હેલ્થ ટિપ્સ:ફૂડ પોઇઝનિંગથી કિડનીની બીમારી અને મિસ કેરેજ થવાની પણ શક્યતા, દેશમાં દર વર્ષે 1 લાખ લોકો ગુમાવે છે જીવ

4 મહિનો પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

છતીસગઢની ભિલાઇની એક નર્સિગ કોલેજના 60 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું જે પૈકી 1નું મૃત્યુ થયું હતું તો 46 લોકોની સ્થિતિ અતિ ગંભીર છે. આ ઘટના બાદ ભિલાઇના મેયર પણ વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચી સમગ્ર સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે, વાસી અને ખરાબ ગુણવત્તાનું જમવાનું આપવામાં આવે છે.

ફૂડ પોઇઝનિંગનો સૌથી વધુ ઉનાળા અને ચોમાસામાં થાય છે જેના કારણે અમુકવાર સ્થિતિ એવી આવે છે કે, ફૂડ પોઇઝનિંગને કારણે મોત પણ થઇ શકે છે. તો બીજી તરફ મહિલાઓ પણ સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખીને વાસી ખોરાક ખાઈ લે છે.

બેક્ટેરીયા અને વાઇરસને કારણે પણ ફૂડ પોઇઝનિંગની શક્યતા
ફરીદાબાદની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્યાએ જણાવ્યું હતું કે, ફૂડ પોઈઝનિંગનું સૌથી મોટું કારણ ખરાબ ખોરાક છે. આ રોગ વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાઈરસથી થાય છે, જેની સીધી અસર પાચનતંત્ર પર થાય છે.

અલગ-અલગ વસ્તુમાં હોય છે બેક્ટેરિયા
ભારતમાં ફૂડ પોઇઝનિંગ મોટે ભાગે એટઅમીબા, કેમ્પીલોબેક્ટર બેક્ટેરિયા, સાલ્મોનેલા બેક્ટેરિયા, ઇ કોલાઇ બેક્ટેરિયા અને નોરો વાઈરસને કારણે થાય છે.

એટઅમીબા નામનો બેક્ટેરિયા ખરાબ પાણી અને ખોરાકના કારણે શરીરમાં પ્રવેશ કરે છે. કેમ્પીલોબેક્ટર બેક્ટેરિયા પશુ અને પક્ષીઓના આંતરડામાંથી મળે છે. કેમ્પીલોબેક્ટર બેક્ટેરિયા નોનવેજ અને મશરૂમ ખાવાથી શરીરમાં પ્રવેશ કરીને બીમાર કરી શકે છે.

સાલ્મોનેલા નામનો બેક્ટેરિયા ઈંડા, કાકડી, પિસ્તા, ચિકન, શક્કરટેટી અને સ્પ્રાઉટમાંથી મળે છે. ઇ કોલાઇ નામનો બેક્ટેરિયા ખરાબ દૂધ અથવા કાચા શાકભાજી ખાવાથી શરીરમાં પ્રવેશી જાય છે.

ડિહાઇડ્રેશનથી જીવનું જોખમ
જો ફૂડ પોઈઝનિંગમાં સમયસર સારવાર આપવામાં આવે તો 1 અઠવાડિયામાં તબિયત ઠીક થઈ જાય છે. ડો.શુભમ વાત્સ્યના જણાવ્યા મુજબ જો ફૂડ પોઇઝનિંગમાં ઝાડા અને ઊલટી થઇ જાય છે મૃત્યુ પણ થઇ શકે છે.
ઘણીવાર શરીરમાં પાણી ઓછું થઇ જાય છે. તો ડિહાઇડ્રેશનમાં કિડની પર સૌથી પહેલા અસર થઇ છે, જેના કારણે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે
ગર્ભવતી મહિલાઓએ પહેલા ત્રણ મહિના દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટર શુભમ વાત્સ્યાના જણાવ્યા અનુસાર, જો ગર્ભવતી મહિલાઓને ફૂડ પોઇઝનિંગ થઇ જાય છે તો ડિહાઇડ્રેશન થઇ શકે છે.
ફૂડ પોઇઝનિંગમાં ઝાડા અને ઊલટીને કારણે જ્યારે શરીરમાં પાણીની ઉણપ થઇ જાય છે તો મિસકેરેજની સમસ્યા થઇ શકે છે.

સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, દૂધ, ચીઝ, પેકેજ્ડ જ્યુસ, શાકભાજી, ફળોમાં જોવા મળતા લિસ્ટેરિયા બેક્ટેરિયા ગર્ભ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો આ પ્રકારના બેક્ટેરિયા ગર્ભવતી મહિલાના શરીરમાં પ્રવેશ કરે છે તો એબોર્શન થઇ શકે છે. આ સિવાય આ બીમારીને કારણે સમયથી પહેલાં બાળકનો જન્મ અને વિકાસ ન થવાને કારણે બાળકનું વજન ઓછું પણ હોય શકે છે.

5-6 કલાક બાદ ખરાબ થાય છે ખોરાક
ડાયટિશિયન કામિની સિન્હાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ખરાબ ખોરાક ખાવામાં આવે ત્યારે જ ફૂડ પોઈઝનિંગ બીમારી થાય છે. ચોમાસામાં ખોરાકમાં બેક્ટેરિયા વધુ ઝડપથી વધે છે. એવું નથી કે માત્ર બહારનો ખોરાક ખાવાથી જ ફૂડ પોઇઝનિંગ થાય છે ઘરનું જમવાથી પણ થઇ શકે છે. ખોરાક રાંધ્યા બાદ 5 થી 6 કલાક બાદ બગડવા લાગે છે.

તો પ્રોટીન પણ જલદી ખરાબ થઇ જાય છે. દાળ 3-4 કલાક બાદ જ ખરાબ થઇ જાય છે. જ્યારે ખોરાકનો કલર બદલાઈ જાય છે, ખાટો થઇ જાય તો સમજી જાઓ કે, આ ખોરાક ખાવાથી તમે બીમાર પડી શકે છે. જો પાણી ખરાબ હોય તો પણ ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે. ઘણાં લોકો બહારથી સ્પ્રાઉટ ખરીદે છે, પરંતુ આપણને ખબર નથી કે ક્યાં પાણીથી પલાળવામાં આવ્યા હતા. તો બર્ગર રોટલી કે પરાઠાનો કે પછી પિત્ઝાનો લોટ ગંદા પાણીથી બાંધવામાં આવ્યો હોય તો, બીમાર પડી શકો છો. ટેટ્રા પેક જ્યુસ પીવાથી પણ બચવું જોઈએ.

જો શાક ખરાબ થઇ ગયું હોય તો ગરમ કરવાથી પણ થઇ શકે છે નુકસાન
હંમેશા ગરમ ખોરાક ખાવાની જ ટેવ પાડો. જો ગરમ ખોરાક ખાવાથી બેક્ટેરિયાને ઘણી હદ સુધી ઘટાડે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમારે બહારનો ગરમ ખોરાક ખાવો જોઈએ.ડાયેટિશિયન કામિની સિન્હાના જણાવ્યા અનુસાર, આજકાલ મોમોઝ ખાવાનું ખૂબ જ સામાન્ય થઈ ગયું છે, પરંતુ વેજ મોમોઝમાં કોબીને સાફ કર્યા વિના એકસાથે કાપવામાં આવે છે. જો કોબીમાં જંતુઓ હોય, તો મોમોઝ બનાવ્યા બાદ પછી પણ દૂર થતા નથી. એ જ રીતે બટેટા બગડી જાય તો સમોસા તળ્યા પછી એ જ રહે છે.

દુનિયામાં 10 પૈકી 1 માણસ ફૂડ પોઇઝનિંગનો શિકાર બને છે

દુનિયાભરમાં ફૂડ પોઇઝનિંગની સમસ્યા સામાન્ય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, 10 પૈકી 1 વ્યક્તિ આ બીમારીનો ભોગ બને છે.

60 કરોડ લોકોને ફૂડ પોઇઝનિંગ થાય છે જે પૈકી 4 લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે.

તો 5 વર્ષથી ઓછી ઉંમરના 40% બાળકો ખરાબ ખોરાક ખાવાથી બીમાર પડી શકે છે. 1.25 લાખ બાળકનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...