બી-અલર્ટ / રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચવી સ્લીપ એપનિયાનું લક્ષણ છે, સવારે માથામાં દુખાવો થાય અને દિવસે ઊંઘ આવે તો ડોક્ટરની સલાહ લેવી

X

  • સ્લીપ એપનિયાની સમયસર સારવાર જરૂરી, સ્થિતિ ગંભીર થવા પર હૃદય રોગ અને લકવાનું જોખમ રહેલું છે.
  • દેશની 13 ટકા વસ્તી ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયાથી પીડિત છે, પુરુષોમાં 19.7% છે, જ્યારે મહિલાઓમાં આ આંકડો 7.4% છે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:32 PM IST

સ્લીપ એપનિયા એટલે કે ઊંઘ સાથે જોડાયેલી એક ગંભીર બીમારી. સ્લીપ એપનિયાની સ્થિતિમાં ઘણી વખત ઊંઘ ઉડી જાય છે. ઘણી વખત તો શ્વાસ પણ બંધ થઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે- દેશની 13 ટકા વસ્તી ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયાથી પીડિત છે. પુરુષોમાં 19.7% છે, જ્યારે મહિલાઓમાં આ આંકડો 7.4% છે. સ્લીપ એપનિયાની સ્થિતિમાં એક કલાકમાં ત્રીસ કે તેથી વધુ વખત, શ્વાસની તકલીફ અને ઊંઘમાં વિક્ષેપ સર્જાય છે. આ એક એવી બીમારી છે, જે નિંદ્રાને લગતી વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે.

ઉદાહરણ તરીકે- રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જો તમારી રાતની ઊંઘ એક કલાક ઓછી થઈ જાય તો બીજા દિવસે અલર્ટનેસ 32 ટકા ઘટી જાય છે. સ્લીપ એપનિયાને સમજતા પહેલાં, આપણે ઊંઘને સમજવી જરૂરી છે. હકીકતમાં આપણી ઊંઘ ત્રણથી ચાર ચક્રમાં પૂરી થાય છે. દરેક ચક્ર લગભગ પાંચ તબક્કાઓમાંથી પસાર થાય છે. ચોથો તબક્કો સૌથી ગાઢ નિદ્રાનો હોય છે. પાંચમો તબક્કો REM અથવા રેપિડ આઈ મૂવમેન્ટનો તબક્કો હોય છે. આ તે તબક્કો હોય છે, જેમાં આપણે સપના જોઈએ છીએ. ઊંઘના સમયે, આપણા શરીરમાં ગ્રોથ હોર્મોન ફરતા રહે છે, જેનાથી શરીરની દૈનિક ક્રિયાઓ થાય છે. ઊંઘ દરમિયાન શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે. હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઘટી જાય છે જેનાથી હૃદયને આરામ મળે છે.

સ્લીપ એપનિયમાં ઘણી વખત ઊંઘ ઊડી જાય છે. જેનાથી આ તમામ પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. અમેરિકાની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર, કોવિડ-19ના સમયમાં સ્લીપ એપનિયાની ફરિયાદ વધી શકે છે. સિંગાપોરના નેશનલ હેલ્થ કેર ગ્રુપ, ઇએનટી નિષ્ણાત, શિરીષ જોહરીના જણાવ્યા પ્રમાણે, સ્લીપ એપનિયા શું છે અને તે કેવી રીતે આપણા શરીરને અસર કરે છે.

6 સવાલ-જવાબથી સમજો સ્લીપ એપનિયા અને તેથી સાથે જોડાયેલા જોખમ

#1) સ્લીપ એપનિયા શું છે?
તે એક પ્રકારની ઊંઘની બીમારી છે. હકીકતમાં કેટલાક લોકોમાં પીઠના બળે સૂવાથી ગળાના મુક્સ સ્નાયુઓ ગુરુત્વાકર્ષણની અસરથી ગળાના પાછળના ભાગની તરફ ફેલાય છે. તેમજ ઊંઘતી વખતે વચ્ચે શ્વાસ લેવાની પ્રક્રિયા અટકી જાય છે. તેના કારણે ફેફસાંમાં ઓક્સિજન ઘટી જાય છે. મગજ આ ઊણપને 10 સેકન્ડ સુધી જ સહન કરી શકે છે. આવી સ્થિતિમાં ઊંઘ ઉડી જાય છે. વારંવાર ઊંઘ આવવી અને ઉડી જવી આ ચક્રને સ્લીપ એપનિયા કહેવામાં આવે છે.

#2) તેની સાથે સંકળાયેલા મુખ્ય લક્ષણો શું છે?

  • નસકોરા તેનું એક મુખ્ય લક્ષણ હોઈ શકે છે. સૂવામાં તકલીફ થઈ શકે છે. મોં સુકાઈ જાય છે.
  • ઊંઘ દરમિયાન થોડા સમય માટે શ્વાસ અટકી જાય છે
  • શ્વાસ લેવામાં તકલીફની સાથે અચાનક ઊંઘ ઉડી જાય છે
  • સવારના સમયે માથામાં દુઃખાવો થાય છે. દિવસ દરમિયાન વધારે ઊંઘ આવે છે.
  • સ્લીપ એપનિયા તમારા ઊંઘના ચક્રને ખરાબ કરે છે. આવી સ્થિતિમાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તેમજ એકાગ્રતા ઓછી થવા લાગે છે.

#3) સ્લીપ એપનિયાના કેટલા પ્રકાર છે?
સેન્ટ્રલઃ આ ત્યારે થાય છે જ્યારે આપણું મગજ શ્વાસ લેનાર સ્નાયુઓને નિર્દેશ આપવામાં અસમર્થ હોય છે. તેના કારણે શ્વાસની પ્રક્રિયા અવરોધિત થાય છે.
ઓબસ્ટ્રક્ટીવઃ મગજ સ્નાયુઓને શ્વાસ લેવાની સૂચના આપે છે, પરંતુ વાયુમાર્ગમાં કોઈ અવરોધ હોવાને કારણે સ્નાયુઓ શ્વાસ લેવામાં અસમર્થ રહે છે.
મિક્સ્ડઃ જ્યારે સેન્ટ્રલ અને ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયા બંને એક સાથે થઈ જાય તો તેને મિક્સ્ડ સ્લીપ એપનિયા કહેવામાં આવે છે. આ એક ગંભીર સ્થિતિ છે.

#4) સ્લીપ એપનિયાની સારવાર શું છે
ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયા માટે સૌથી સારી સારવાર CPAP(કન્ટીન્યુઅલ પોઝિટિવ એવરેજ પ્રેશર) થેરેપીને માનવામાં આવે છે. તેની મદદથી શ્વાસ લેતા વાયુમાર્ગને ખુલ્લા રાખવા માટે એર પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે. તે એકદમ સસ્તુ અને અસરકારક છે. જો કે, તેની કાયમી સારવાર માટે સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે ખૂબ ખર્ચાળ છે. તેમાં કેટલાક જોખમો પણ હોઈ શકે છે.

#5) સ્લીપ એપનિયાના જોખમો શું છે?
સ્લીપ એપનિયા એક જોખમી સ્વાસ્થ્ય સમસ્યા છે. તેનાથી હૃદયના ગંભીર રોગો અને લકવા જેવી ગંભીર બીમારીઓ તમારા શરીર પર હુમલો કરી શકે છે.

# 6) નસકોરા તેનાથી કેવી રીતે સંબંધિત છે?
નસકોરા એ સ્લીપ એપનિયાનું લક્ષણ હોઈ શકે છે, પરંતુ તે સ્લીપ એપનિયા વિના પણ થઇ શકે છે. નસકોરા કુદરતી છે.

ભારતીયો ફક્ત 77 મિનિટ જ ગાઢ ઊંઘ લે છે
ગાઢ ઊંઘની બાબતમાં ભારતીયો સૌથી પાછળ છે. આખી રાત સરેરાશ 77 મિનિટ ગાઢ ઊંઘ લે છે. સિંગાપોર, પેરુ અને હોંગકોંગના લોકો પણ સૌથી ઓછી ઊંઘ લેતા લોકોની યાદીમાં સામેલ છે. ઓછી ઊંઘ ધરાવતા ભારતીયોમાં સ્લીપ ડિસઓર્ડર સામાન્ય છે. આ આંકડા ફિટબિટ દ્વારા 1 ઓગસ્ટ 2018થી 31 જુલાઈ 2019ની વચ્ચે કરવામાં આવેલા રિસર્ચના અનુસાર છે.

દુનિયામાં સૌથી ઓછી ઊંઘ લેવાની બાબતોમાં ભારતીયો બીજા ક્રમે છે
ફિટબિટ દ્વારા 18 દેશોમાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, સૌથી ઓછી ઊંઘ લેવાના કિસ્સામાં ભારતીયો બીજા નંબર પર છે. એક ભારતીય સરેરાશ 7 કલાક અને 1 મિનિટની ઊંઘ લે છે, જ્યારે આપણા કરતા પણ ઓછી ઊંઘ જાપાનના લોકો 6 કલાક 41 મિનિટ લે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી