ઇલેક્ટ્રિક કૂકરથી 10 ગણું સસ્તું છે માઇક્રોવેવ:યુરોપિયન દેશોમાં ગેસની અછત સર્જાતાં માઇક્રોવેવનો વધ્યો ઉપયોગ, પરંતુ વધુપડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રશિયા-યુક્રેન યુદ્ધની અસર દુનિયાભરના રસોડામાં જોવા મળી રહી છે. યુરોપ સહિત દુનિયાભરમાં રશિયા તેલ અને ગેસ સપ્લાય કરે છે, જેની સીધી અસર યુરોપ પર પડી રહી છે. યુરોપમાં ગેસની ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગેસની સમસ્યા થતાં યુરોપમાં ઘણા લોકો ઇલેક્ટ્રિક કૂકરમાં રસોઈ બનાવવા લાગ્યા હતા, પરંતુ વીજળીનું બિલ જ એટલું વધી જતાં લોકો હવે માઇક્રોવેવ તરફ વળ્યા છે. યુરોપના લોકો કોલસા અને લાકડાં પર જમવાનું બનાવવાનું તો છોડી ચૂક્યા છે. હવે જમવાનું બનાવવા માટે ફક્ત ને ફક્ત 'માઇક્રોવેવ' ઓવનનો વિકલ્પ જ વધ્યો છે.

ઇલેક્ટ્રિક કૂકરથી 10 ગણું સસ્તું છે માઇક્રોવેવ
બ્રિટિશ અખબાર 'ધ સન્ડે ટાઈમ્સ' ના એક રિપોર્ટ મુજબ, આ દિવસોમાં યુકેમાં જમવાનું બનાવવા માટે માઇક્રોવેવના ઉપયોગમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. 'યુટિલિટા'ના સર્વે અનુસાર, યુકેમાં એક વર્ષમાં ઇલેક્ટ્રિક કૂકરનો ઉપયોગ કરવા માટેનું સરેરાશ બિલ 316 યુરો, એટલે કે લગભગ 25 હજાર રૂપિયા છે, જ્યારે માઇક્રોવેવ આ જ કામ માત્ર 30 યુરો, એટલે કે લગભગ 2400 રૂપિયામાં થાય છે.

હાલનાં વર્ષોમાં લોકો પાસે સમયનો અભાવ હોવાથી ઇલેક્ટ્રિક કૂકરનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, પરંતુ વધતા બિલને જોતાં લોકો હવે માઇક્રોવેવ જેવી જૂની ટેક્નોલોજી તરફ વળ્યા છે.

જમવાનું બનાવવાની રીતમાં કરવામાં આવ્યો ફેરફાર
હજારો વર્ષથી માણસ રસોઈ માટે આગ પર આધારિત છે. સૌપ્રથમ આ આગ લાકડાં અને ગાયનાં છાણની મદદથી પ્રગટાવવામાં આવતી હતી. આ પછી 1860ના દાયકામાં ગેસ સ્ટવની શોધ કરવામાં આવી, પરંતુ 1950 બાદ આપણી રાંધવાની રીતમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે ડાયરેક્ટ અગ્નિને બદલે 'ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ' વડે ખોરાક રાંધવામાં આવે છે. આ ટેક્નોલોજીને 'માઈક્રોવેવ' કહેવામાં આવે છે. 1990ની આસપાસ ઈલેક્ટ્રિક કૂકર લોકપ્રિય બન્યાં છે.

હીટ ઓવનથી માઇક્રોવેવ કેવી રીતે અલગ છે?
માઇક્રોવેવ ઓવનની ટેક્નિક અન્ય ટેક્નિકથી બિલકુલ અલગ છે. માઇક્રોવેવ ઓવનમાં ખોરાક આગના સંપર્કમાં આવતો નથી, જેનાથી (ઓવનમાં વીજળીની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ ઉત્પન્ન થાય છે.

આ તરંગો ખોરાકની વચ્ચેથી પસાર થાય છે. ત્યારે ખોરાકમાં રહેલા પાણીના કણો ફરવા લાગે છે, જેને કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે અને ખોરાક ગરમ થવા લાગે છે. ઓવનમાં હીટ વીજળીના સહારે આવે છે, જેની ગરમીથી ખોરાક રંધાઈ જાય છે. સામાન્ય હીટિંગથી ખોરાક બરાબર રંધાઈ જાય છે, જ્યારે ખોરાકની અંદર કાચો રહે છે. બીજી બાજુ માઇક્રોવેવ આખા ખોરાકને સમાન રીતે રાંધે છે.

માઇક્રોવેવનો આ રીતે થયો હતો ઉદભવ
વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વૈજ્ઞાનિકોએ 1890ના દાયકામાં ઘણું સંશોધન કર્યું હતું, પરંતુ કોઈને કૂકિંગ વિશે કોઈ જાણકારી મળી નથી, પરંતુ 1945માં એક વૈજ્ઞાનિક અકસ્માતે દુનિયાને રસોઈ બનાવવાની એક નવી રીતનો પરિચય કરાવ્યો હતો.
પહેલું માઇક્રોવેવ ઓવનનું વજન હતું 350 કિલો અને 40 લાખ હતી કિંમત
વિશ્વનું પ્રથમ માઇક્રોવેવ ઓવન 1947માં અમેરિકામાં કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હતું. આ 340 કિલો માઈક્રોવેવ ઓવનની કિંમત આજની તારીખે લગભગ 40 લાખ રૂપિયા જેટલી હતી, પરંતુ વૈજ્ઞાનિકોએ આ ઓવનમાં સતત સુધારો કરતાં વજન અને એની કિંમત બંનેમાં ઘટાડો થયો હતો. 1986 સુધીમાં 25% અમેરિકન ઘરોમાં માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ થતો હતો. 1997 સુધીમાં આ આંકડો વધીને 90% થઈ ગયો હતો.

માઇક્રોવેવથી આ જોખમ રહે છે
સસ્તામાં અને ઝટપટ રસોઈ બનાવવાના ચક્કરરમાં ઓવનથી ઘણાં નુકસાન થઇ શકે છે. જો ઓવનમાંથી નીકળતી વેવ શરીરના સંપર્કમાં આવે છે તો એ પણ થોડી જ સેકન્ડમાં ખોરાકની જેમ શરીરને પકાવી દેશે. આ સાથે જ ઘણા લોકો ઓવનના રેડિએશનને લઈને પણ ચિંતા વ્યક્ત કરતા રહે છે, પરંતુ વૈજ્ઞાનિકોને હજુ સુધી કોઈ જોખમ વિશે જાણકારી મળી નથી.