તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Frequent Colds And Stomach Upsets Are Signs Of Poor Immunity, Know When The Ability To Fight The Disease Decreases And How To Increase It?

નબળી ઈમ્યુનિટીના આ સંકેતો સમજો:વારંવાર શરદી-તાવ અને પેટમાં ગડબડ થવી નબળી ઈમ્યુનિટીનો ઈશારો, જાણો રોગ સામે લડવાની ક્ષમતા ક્યારે ઘટે છે અને તેને કેવી રીતે વધારવી?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનમાં સંક્રમણ થાય તે નબળી ઈમ્યુનિટીની નિશાની છે

ઈમ્યુનિટી આપણને કોઈ પણ બીમારીથી બચાવે છે. જો ઈમ્યુનિટી નબળી હોય, તો શરીર સંકેત આપે છે. આ સંકેતને સમજીને શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધારી શકાય છે. કોરોનાટાઈમમાં ઈમ્યુનિટી સ્ટ્રોંગ રાખવી વધારે જરૂરી છે.

એમ્સમાં ઓન્કોલોજી ડીપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર ડૉ. અજય ગોગિયા પાસેથી જાણો નબળી ઈમ્યુનિટીના કારણો, તેને કેવી રીતે સ્ટ્રોંગ બનાવવી અને રોગ સામે લડવાની ક્ષમતા કેવી રીતે વધારવી....

નબળી ઈમ્યુનિટીના 5 મોટા સંકેત
લાંબા સમય સુધી સ્ટ્રેસ: લાંબા સમય સુધી સ્ટ્રેસ રહેવાને લીધે ઈમ્યુન સિસ્ટમનો રિસ્પોન્સ નબળો પડે છે. અમેરિકન સાઈકોલોજિકલ એસોશિયેશનનું કહેવું છે કે, સ્ટ્રેસ શરીરમાં લિમ્ફોસાઈટ એટલે કે વ્હાઈટ બ્લડ સેલ્સનું પ્રમાણ ઓછું કરે છે. આ સેલ્સ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

ઘણીવાર શરદી-તાવ આવવો: શરદીની સીઝનમાં 2થી ત્રણ વાર શરદી-તાવ આવે તે સામાન્ય છે. મોટાભાગના લોકો 7થી 10 દિવસમાં સ્વસ્થ પણ થઈ જાય છે. રોગ સામે લડતી ઈમ્યુન સિસ્ટમને એન્ટિબોડી બનાવવામાં 3થી 4 દિવસનો સમય લાગે છે. વધારે સમય સુધી તાવ રહે તો તે નબળી ઈમ્યુન સિસ્ટમના સંકેત છે.

ઘણીવાર કાનમાં સંક્રમણ થવું: અમેરિકન એકેડમી ઓફ એલર્જી અસ્થમા એન્ડ ઈમ્યુનોલોજીના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 4થી વધારે ચાર કાનમાં સંક્રમણ થવું, એક વર્ષમાં બેવાર ન્યૂમોનિયા થવો એ નબળી ઈમ્યુન સિસ્ટમના સંકેત છે. આવા સંકેતની અવગણના ના કરવી જોઈએ.

પેટમાં ગડબડ રહેવી: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના જણાવ્યા પ્રમાણે, ઈમ્યુનિટી 70% તમારા પાચનતંત્ર પર નિર્ભર રહે છે. અહીં લાભકારી બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવ આંતરડાને સંક્રમણથી બચાવે છે. જો તમને વારંવાર ડાયરિયા થતા હોય તો તમારી ઈમ્યુનિટી નબળી છે.

શરીર પર ઘામાં મોડા રૂઝ આવવી: શરીર પર ગમે ત્યાં વાગે, છોલાઈ જાય કે દાઝી જવાય ત્યારે સ્કિન ઝડપથી ડેમેજ કંટ્રોલ મોડમાં આવે છે. શરીર નવી ત્વચા બનાવવા માટે તે જગ્યા પર પોષકતત્વો યુક્ત રક્ત મોકલીને ઘા ભરવાનું શરુ કરી દે કે. આ પ્રોસેસ સ્વસ્થ ઈમ્યુન કોશિકાઓ પર આધાર રાખે છે.

અન્ય સમાચારો પણ છે...