• Gujarati News
  • Lifestyle
  • Health
  • For The 5th Year In A Row, The Mediterranean Diet Has Been Named The World's Best Diet; It Prolongs Life, Protects Against Serious Illnesses

દુનિયાનું બેસ્ટ ડાયટ:સતત 5મા વર્ષે મેડિટેરેનિયન ડાયટને મળ્યો વિશ્વના બેસ્ટ ડાયટનો ખિતાબ; તેનાથી આયુષ્ય વધે છે, ગંભીર બીમારીઓથી બચાવે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ડાયટને ફોલો કરતી વખતે ફ્રૂટ્સ અને શાકભાજી પર વધારે ધ્યાન આપવામાં આવે છે
  • મેડિટેરેનિયન ડાયટ ફોલો કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટી જાય છે

યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે મેડિટેરેનિયન ડાયટને દુનિયાની બેસ્ટ ડાયટનો ખિતાબ આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોના અનુસાર, આ ડાયટને ફોલો કરવાના ઘણા ફાયદા છે. તે ડાયાબિટીસ, મેમરીલોસ, બ્રેસ્ટ કેન્સર અને હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તે ઉપરાંત ઝડપથી વજન ઘટાડવામાં મેડિટેરેનિયન ડાયટ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

શું હોય છે મેડિટેરેનિયન ડાયટ?
મેડિટેરેનિયન ડાયટ એક પ્લાન બેસ્ડ ડાયટ હોય છે. મતલબ કે આ ડાયટને ફોલો કરતી વખતે ફ્રૂટ્સ અને શાકભાજી પર વધારે ધ્યાન આપવામાં આવે છે. આ ડાયટમાં વિવિધ પ્રકારના ફ્રૂટ્સ, શાકભાજી, અનાજ, નટ્સ અને સીડ્સ સામેલ કરવામાં આવે છે. તે ઉપરાંત ફેટ તરીકે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ફિશ વધુ ખાવામાં આવે છે.

આ ડાયટમાં ખાંડ, લાલ માંસ, ઈંડા, ચિકન, ટર્કી અને ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. દારૂ પણ મર્યાદિત માત્રામાં પીવાની સલાહ આપવામાં આવે છે. રિફાઈન્ડ ઓઈલ અને પ્રોસેસ્ડ ફૂડ પર પ્રતિબંધ છે.

મેડિટેરેનિયન ડાયટના ફાયદા
1. હૃદય સ્વસ્થ રહે છેઃ મેડિટેરેનિયન ડાયટ ફોલો કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટી જાય છે. તેમાં હાર્ટ અટેક અને સ્ટ્રોક સામેલ છે.

2. ડિપ્રેશનનું જોખમ ઘટી જાય છેઃ વૈજ્ઞાનિકોના અનુસાર, જે લોકો આ ડાયટને ફોલો કરે છે તેમને બીજા લોકોની સરખામણીએ ડિપ્રેશનનું જોખમ 33% ઘટી જાય છે.

3. મગજ સ્વસ્થ રહે છેઃ મેડિટેરેનિયન ડાયટથી મગજ પર સકારાત્મક અસર પડે છે. તેનાથી મગજની ફોકસ કરવાની ક્ષમતા અને યાદશક્તિ વધે છે. સાથે માનસિક બીમારીઓ જેમ કે અલ્ઝાઈમર્સ, મેમરીલોસ વગેરેનું જોખમ ઘટી જાય છે.

4. આયુષ્ય વધે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ડાયટની મદદથી તમે લાંબુ જીવી શકો છો. તેનું કારણ જીવનકાળમાં વધારે બીમારીઓ ન હોવાનું પણ છે.

આ ડાયટમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ બોન મેટાબોલિઝ્મને વધારે છે.
આ ડાયટમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ બોન મેટાબોલિઝ્મને વધારે છે.

5. હાડકાં મજબૂત થાય છેઃ મેડિટેરેનિયન ડાયટથી મહિલાઓનાં હાડકાં મજબૂત થાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર, આ ડાયટમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ બોન મેટાબોલિઝ્મને વધારે છે.

6. બ્રેસ્ટ કેન્સરથી બચાવે છેઃ જે લોકો આ ડાયટને ફોલો કરે છે, તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ 40% સુધી ઘટી જાય છે.

7. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છેઃ મેડિટેરેનિયન ડાયટને ફોલો કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટી જાય છે, કેમ કે તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

આ 7 મોટા ફાયદા સિવાય મેડિટેરેનિયન ડાયટ ઝડપથી વજન ઓછું કરવા, ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા અને ડિમેન્શિયાનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.