• Home
  • Lifestyle
  • Health
  • For the benefits of copper vessel, it is necessary to keep the water in the vessel for eight hours

આયુર્વેદ / તાંબાના વાસણથી મળતા ફાયદા માટે પાણીને વાસણમાં આઠ કલાક રાખવું જરૂરી

For the benefits of copper vessel, it is necessary to keep the water in the vessel for eight hours

Divyabhaskar.com

Jul 11, 2019, 12:22 PM IST

હેલ્થ ડેસ્ક: પ્રાચીન ભારત ચિકિત્સા પ્રણાલી 'આયુર્વેદ'માં જણાવવામાં આવ્યું છે કે, તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીરના ત્રણ દોષો વાત, કફ અને પિત્તને સંતુલિત કરે છે. તાંબાના વાસણમાં રખાતાં પાણીને 'તામ્રજળ' કહેવાય છે. તાંબામાં રહેલા ગુણોને પ્રાપ્ત કરવા માટે પાણીને તાંબાના વાસણમાં ઓછામાં ઓછું આઠ કલાક રાખવું જોઈએ, જેથી તેના મહત્તમ ફાયદાઓ મેળવી શકાય. દિવસ દરમિયાન બેથી ત્રણ વખત તામ્રજળ ગ્રહણ કરવું પર્યાપ્ત ગણાય છે, બાકીના સમયમાં સાદું પાણી પણ પી શકાય છે.

તાંબાના વાસણમાં પાણી ભરી રાખવાથી પાણીમાં તાંબું શોષિત થાય છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) જણાવ્યું છે કે, દરરોજ એક લિટર પાણીમાં 2 મિલીગ્રામ સુધી તાંબાનું સેવન કરવું એ શરીર માટે ફાયદાકારક છે. સંશોધકોનાં જણાવ્યા અનુસાર, તાંબાના વાસણમાં કલાકો સુધી પાણીને રાખવામાં આવે તો, પાણીમાં તાંબાનો એક ભાગ શોષાઈ જાય છે. આવું પાણી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા પહોંચાડે છે.

ભૂલવાની સમસ્યામાં ફાયદાકારક
મગજ 'ઈમ્પલ્સ ટ્રાંસમિશન' પર કાર્ય કરે છે, તામ્રજળ મગજને ઉત્તેજિત કરે છે. જેના લીધે તાંબાના સેવનથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તામ્રજળ મગજને ઉત્તેજિત કરવાનું કામ કરે છે, જેનાથી ભૂલવાની સમસ્યાથી બચી શકાય છે.

હાનિકારક કીટાણુઓને નષ્ટ કરે છે
તાંબામાં 'ઓલિગો ડાયનેમિક' ગુણ રહેલા હોય છે. આવા ગુણના લીધે તે હાનિકારક કીટાણુઓ ખાસ કરીને ઈ-કોલાઈ અને એસ-ઓરેસને નષ્ટ કરે છે. સામાન્ય રીતે બંને પ્રકારના કીટાણુઓ આપણા પર્યાવરણમાં જોવા મળતા હોય છે. આ કીટાણુઓ ડાયેરિયા, કમળો અને ખીલ થવા માટે જવાબદાર ગણાય છે. તાંબાનું પાણી પીવાથી આવી સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.

સાંધાના સોજા દૂર કરશે
તાંબામાં શરીમાં રહેલા સોજાને દૂર કરવાનો ગુણ રહેલો હોય છે, જેને કારણે સંધિવા અને સાંધામાં થતા સોજાથી થતા દુખાવાને તે દૂર કરે છે. તામ્રજળ ગ્રહણ કરવાથી સંધિવા અને રૂમેટોઇડ સંધિવાથી થતો સાંધાનો દુખાવો અને સોજામાં રાહત મળે છે. તાંબું હાડકાં અને રોગ પ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે જેથી, હાડકાંથી થતા રોગોમાં તામ્રજળ ફાયદાકારક ગણાય છે.

ગેસ, એસીડિટી, જેવી સમસ્યા થશે દૂર
અત્યારની સ્ટ્રેસફુલ લાઇફમાં એસીડિટી, ગેસ અને અપચો સામાન્ય સમસ્યા બની ગઈ છે. આવી સમસ્યાઓને પરાસ્ત કરવા માટે તામ્રજળ ફાયદાકારક છે. ખોરાકમાં રહેલા હાનિકારક કીટાણુઓને નષ્ટ કરવામાં તેમજ પેટમાં રહેલા સોજાને દૂર કરવા માટે અને અલ્સર,અપચો અને કોઈ પણ પ્રકારના સંક્રમણ સામે લડવા માટે તાંબું ઉપયોગી નીવડે છે. તામ્રજળ પીવાથી પેટ સાફ થાય છે અને કિડની તેમજ લીવરની સિસ્ટમને પણ સંતુલિત કરે છે. તેનાથી શરીરમાં રહેલા બિનજરૂરી પદાર્થોને બહાર નીકળવા અને ઉપયોગી પદાર્થોને શોષી લેવામાં પણ મદદ મળે છે.

શુદ્ધ તાંબાની પસંદગી કેવી રીતે કરશો ?

શુદ્ધ તાંબાની પસંદગી ચુંબક વડે કરી શકાય છે. તાંબાના વાસણ પર ચુંબક લગાવીને જુઓ, જો ચુંબક તે વાસણને ચોંટી જાય તો તે વાસણ મિશ્રિત તાંબાથી બનાવેલું છે. શુદ્ધ તાંબાનો રંગ ગુલાબી-નારંગી હોય છે. જો તમારી પાસે પહેલાંથી કોઈ તાંબાનું વાસણ છે તો, તેના પર લીંબુ ઘસીને સાફ કરીને જુઓ. જો તે ગુલાબી રંગ આપીને ચળકાટ મારે છે તો તે શુદ્ધ છે.

આવી રીતે સાફ કરો તાંબાનાં વાસણો
તાંબાનાં વાસણના અંદરના ભાગને સાફ કરવા માટે તેને સ્ક્રબ કરવું જરૂરી છે. તાંબાના વાસણને સાફ કરવા માટેની સરળ પદ્ધતિ એ છે કે, તમે વાસણને લીંબુથી રગડીને સાફ કરો. લીંબુ ઘસ્યા પછી તેને થોડી મિનિટ રહેવાદો અને ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આ ઉપરાંત તમે બેકિંગ સોડાના ઉપયોગથી પણ તાંબાના વાસણને ચમકાવી શકો છો.

X
For the benefits of copper vessel, it is necessary to keep the water in the vessel for eight hours
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી