• Gujarati News
  • Lifestyle
  • Health
  • From Hormone Imbalance To Weight Loss, Probiotic Foods Are Helpful, Learn From Nutritionists Their 6 Big Benefits

નવા પ્રકારનું ભોજન:હોર્મોન બેલેન્સ રાખવાથી લઈને વજન કન્ટ્રોલમાં રાખશે આ પ્રોબાયોટિક ફૂડ, ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી જાણો 6 ફાયદા

મીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોબાયોટિક ફૂડ મહિલાઓમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે

જીવતા બેક્ટેરિયાવાળું ફૂડ એટલે પ્રોબાયોટિક ફૂડ. આ બેક્ટેરિયા દહીં, ઢોકળા, અથાણાં અને કોમ્બુચામાં હોય છે. આના સપ્લિમેન્ટ્સ પણ આવે છે. પ્રોબાયોટિક ફૂડ મહિલાઓના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. નનામી લાઈફમાં ન્યૂટ્રિશનિસ્ટ શૈલી તોમરે કહ્યું કે, પ્રોબાયોટિક ફૂડ મહિલાઓમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરવા, પાચન ક્ષમતા સારી બનાવવા, કબજિયાત અને સ્ટ્રેસથી તકલીફમાં રાહત આપે છે.

પ્રોબાયોટિક ફૂડનાં ફાયદાઓ:
સારું પાચન

પ્રોબાયોટિક ફૂડ સપ્લિમેટ્સ પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે. આ બેક્ટેરિયા ખરાબ ફાઈબરને તોડીને ડાયજેશન ઈમ્પ્રુવ કરે છે.

વજન કન્ટ્રોલ
રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ તૂટવાથી બ્યુરાયરેટ નામનું કમ્પાઉન્ડ બને છે, આ મેટાબોલિઝ્મ સારું કરવામાં મદદ કરે છે. બ્યુરાયરેટ મેદસ્વિતા દૂર કરે છે.

ઇમ્યુનિટી
ડૉ. શૈલીએ કહ્યું કે, 70% ઇમ્યુન સિસ્ટમ સિસ્ટમ પાચન તંત્રમાં હોય છે. પ્રોબાયોટિક ફૂડ ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરવામાં મદદ કરે છે. જો શરીરમાં હેલ્ધી બેક્ટેરિયાની અછત છે તો ઓટોઇમ્યુન બીમારીઓ જેમ કે ક્રોહન કે અલ્સરેટિવ કોલાઇટિસ થઈ શકે છે. પ્રોબાયોટિક શરીરમાં નેચરલ એન્ટિબોડીઝ બનાવે છે.

હોર્મોનલ બેલેન્સ
અનહેલ્ધી અને સારા બેક્ટેરિયાની અછતથી મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોન પર અસર પડે છે. તેને લીધે મેન્સ્ટ્રુઅલ સાઇકલમાં પણ તકલીફ આવે છે. પ્રોબાયોટિક ફૂડ મહિલાઓમાં હોર્મોન બેલેન્સ કરે છે.

બ્લડ સુગર કન્ટ્રોલ
પ્રોબાયોટિક ફૂડ બ્લડ સુગર કન્ટ્રોલ કરે છે. આ ઇન્ફ્લેમેશન ઓછું કરીને ગુડ બેક્ટેરિયા વધારે છે.

સારી ઊંઘ આવે
​​​​​​​લેક્ટોબેસિલસ હેલ્વેટિક્સ અને બિફીડોબેક્ટેરિયમ લોન્ગમ નામના પ્રોબાયોટિક બેક્ટેરિયા એન્ઝાયટીનાં લક્ષણો ઓછા કરે છે અને તેનાથી ઊંઘ સારી થાય છે.

કયા ફૂડમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે?

  • ​​​​​​​કર્ડ/યોગર્ટ: કર્ડમાં લેક્ટોબેસિલસ એસિડોફિલસ બેક્ટેરિયા અને યોગર્ટમાં સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ અને લેક્ટોબેસિલસ બલ્ગારિકસ પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે.
  • આથેલી વસ્તુઓ(ઇડલી ઢોકળા): તેમાં લેક્ટિક એસિડ હોય છે.
  • કાંજી: આ એક પ્રકારનું ડ્રિન્ક હોય છે, તેમાં ગાજર, આમલી અને અન્ય વિશેષ મસાલાઓ હોય છે. તેમાં લેક્ટોબેસિસ પ્લાન્ટેરમ બેક્ટેરિયા હોય છે.
કિમચી
કિમચી
  • કિમચી: આ એક ફર્મેન્ટેડ કોબી છે તેમાં આદુ અને લસણની ફ્લેવર હોય છે. તેમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે.
  • કોમ્બુચા: આ ફર્મેટેડ બ્લેક ટી કે ગ્રીન ટી હોય છે. તેમાં એસિટિક એસિડ હોય છે.
  • તપાઈ: આ ફર્મેટેડ ચોખાનો એક પ્રકાર હોય છે. બંગાળીમાં આને પંતા ભાત નામથી ઓળખવામાં આવે છે.

પ્રોબાયોટિક ઇમ્યુનિટી બૂસ્ટિંગથી લઈને વજન પણ કન્ટ્રોલ કરે છે. આ ફૂડ્સથી તમે તંદુરસ્ત રહી શકો છો.