• Gujarati News
  • Lifestyle
  • Health
  • For The Corona Test, A Sample Of Saliva Instead Of The Nose Gives A More Accurate Result, The Amount Of Virus In Saliva Is 3 Times Higher.

અમેરિકાના વૈજ્ઞાનિકોનું રિસર્ચ:કોરોના ટેસ્ટ માટે નાકને બદલે સલાઈવાનું સેમ્પલ વધારે ચોક્કસ પરિણામ આપે છે, સલાઈવામાં વાઈરસની માત્રા 3ગણી વધારે

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના સંશોધકોએ રિસર્ચ કર્યું
  • નાકના સેમ્પલ કરતાં સલાઈવાના સેમ્પલમાં વધારે કોરોના પોઝિટિવ કેસ ડિટેક્ટ થયા

કોરોના વાઈરસની ઓળખ કરવા માટે છેલ્લાં 2 વર્ષથી નાકમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. હેલ્થ વર્કર્સ નાકમાં સ્વૉબ સ્ટિક નાખી સેમ્પલ કલેક્ટ કરે છે. ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધતાં વૈજ્ઞાનિકો વાઈરસ ડિટેક્ટ કરવા માટે નાકથી નહિ પરંતુ મોંઢામાંથી સેમ્પલ લેવાની સલાહ આપી રહ્યા છે.

કોરોના વાઈરસ સૌ પ્રથમ મોં અને ગળામાં જોવા મળે છે
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના સંશોધક ડૉ. ડોનાલ્ડ મિલ્ટન જણાવે છે કે કોરોના વાઈરસ સૌ પ્રથમ મોં અને ગળાંમાં જોવા મળે છે. અર્થાત અત્યાર સુધી જે રીતે કોરોના ટેસ્ટ થતો હતો તેમાં સમસ્યા છે. કેટલાક રિસર્ચ પ્રમાણે નાકને બદલે મોંની લાળ દ્વારા વાઈરસની ઓળખ જલ્દી કરી શકાય છે.

મોંઢાંથી લીધેલું સેમ્પલ વધારે એક્યુરેટ
ડૉ. મિલ્ટન અને તેમની ટીમે કોરોના ટેસ્ટની સૌથી શ્રેષ્ઠ રીત ઓળખવા માટે રિસર્ચ કર્યું. તેમાં કોરોના દર્દીઓમાં લક્ષણો જણાય તે પહેલાં નાક અને મોંના સેમ્પલ લેવાયા. રિસર્ચ પ્રમાણે નાકની સરખામણીએ મોંના સેમ્પલમાં વાઈરસની સંખ્યા 3ગણી વધારે જોવા મળી. સાથે જ મોંના સેમ્પલના રિઝલ્ટમાં વધારે કોરોના પોઝિટિવ રિઝલ્ટ મળ્યા. તે નાકના સેમ્પલની સરખામણીએ 12ગણા વધારે હતા.

ઓમિક્રોન સંક્રમણ રોકવા માટે સલાઈવા ટેસ્ટ જરૂરી
ડૉ. રોબી સિક્કા જણાવે છે કે ઓમિક્રોનની લહેરમાં કોરોના ટેસ્ટિંગની રીત અપડેટ કરવી જરૂરી છે. આ વેરિઅન્ટ શરીરમાં પ્રવેશી ખૂબ ઝડપથી ફેલાય છે. મોટા ભાગના કેસમાં તેના કોઈ લક્ષણો પણ જણાતા નથી. આ વેરિઅન્ટ જલ્દી શરીરની બહાર પણ નીકળી જાય છે. તેથી નાકને બદલે સલાઈવાનો ટેસ્ટ કરવો જોઈએ. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કદાચ ઓમિક્રોન મોં અને ગળામાં જલ્દી મલ્ટિપ્લાય થાય છે. જોકે હાલ તેની કોઈ પુષ્ટિ થઈ નથી.

તાજેતરમાં સાઉથ આફ્રિકામાં થયેલાં રિસર્ચ પ્રમાણે ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ માટે નાકના સેમ્પલ વધુ સારું રિઝલ્ટ આપે છે. એક્સપર્ટના મત પ્રમાણે ઓમિક્રોન વેરિઅન્ટમાં તેના કરતાં વિપરિત સ્થિતિ છે.

સરકાર પાસે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપ
અમેરિકાની સંસ્થા FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)એ તાજેતરમાં જ સલાઈવા બેઝ્ડ કોરોના ટેસ્ટ કિટને મંજૂરી આપી છે. સ્કૂલે જતાં બાળકોની તપાસ કરવા માટે આ ટેસ્ટ કિટ સારી રહે છે. જોકે હજુ દુનિયાભરની સરકાર પાસે સારું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની માઈક્રોબાયોલોજિસ્ટ એની વાયલી જણાવે છે કે, હાલ ઘણી સરકાર અને લેબ કોરોના ટેસ્ટિંગની જૂની રીતનો ઉપયોગ કરે છે. સમય સાથે ટેસ્ટિંગ ટેક્નોલોજીમમાં ફેરફાર કરવો જોઈએ.

સલાઈવા મેથડની લિમિટેશન
કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીને તેમનાં રિસર્ચમાં જાણવા મળ્યું કે, કોરોના ઈન્ફ્કેશનના થોડા દિવસ પછી વાઈરસ નાકમાં ભેગા થાય છે. શરૂઆતના દિવસોમાં ભલે વાઈરસ સલાઈવાથી ડિટેક્ટ થઈ જાય પરંતુ સંક્રમણ પછી નાકથી તપાસ થવી જોઈએ.

ડૉ. જોસેફ ડીરિસીના જણાવ્યાનુસાર, મોંઢાંની સ્થિતિ ક્યારેય એક જેવી નથી હોતી. તે ક્યારેક સૂકું અને ક્યારેક ભીનું હોય છે. ક્યારેક તે વધારે એસિડિક તો વધારે બેઝિક હોય છે. તેનાથી વાઈરસની ઓળખ મુશ્કેલ બને છે. નાકમાં આવા કોઈ પણ પ્રકારના ફેરફાર આવતા નથી. તેથી નાકનું સેમ્પલ બેસ્ટ રહે છે.