નબળું મૂત્રાશય:વારંવાર પેશાબ કરવા જવું પડે કે તેની રોકી ના શકાય, આવી તકલીફો કેમ થાય છે? એક્સપર્ટ જણાવી રહ્યા છે તેનું કારણ અને સોલ્યુશન

શ્વેતા કુમારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂત્રાશય સ્વસ્થ રાખવા ઇચ્છતા હો તો બ્લેડર માટે કીગલ એક્સર્સાઈઝ કરો

ઘણી મહિલાઓને જોરથી હસવા, ઉધરસ કે પછી છીંક ખાતી વખતે યુરિન પાસ થઈ જાય છે. ટોઈલેટ જવા માટે જેવી ઊભી થાય તેવો પેશાબ ચાલુ થઈ જાય છે. તેઓ ઈચ્છે તો પણ રોકી શકતી નથી. આવું કેમ? સીનિયર કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ડૉ. સંજય જોહરી આની પાછળનું કારણ અને તેનું સોલ્યુશન જણાવી રહ્યા છે.

ઉંમર વધતા આ તકલીફ કેમ થાય છે?
આપણા શરીરમાં લીવરની નીચે પિત્તાશય આવેલું છે અને તે ભોજન પચાવવામાં આપણી મદદ કરે છે. આના વિશે ડૉ. જોહરીએ કહ્યું કે, મોટી ઉંમરની મહિલાઓમાં પેશાબ ના રોકવાની તકલીફ દેખાય છે. મૂત્રાશય હાઇપર સેન્સિટિવ હોય છે. હોર્મોનલ ઈમ્બેલેન્સ કે મેનોપોઝ પછી મહિલાઓમાં પેશાબ કરવાનો રસ્તો સંકોચાઈ જતાં યુરિન રોકવામાં તકલીફ થાય. આથી તેઓ જ્યારે જોરથી હસે છે, છીંક કે ઉધરસ ખાય છે ત્યારે શરીર પર પડતા એબડોમિનલ સ્ટ્રેસને લીધે અચાનક યુરિન પાસ થઈ જાય છે.

નાની ઉંમરથી જ વારંવાર વોશરૂમ જવાની તકલીફ કેમ થાય છે?
બીજી સ્થિતિ વિશે વાત કરતાં ડૉ. જોહરીએ કહ્યું કે, નાની ઉંમરની મહિલાઓમાં મૂત્રાશય ઓવર એક્ટિવ હોવાને લીધે વારંવાર વોશરૂમ જવાની તકલીફ થાય છે. આ સ્થિતિમાં મહિલાને તેમના ઇન્ટિમેટ પાર્ટમાં બળતરા કે પછી અને કોઈ તકલીફ થતી નથી, પરંતુ થોડા-થોડા સમયે મગજને અલર્ટ મળે છે કે તેમને પેશાબ રિલીઝ કરવાનો છે. લોવર બોડી પાર્ટની કોઈ પણ તકલીફ હોય તો મહિલાઓ ગમે તે ડૉક્ટર પાસે પહોંચી જાય છે. ખોટી ટ્રીટમેન્ટને લીધે તેમની તકલીફ ઘટવાને બદલે વધવા લાગે છે.

બ્લેડર બેલેન્સ કેવી રીતે કરશો?
જો તમે તમારું મૂત્રાશય સ્વસ્થ રાખવા ઇચ્છતા હો તો બ્લેડર માટે કીગલ એક્સર્સાઈઝ કરો. આ વિશે વધારે જાણકારી માટે યુરોલોજિસ્ટનો સંપર્ક કરો. આ એક્સર્સાઈઝ બ્લેડર, યુટરસ, નાના આંતરડાને મજબૂત કરવામાં મદદ કરે છે. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, વધારે તેલ-મસાલાવાળું ભોજન, તીખું, ચટ્ટપટ્ટુ અને કાર્બોનેટેડ ડ્રિંક્સથી દૂર રહેવું. જો વધારે વજન હોય તો ઓછું કરવું. ઓછું પાણી પીઓ, રેગ્યુલર વર્કઆઉટ કરો અને હેલ્ધી ડાયટ લો.