તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાયાબિટીસ એક એવો રોગો છે જેમાં 60 ટકા દર્દીઓમાં લક્ષણો જોવાં નથી મળતાં. આવી સ્થિતિમાં, એને બે રીતે ઓળખવામાં આવે છે. પ્રથમ, ચોક્કસ લક્ષણો પર આધારિત અને બીજું બ્લડ ટેસ્ટથી.
બ્લડ ટેસ્ટમાં જો ખાલી પેટે શુગર 126થી વધુ અને જમ્યા પછી બે કલાક બાદ 200થી વધુ આવે તો તે વ્યક્તિ ડાયાબિટિક ગણાય છે. જો ખાલી પેટ શુગર 100-125 હોય અને જમ્યાના બે કલાક પછી 140- 199 હોય તો તેને પ્રી-ડાયાબિટિક કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં અલર્ટ થઈ જવું જોઇએ.
14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે ઊજવવામાં આવે છે. આ સ્પેશિયલ દિવસે ઇન્દોરના ટોટલ ડાયાબિટીસ હોર્મોન ઇન્સ્ટિટ્યૂટના ડાયાબિટોલોજિસ્ટ અને હોર્મોન એક્સપર્ટ ડો. સુનીલ એમ. જૈન ડાયાબિટીસ સાથે જોડાયેલી દરેક મહત્ત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છે.
સૌપ્રથમ ડાયાબિટીસનું કારણ અને ટાઇપ સમજો
ડાયાબિટીસનાં ત્રણ કારણ છે. પ્રથમ જિનેટિક, શારીરિક મહેનતનો અભાવ અને ત્રીજું સ્થૂળતા. પેટની આસપાસની ચરબી ખતરનાક હોય છે. ઘણીવાર વિવિધ પરિસ્થિતિઓમાં ડાયાબિટીસ થાય છે. દા.ત. - ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ, પરંતુ એ પછી ઠીક થઈ જાય છે.
ડાયાબિટીસનાં કારણો અને ટાઇપ
ડાયાબિટીસ મુખ્યત્ત્વે બે ટાઇપના હોય છે.
ટાઇપ 1: આ એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે, એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ સ્વાદુપિંડમાં મળતા બીટા કોશિકાઓ પર આકસ્મિક હુમલો કરે છે અને એનો નાશ કરે છે. આ બીટા સેલ છે જે ઇન્સ્યુલિન બનાવે છે. ત્યાર બાદ શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે.
ટાઇપ 2: આ સ્થિતિમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. આ વિક્ષેપ સ્વાદુપિંડને વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે, જે ઇન્સ્યુલિનની જરૂરિયાતને પૂર્ણ કરે છે, પરંતુ થોડા દિવસો પછી ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટવાનું શરૂ થઈ જાય છે.
લાઇફસ્ટાઇલ આવી હોય: જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ દિવસમાં 5 મિનિટ 30 મિનિટ વ્યાયામ કરો.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના જણાવ્યા મુજબ, વ્યક્તિ શારીરિક પ્રવૃત્તિમાં જેટલો વધારો કરે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી એટલી વધે છે. જાણીતી વિલે ઓનલાઇન લાઇબ્રેરીએ કસરત અંગેની આ ટિપ્સ આપી છે.
જો તમને ડાયાબિટીસ ન હોય તો: અઠવાડિયામાં 5 દિવસ ઓછામાં ઓછા 30 મિનિટ વ્યાયામ કરો. આમાં હાઈ ઇન્ટેન્સિટી એરોબિક અઠવાડિયામાં ત્રણ દિવસ અને સ્ટ્રેન્થ એક્સર્સાઇઝ અઠવાડિયામાં બે દિવસ કરવી જોઈએ.
જો ડાયાબિટીસ હોય તો: અઠવાડિયાંમાં પાંચ દિવસ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જરૂરી છે. શરીરની ક્ષમતા પ્રમાણે વ્યાયામ કરો. એરોબિક સાથે હળવી રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરો.
કસરત કરવાનો સૌથી સારો સમય
હાર્વર્ડ યુનિવર્સિટી મુજબ, ડાયાબિટીસના દર્દી માટે ભોજન કર્યાના એકથી ત્રણ કલાક પછી કસરત કરવી શ્રેષ્ઠ છે. આ સમયે ઇન્સ્યુલિન વધેલું હોય છે. કસરત કરતાં પહેલાં બ્લડ શુગર ચેક કરી લેવું. જો શુગર લેવલ 100 હોય તો ફળનો ટુકડો ખાઇને એક્સર્સાઇઝ કરવી, જેનાથી હાઈપોગ્લાયસિમિયાથી બચી શકાય છે.
સારી ઊંઘ અને ડાયટ બહુ અસરકારક હોય છે
ઓક્સફોર્ડના જણાવ્યા મુજબ, ઊંઘ અને ઇન્સ્યુલિનનો એકબીજા સાથે ગાઢ સંબંધ હોય છે. સંસ્થાએ એવા 16 લોકો પર પ્રયોગ કર્યો જેઓ પૂરતી ઊંઘ નહોતા લઈ રહ્યા. જ્યારે તેમના ઊંઘના કલાકોમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો ત્યારે તેની ઇન્સ્યુલિન પર સારી અસર જોવા મળી.
આ પ્રકારનું ડાયટ હોવું જોઇએ
ડાયાબિટીસના દર્દીઓને તેમની જરૂરિયાતની કેલરીની પૂરતી વગર સ્ટાર્ચવાળા આહારમાંથી 25% પ્રોટીન અને 25% પૂરતીવાળા આહારથી કરવી જોઇએ. પ્રોટીનયુક્ત આહારમાં તમામ પ્રકારના કઠોળ, ફણગાવેલા અનાજ, ઇંડાનો સફેદ ભાગ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. લીલાં શાક-ભાજી અને સલાડ જેવો ઉચ્ચ ચરબીવાળો ખોરાક પણ ગ્લુકોઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
તણાવથી દૂર રહો, કારણ કે એ બ્લડ શુગરને અસર કરે છે
ઘણાં રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે તણાવમાંથી કેટલાક એવા હોર્મોન્સ રિલીઝ થાય છે, જેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં યોગ સ્ટ્રેસ મેનેજમેન્ટની સૌથી સચોટ પદ્ધતિ યોગ છે. નિયમિત યોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધે છે. સેન્સિટિવિટી વધવાનો અર્થ એ છે કે શરીર હાલના ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરશે.
Sponsored By
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.