તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનપાન અને જેન્ડર કનેક્શન:મહિલાઓની સરખામણીએ પુરુષો મીટ ખાવાનું વધારે પસંદ કરે છે, તેનાથી પુરુષ પ્રધાન છબિ મજબૂત બનતી હોવાની પુરુષોની માન્યતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ 1700 લોકો પર રિસર્ચ કર્યું
  • સંશોધકોનું કહેવું છે કે મહિલાઓ ખાનપાન માટે પુરુષો જેવું વિચારતી નથી

શું ખાનપાનનું કનેક્શન માણસના જેન્ડર સાથે હોઈ શકે?! નવાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે. મહિલાઓની સરખામણીએ પુરુષો વધારે મીટ ખાવાાનું પસંદ કરે છે. તેમનું માનવું છે કે મીટ ખાવાની આદત તેમની પુરુષ પ્રધાન છબિ વધુ મજબૂત બનાવે છે

આ દાવો અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચમાં કરવામાં આવ્યો છે. આ રિસર્ચ અમેરિકાના 1700 લોકો પર કરવામાં આવ્યું. તેનો હેતુ એ હતો કે શું પુરુષો ખરેખર મીટ ખાવાનું પસંદ કરે છે કે કેમ.

ઈકોફ્રેન્ડલી મીટ ખાવા માટે પ્રેરિત થશે
સર્વેમાં સામે આવ્યું કે, પુરુષો મર્દાનગીની પરંપરાગત વિચારધારા માને છે અને બીફ ચિકન ખાય છે. સંશોધકોનું માનવું છે કે, સર્વેના પરિણામ ભવિષ્યમાં લોકોને ઈકોફ્રેન્ડલી મીટ ખાવા માટે પ્રેરિત કરશે.

રિસર્ચ પ્રમાણે, મહિલાઓની સરખામણીમએ પુરુષો દરેક પ્રકારના મીટ ખાય છે. તેમાં બીફ, પૉર્ક, ફિશ અને ચિકન સામેલ છે. તેઓ શાકાહારી ભોજન પસંદ કરતા નથી.

જેન્ડર પ્રમાણે મીટ ખાવાનો ટ્રેન્ડ જાણી માણસોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુરક્ષિત રાખી શકાય છે. બીફનું ઉત્પાદન વધવાથી સૌથી વધારે પર્યાવરણને નુક્સાન થાય છે.

મીટનો નવો વિકલ્પ 'ઈકોફ્રેન્ડલી મીટ'
જ્યારે મીટ માટે પશુઓને મારવાની જરૂર ન રહે તેવા મીટને ઈકોફ્રન્ડલી મીટ કહેવાય છે. અમેરિકાના સ્ટાર્ટ અપ ઈટ જસ્ટે લેબમાં સેલ કલ્ચરની મદદથી આવું મીટ તૈયાર કર્યું છે. ઈટ જસ્ટના CEO જોશ ટેટ્રિકનું કહેવું છે કે, સિંગાપોરમાં એક રેસ્ટોરાંમાંથી ઈકોફ્રેન્ડલી મીટ ખરીદી શકાય છે. હાલ આ મીટ પ્રીમિયમ કિંમત પર મળે છે, પ્રોડક્શન વધશે તો તેની કિંમત ઘટી શકે છે.

આ સેફ મીટ વધુ સારો વિકલ્પ હોવાનો દાવો
જોશના જણાવ્યાનુસાર, સામાન્ય મીટનો વપરાશ વધે તો તેની સીધી અસર પર્યાવરણ પર પડે છે. એક્સપર્ટ પણ ચેતવણી આપી રહ્યા છે કે ગ્રાહકો તરફથી વધતાં જતાં પ્રેશરને ધ્યાનમાં રાખી મીટનો બીજો વિકલ્પ ઉપલબ્ધ હોવો જરૂરી છે. 2050 સુધી 70% સુધી તેનો વપરાશ વધી જશે. તેવામાં લેબમાં તૈયાર કરેલું મીટ એક સુરક્ષિત વિકલ્પ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...