં ચેતના ગુમાવશો નહીં. ખૂબ ઉત્સાહી લોકો જિમ જોઇન કરવાની સાથે જ હેલી એક્સર્સાઇઝ કરવા લાગે છે અને અને તેમની ક્ષમતા કરતાં વધુ પ્રયાસ કરે છે. આમાં, મોટાભાગના લોકો ટૂંક સમયમાં જ થાકી જાય છે અને જિમ છોડી દે છે, જેના કારણે તેમનું વજન વધુ ઝડપથી વધી જાય છે. જો તમે જિમ જતા હો તો એક ક્વોલિફાઇડ ટ્રેનરની સૂચના અનુસાર જ કસરત કરો. ત્યાં કલાકો પસાર કરવાની જરૂર નથી. સ્માર્ટ વર્કઆઉટ કરો જેનાથી તમને અપેક્ષિત પરિણામો ચોક્કસ મળશે.

શક્ય એટલું ચાલો
જ્યારે પણ તમને તક મળે ત્યારે બને ત્યાં સુધી ચાલવાનો પ્રયાસ કરો. આ માટે કેટલાક નાના પ્રયત્નો કરી શકાય. દાખલા તરીકે, તમારી કાર કાર્યસ્થળથી થોડે દૂર પાર્ક કરો, જેથી તમને ચાલવાની ટેવ પડે. ઓફિસમાં પાણીની બોટલ ભરવાની હોય કે ચા-કોફી પીવાની હોય જાતે ઊભા થઇને એ કામ કરો. શક્ય એટલો લિફ્ટનો ઉપયોગ ટાળી ફક્ત સીડીનો ઉપયોગ કરો.

ફિટનેસને લઇને ચિંતા ન કરો
જો કોઈ કારણોસર તમે કોઈ દિવસ તમારી રૂટિનની કસરત નથી કરી શકતા તો તમારે તણાવ લેવાની જરૂર નથી. મહત્ત્વનું એ છે કે તમે અઠવાડિયાંના બાકીના દિવસોમાં નિયમિત રહો. સ્થૂળતા ઘટાડવામાં 80% ભૂમિકા આપણા ખોરાકની હોય છે. તેથી, જો કોઈ કારણોસર તમે એક કે બે દિવસ વ્યાયામ ન કરી શક્યા તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તમારા આહાર પ્રત્યે સતત ધ્યાન રાખો. જો તમે મિસ થયેલી એક્સર્સાઇઝ માટે ચિંતા કરશો તો તેનાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન પેદા થશે, જે વજન વધારવાનું કામ કરશે.

શરીરને રિકવર થવાનો સમય આપો
અન્ય લોકો સાથે સ્પર્ધા કરવા માટે આપણે ઘણી વખત જરૂર કરતા વધારે મહેનત કરીએ છીએ અને આપણાં શરીરને સ્વસ્થ થવા માટે સમય આપતા નથી. તેનાથી ફાયદો થવાને બદલે શરીરને નુકસાન થાય છે. સ્નાયુઓને ઇજા થઈ શકે છે અને તેનાથી તમારી નિયમિતતા તૂટી શકે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને આપણે કોઈની નકલ કરવાની જરૂર નથી. તમારા પ્રયત્નોની ગુણવત્તા જથ્થા કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે.

X
Get enough sleep and be stress free, the weight loss target will be completed quickly
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી