ફિટનેસ ટિપ્સ:પેટ ફૂલી જવું અને ઊલટી થવી પિત્તાશયની પથરીનાં લક્ષણો, બચવા માટે આ રીત અપનાવો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટ કહે છે કે, મેદસ્વિતા, હોર્મોનલ ઈમ્બેલેન્સ, ડાયાબિટીસ અને શરીરમાં કોલેસ્ટેરોલનું લેવવ વધી જવાથી પિત્તાશયની પથરીનું જોખમ વધી જાય છે
  • પિત્તાશયની પથરીથી બચવા માટે ફેટ અને તળેલી વસ્તુઓનું ઓછું સેવન કરો

જો તમને પિત્તાશયમાં પથરી છે તો તેની સારવાર વહેલી તકે કરાવી લો. એક્સપર્ટનું કહેવું છે કે પિત્તાશયની પથરી પિત્તાશયનાં કેન્સરનું કારણ બની શકે છે. તેથી પિત્તાશયની પથરીની અવગણના ન કરો. ગુરુગ્રામની સીકે બિરલા હોસ્પિટલના બેરિયાટ્રિક સર્જન ડૉ. મયંક મદાન કહે છે કે, ઘણી વખત તેનાં લક્ષણો જોવા મળતાં નથી. તેથી તેની સારવાર યોગ્ય રીતે થઈ શકતી નથી. આવા કેસમાં અવગણના ન કરવી જોઈએ. જાણો, પિત્તાશયમાં પથરીના કેવાં લક્ષણો જણાય તો અલર્ટ થઈ જવું જોઈએ અને તેનાથી કેવી રીતે બચવું...

પિત્તાશયમાં પથરી થવાનું કારણ શું છે?
ગૉલસ્ટોન અર્થાત પિત્તાશયની પથરી થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પિત્તાશયમાં કોલેસ્ટેરોલ અથવા બાઈલરુબીન વધારે જમા થઈ જાય છે તો પથરીની સ્થિતિ બને છે.

કયા પરિબળો પથરીનું જોખમ વધારે છે
એક્સપર્ટ કહે છે કે, મેદસ્વિતા, હોર્મોનલ ઈમ્બેલેન્સ, ડાયાબિટીસ અને શરીરમાં કોલેસ્ટેરોલનું લેવવ વધી જવાથી પિત્તાશયની પથરીનું જોખમ વધી જાય છે. આ સિવાય 40 વર્ષની ઉંમર પછી પણ જોખમ વધી જાય છે. તેના મોટા ભાગના કેસ મહિલાઓમાં જોવા મળે છે. ઝડપથી વજન ઘટી જવાથી પણ તેનું જોખમ રહે છે.

પિત્તાશયની પથરીના આ લક્ષણો હોઈ શકે છે
પિત્તાશયમાં નાની પથરી હોવાના કોઈ લક્ષણો નથી હોતા. જેમ જેમ તેનો આકાર વધવા લાગે છે તેમ તેમ તેના લક્ષણોની શરૂઆત થાય છે. પેટ ફૂલી જવું, ખાવાનું ન પચવું, ઊલટી થવી, પેટની વચ્ચેના ભાગમાં દુખાવો થવો. આ દુખાવો પેટની જમણી બાજુ અને ખભા તરફ ફેલાતો જાય છે. એક્સપર્ટ કહે છે કે, સ્થિતિ ગંભીર હોવા પર પરસેવો થવો, ઠંડી લાગવી, ભારે તાવ, કમળો અને મળનો રંગ માટી જેવો બને છે.

આ 6 વાતો પથરીથી બચાવશે

  • વધારે ફેટ અને તળેલી વસ્તુ ન લો.
  • ડાયટમાં ફાળા જેવી ફાઈબરવાળી વસ્તુ સામેલ કરો.
  • કેફિન અને વધારે ગળી વસ્તુ ન લો. ચા કોફીનું પ્રમાણ ઓછું કરો.
  • એકસાથે વધારે ભોજન લેવાથી બચો. તેને બદલે ટુકડે ટુકડે ભોજન લો.
  • કોઈ પણ ઋુતુમાં 6થી 8ગ્લાસ પાણી પીઓ.
  • પોતાનું વજન કન્ટ્રોલ કરવા માટે દરરોજ 45 મિનિટનું વર્કઆઉટ કરો.

શું લીંબું પાણી પીવાથી પથરીનો આકાર નાનો થાય છે
ઘણા લોકોનું માનવું છે કે લીંબું પાણી પીવાથી પથરીનો આકાર નાનો બને છે. ડૉ. મયંક મદાન આ વાત પર પ્રકાશ પાડતા કહે છે કે, આ વાતનું કોઈ પ્રમાણ નથી. તેના માટે ડૉક્ટર પાસે જઈ લેપ્રોસ્કોપિક સર્જરી કરાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...