મિલ્ક એલર્જી:નવજાત બાળકોથી લઈને વયો-વૃદ્ધ લોકોને દૂધની એલર્જી હોય છે, આ છે લક્ષણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ ઘણાં બાળકો દૂધ પીવા માટે નનૈયો કરતા હોય છે, પરંતુ આમ છતાં માતાઓ દુધનો ગ્લાસ લઈને તેની પાછળ પડે છે પરંતુ બાળકો કોઈને કોઈ બહાનું બનાવીને ભાગી જાય છે. બાળકો દૂધ ના પીવા પાછળનું કારણ એલર્જી પણ હોય શકે છે. એવું નથી મોટેરાઓને કે બાળકોને જ દૂધની એલર્જી હોય નવજાત બાળકોને પણ દૂધની એલર્જી શરૂઆતમાં જ દેખાવવાની શરૂ થઇ જાય છે. પરંતુ છ વર્ષની ઉંમર થતા આ એલર્જી દૂર થઇ જાય છે. તો મોટેરાઓને દૂધની એલર્જી આખી જિંદગી રહે છે.

સામાન્ય રીતે ગાયનાં દૂધની એલર્જી થાય છે જેમાં એલર્જન હોય છે. ગાયનાં દૂધ સિવાય, બકરી, ભેંસ, ઘેટાંના દૂધથી પણ કોઈને પણ એલર્જી થઇ શકે છે. સોયા મિલ્કથી પણ એલર્જી થઇ શકે છે.

એલર્જીથી ગંભીર થઇ શકે છે સ્થિતિ
ગાયની દૂધ પીવાથી સ્કિન પર લાલ ફોલ્લીઓ થાય, ઇરિટેશન થઇ રહ્યું હોય, હોઠ અને ગળામાં સોજો આવી જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, ઉલ્ટી થાય તો એલર્જી હોય શકે છે. દૂધની વધુ એલર્જી હોય તો વ્યક્તિ ગંભીર થઇ શકે છે. જેને એનફિલૈક્સિસ થઇ શકે છે.

ઈલાજ કરવો જરૂરી
વાદળી અથવા સફેદ હોઠ, ત્વચા પર લાલ ફોલ્લીઓ, ઝડપી ધબકારા, ચિંતા, મૂંઝવણ વગેરે એનફિલૈક્સિસનાં લક્ષણો છે. જેમાં વ્યક્તિની હાલત ગંભીર બની જાય છે. જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઇ શકે છે.

દૂધ ના પચવું
ઘણાં લોકોને દૂધ પચતું નથી. દૂધ પીધા બાદ પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા થવા લાગે છે, પેટ ખરાબ થઇ જાય છે. પરંતુ આ સમસ્યા એલર્જીથી અલગ છે. દૂધ તેમાંથી બનેલી વસ્તુઓમાં નેચરલ શુગર હોય છે. જેને લૈક્ટોઝ કહેવામાં આવે છે. લૈક્ટોસ નાના ટુકડામાં તૂટે છે. જયારે કોઈ માં એન્ઝાઇમની ઊણપ જોવા મળે છે તો પેટમાં ગેસ, બ્લોટિંગની સમસ્યા થાય છે.