લોખંડ કે સ્ટીલનું ચપ્પુ?:ફૂડ પોઈઝનિંગ કે કેન્સરનો શિકાર થઈ શકો છો, જો જો ક્યાંક ચપ્પાની ધાર હેલ્થ પર ભારે ના પડે!

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટીલના ચપ્પાથી શરીરને કોઈ નુકસાન થતું નથી

જો તમે સ્ટ્રીટ ફૂડના શોખીન હો તો તમે રસ્તે કિનારે સેન્ડવિચ કે પછી ફ્રૂટ સલાડ ખાધું ચોક્કસ ખાધું હશે. શું તમે ક્યારેય તેના ચપ્પા પર નજર નાખી છે? સ્ટ્રીટ ફૂડવાળા મોટાભાગે લોખંડના ધારદાર ચપ્પા વાપરતા હોય છે અને આ સ્વાસ્થ્ય માટે જોખમી છે. લોખંડના ચપ્પાને લીધે સ્વાસ્થ્ય પર શું અસર થાય છે, તે વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા મિત્તલ.

લોખંડના ચપ્પા ક્યારે જોખમી બને?
ડાટિશિન શિલ્પા મિત્તલે કહ્યું, લોખંડના ચપ્પાની સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં ના આવે ત્યારે તે જોખમી બની જાય છે. આવા ચપ્પાના ઉપયોગથી કેન્સર પણ થઈ શકે છે. લોખંડના ચપ્પાનું વધુ એક નુકસાન છે, જો ખાટ્ટી વસ્તુઓ જેમ કે લીંબુ, ટમેટું, મોસંબી સમારવામાં આવે તો વિટામિન સીની સાથે આયર્ન રિએક્શન કરે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આથી લોખંડના ચપ્પાથી ખાટ્ટી વસ્તુઓ ના સમારવી જોઈએ.

પોતાની સાફ-સફાઈ પર ધ્યાન આપો
લોખંડના ચપ્પાને ચોખ્ખું નહીં રાખો તો ફૂડ પોઈઝનિંગની શક્યતા વધી જાય છે. હજુ પણ ઘણા ઘરમાં આયર્નના ચપ્પાનો ઉપયોગ થાય છે અને તેનાથી થતા નુકસાન વિશે અજાણ હોય છે. જ્યારે ચપ્પુ વાપરો ત્યારે સૌપ્રથમ તેના પર તેલ લગાવવું જોઈએ.

સ્ટીલના ચપ્પાનો ઉપયોગ કરો
વાસણની જેમ સ્ટીલનું ચપ્પુ પણ કિચન માટે ઘણું ફાયદાકારક હોય છે. તેનાથી તમે શાકભાજી, સલાડ અને ફ્રૂટ સમારી શકો છો. સ્ટીલના ચપ્પાથી શરીરને કોઈ નુકસાન થતા નથી.

અન્ય સમાચારો પણ છે...