હેલ્ધી ટિપ્સ:2021નાં ફિટનેસ ટ્રેન્ડ્સ નવાં વર્ષે પણ ફોલો કરો, હેલ્ધી રહેવાની સાથે સમય અને પૈસા પણ બચશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે પણ હોમ વર્ક આઉટ અને ઓનલાઈન જિમની આદત યથાવત રાખો

2021 કોરોના સામેની લડતમાં જ પસાર થઈ ગયું. આખું વર્ષ મોટા ભાગનો સમય વર્ક ફ્રોમ હોમ કે ઓનલાઈન અભ્યાસમાં પસાર થયો. આ વાતનો લાભ લઈ ઘણા લોકોએ લોકડાઉનને આફત નહિ પણ અવસરમાં ફેરવી અને ફિટનેસ પ્રત્યે સજાગ થઈ ગયા. 2021ના હેલ્ધી ટ્રેન્ડ્સ તમે નવાં વર્ષે અપનાવી ફિટ અને હેલ્ધી રહી શકો છો.

1. ઓનલાઈન જિમ

કોરોના આવ્યા પહેલાં લોકોના મનનાં ખૂણે પણ ઓનલાઈન જિમ એક્ટિવિટી કરવાનો વિચાર નહિ આવ્યો હોય. ભારતમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન અભ્યાસ સાથે ઓનલાઈન જિમનું ચલણ પણ વધી ગયું. આ વર્ષે પણ તમે ટાઈમ મેનેજમેન્ટ માટે ઓનલાઈન જિમ ક્લાસ જોઈન કરી ફિટ અને હેલ્ધી રહી શકો છો.

2. ફંક્શનલ ફિટનેસ

આ ટ્રેનિંગમાં દરરોજ કરવામાં આવતી ક્રિયાઓની કોપી કરાય છે. જેમ કે વૉકિંગ અને સ્ક્વોટ્સ. આ ટ્રેનિંગમાં એક જ સમયે મલ્ટિપલ માંસપેશીઓ માટે વર્કઆઉટ થાય છે. કોરોનામાં લોકડાઉને કારણે લોકોએ ઘરે રહી ફંક્શનલ ફિટનેસ પર ભાર આપ્યો. 2022માં પણ તમે તને કન્ટિન્યુ કરી શકો છો.

3. યોગ અને માઈન્ડફુલ મેડિટેશન

છેલ્લા 2 વર્ષ કોરોનાને કારણે લોકોને સમજાયું કે શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે તે જરૂરી છે. ઈન્ટરનેટ રિસોર્સિસની મદદથી લોકોએ માઈન્ડફુલ મેડિટેશનનો સહારો લીધો. મગજ અને શરીર વચ્ચે સંતુલન રાખવા માટે આ એક્ટિવિટી જરૂરી છે. તમારી લાઈફ સ્ટ્રેસફુલ હોય કે ન હોય સતત ઊર્જાવાન અને સકારાત્મક રહેવા માટે તમે આ વર્ષે પણ માઈન્ડફુલ મેડિટેશન કરી શકો છો.

4. હોમ વર્ક આઉટ

લોકડાઉનમાં જિમમાં તાળા હોવાથી તમે ઘરે જ વર્ક આઉટ કરવાની ટેવ અપનાવી હતી. આ ટેવ તમે હજુ પણ ચાલુ રાખી શકો છો. સમય અને પૈસા બચાવવા તમે ઘરે જ વર્કઆઉટ કરી ફિટ એન્ડ હેલ્ધી રહી શકો છો. આ વર્ષે તમે મિની જિમ ઈક્વિપમેન્ટ પણ વસાવી શકો છો.

5. ગ્રુપ ટ્રેનિંગ

તમે ફ્રેન્ડ્સ સાથે તો ઘણી ગ્રુપ ટ્રેનિંગ કરી હશે પરંતુ ક્યારેય પરિવાર સાથે કરી છે? 2021માં આપણને સમજાયું કે આપણો પરિવાર જ સર્વસ્વ છે. આ વિચારધારા નવાં વર્ષ માટે પણ અમલમાં મુકી ફેમિલી વર્કઆઉટ કરો. દરરોજ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા એક્સર્સાઈઝ અને યોગા કરો.