કોરોનાનાં નવાં વેરિઅન્ટ 'ઓમિક્રોન'ના કેસ દુનિયાભરમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યા છે. 24 કલાકમાં 6 દેશમાં 1 લાખથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કેસનો આંકડો વધતા ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. ના કરે નારાયણને આ લહેરની ઝપેટમાં તમે આવી જાઓ તો તમે ઝડપી રિકવરી માટે પ્રયાસો કરો તે જરૂરી છે. રિકવરીના સમયમાં કેટલીક વાતોનું ધ્યાન રાખી ભવિષ્યમાં તમે લૉન્ગ કોવિડનાં જોખમથી બચી શકો છો. તેના માટે આ 5 ટિપ્સ ફોલો કરો....
1. શરીર હાઈડ્રેટ રાખો
કોરોનાથી જલ્દી રિકવર થવા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક રોબર્ટ બૂય જણાવે છે કે હાઈડ્રેટ રહેવાથી કોરોનાથી રિકવરી મેળવવામાં મદદ મળે છે. તેનાથી શરીરના તમામ ફંક્શન યોગ્ય રીતે થાય છે.
2. પૂરતો આરામ કરો
કોઈ પણ બીમારીથી રિકવર થવા માટે આરામ કરવો જરૂરી છે. કોરોનામાં ડૉક્ટર સલાહ આપે છે કે શરીરને મેક્સિમમ આરામ આપવો. તેથી આ સલાહની અવગણના ન કરવી જોઈએ. પૂરતો આરામ ન કરવાથી લૉન્ગ કોવિડનું જોખમ થઈ શકે છે.
3. ન્યૂટ્રીશનથી ભરપૂર ડાયટ લો
બીમારના સમયે શરીરમાં મહત્ત્વપૂર્ણ પોષક તત્વોની ઊણપ સર્જાય છે. તેથી મેક્સિમમ ન્યૂટ્રિશન્સથી ભરપૂર ડાયટ લો. તળેલો, મસાલાવાળો ખોરાક ન લો. જંક ફૂડ, સોફ્ટ ડ્રિન્ક્સ અને આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરો.
4. રેગ્યુલર એક્સર્સાઈઝ
શરીર હેલ્ધી અને ફિટ રાખવા માટે દરરોજ હળવી એક્સર્સાઈઝ કરો. અનુલોમ વિલોમ, કપાલભાતિ જેવા પ્રાણાયમ કરી શકો છો. તેનાખી શ્વસન તંત્ર મજબૂત બને છે. આ સિવાય જો તમને વર્કઆઉટ ગમતું હોય તો કોવિડથી રિકવર થયા બાદ તેને કન્ટિન્યુ કરી શકો છો.
5. મેન્ટલ હેલ્થનું પણ ધ્યાન રાખો
કોરોના મહામારીની અસર શરીર સાથે આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ચિંતા અને તણાવથી બીમારી ગંભીર બની શકે છે. મેડિટેશન અને યોગા કરી તમારું મનોબળ મજબૂત કરો. રિકવરી સમયે તમે નવી હોબીઝ પણ ડેવલપ કરી શકો છો.
Disclaimer: આ લેખમાં જણાવેલી રીત માત્ર સલાહ તરીકે લેવી. કોઈ પણ પ્રકારના ઉપાય/દવા/ડાયટ ફોલો કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.