ફ્યુચર ફૂડ / ભવિષ્યના ખોરાકમાં તીખાં ટામેટાં અને લેબમાં તૈયાર થતું માંસ જોવા મળશે

Future foods will feature spicy tomatoes and meat prepared in the lab

  • ‘ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી’ એ બમણા વિટામિન A ધરાવતા કેળાં તૈયાર કર્યા છે
  • ભારતમાં IIT ગુવાહાટીમાં લેબમાં માંસ તૈયાર કરવામાં આવી રહ્યું છે
  • ઓકાનાગન કંપનીએ કાપ્યા બાદ પણ રંગ ન બદલાય તેવું સફરજન તૈયાર કર્યું છે
     

Divyabhaskar.com

Sep 08, 2019, 02:07 PM IST

હેલ્થ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાની કિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સહિત વિવિધ કંપનીઓ ભવિષ્યમાં ઉપયોગમાં લેવાતા વિશેષ ખોરાક તૈયાર કરી રહી છે. આ તમામ ખોરાક આગામી 5-10 વર્ષમાં તૈયાર કરવામાં આવશે જે વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હશે. વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા કેળાં, સફરજન અને માંસ સહીત અનેક ફૂડ તૈયાર કરવામાં આવશે.

બમણા વિટામિન A ધરાવતા કેળાં
‘ઓસ્ટ્રેલિયાની કિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી’ એ એવા કેળાં તૈયાર કર્યા છે, જેમાં વિટામિન Aની માત્રા સામાન્ય કેળાં કરતાં બે ગણી વધારે હશે. પાપુઆ ન્યૂ ગિની વિસ્તારમાં આવા કેળાં ઉત્પ્ન્ન થાય છે. આ કેળાંનાં જિન્સ લઈને વૈજ્ઞાનિકો તેને તૈયાર કરશે. ફંડિંગ ગેટ્સ ફાઉન્ડેશનના આંકડા મુજબ, વિટામિન A ની ઊણપથી દુનિયાભરમાં 7 લાખથી વધારે બાળકોનાં મોત થાય છે. આ કેળાંને વર્ષ 2025 સુધી બજારમાં લાવવમાં આવશે.

મરચાં જેવા તીખાં ટમેટાં
‘કૈપસાઈસિનોઈડ્સ’ નામનું તત્ત્વ મરચાને તીખું બનાવે છે. આ તત્ત્વના જિન્સના એડિટિંગથી તેને ટમેટાંમાં સક્રિય કરવામાં આવશે. બ્રાઝિલના ફેડેરલ યુનિવર્સિટી ઓફ વિકોસાના વૈજ્ઞાનિક અગસ્ટિન સૉગોન જણાવે છે કે, કૈપસાઈસિનોઈડ્સ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મરચાની સરખામણીએ ટમેટાંને ઉગાડવામાં સરળતા રહે છે. આ વર્ષના અંત સુધી આ ટમેટાંને તૈયાર કરવામાં આવશે તેને વિકસાવવામાં બ્રાઝિલ અને આયલેન્ડ કામ કરી રહ્યા છે.

 

સફરજન
સફરજનની એક મોટી સમસ્યા છે, કે તેને કાપીને તરત ખાવું જ પડે છે નહીં તો તેનો રંગ બદલાઈ જાય છે. તેનાથી સફરજનનો મોટા પ્રમાણમાં વેડફાટ થાય છે. કેનેડાની કંપની ઓકાનાગનએ કાપ્યા બાદ પણ રંગ ન બદલાય તેવાં સફરજન તૈયાર કર્યા છે. આ સફરજન હાલમાં અમેરિકામાં ઉપલબ્ધ છે. યુરોપમાં તેના અપ્રુવલ માટે વાત ચાલી રહી છે. આગામી 1-2 વર્ષમાં યુરોપ સહિત અનેક દેશોમાં પણ તે મળી રહેશે.

 

લેબમાં તૈયાર થતું માંસ
દુનિયાના કેટલાક સ્ટાર્ટઅપ લેબમાં માંસ તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે. બ્રિટનની એડમ સ્મિથ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક ડો.મેડસન પાઇરી જણાવે છે કે, લેબમાં માંસ તૈયાર કરવાથી 78% થી 96% કાર્બન ઉત્સર્જન બચશે. ભારતમાં IIT ગુવાહાટીમાં લેબમાં માંસ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હૈદરાબાદ સ્થિત ‘સેન્ટર ફોર સેલ્યુઅર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી અને નેશનલ રિસર્ચ સેન્ટર’ પણ ઓન માંસનું ઉત્પાદન કરી રહ્યું છે.

વર્ષ 2103માં નેધરલેન્ડની મૈસટ્રિચ્ટ યુનિવર્સિટી એ પ્રથમ વખત લેબમાં બર્ગર બનાવ્યું હતું.

શરીરની આવશ્યકતાને અનુલક્ષીને સ્માર્ટફૂડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે તમારા ખોરાકની જરૂરિયાત માઇક્રોચિપ્સના માધ્યમથી સમજીને વિશેષ ફૂડ તૈયાર કરશે. અમેરિકાની સાયલેન્ટ બ્રિટિશની હ્યુલ અને ફ્રાન્સની વાઈટાલાઈન કંપની તેના પર કામ કરી રહી છે.

X
Future foods will feature spicy tomatoes and meat prepared in the lab
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી