• Gujarati News
  • Lifestyle
  • Health
  • Flat Or Inverted Nipples : Mother's Milk Is The Initial Food Of A Newborn. In This Way All The Needs Of The Child's Body Are Fulfilled. If In The Midst Of All This

ફ્લેટ નિપલ:નોર્મલ નિપલ ના હોય તો બાળકને દૂધ પીવડાવવામાં તકલીફ થાય છે, આ તકલીનું સોલ્યુશન આયુર્વેદમાં છુપાયેલું છે

શ્વેતા કુમારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓઈલ બાથ માટે તમે કોઈ સારા આયુર્વેદાચાર્યનો કોન્ટેક્ટ કરી શકો છો

શરુઆતમાં નવજાત બાળકનો આહાર માતાનું દૂધ જ હોય છે. તેનાથી જ બાળકના શરીરની જરૂરિયાતો પૂરી થાય છે. જો બાળકને દૂધ પીવડાવવામાં કોઈ તકલીફ થાય તો તેનાથી બાળક પર પણ અસર પડે છે અને માતા પણ દુઃખી થાય છે. બંને સ્વસ્થ જોવા છતાં જો આ તકલીફ જોવા મળે તો તેનું કારણ ફ્લેટ નિપલ હોય શકે છે. આ તકલીફથી માતા અને બાળક પર શું અસર થાય તે વિશે જણાવી રહ્યા છે અપોલો હોસ્પિટલની સીનિયર ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓન્કોલોજિસ્ટ ડૉ. સારિકા ગુપ્તા અને શ્રી વૈદ્ય આયુર્વેદ પંચકર્મા હોસ્પિટલની અલ્ટરનેટિવ મેડિસિન એક્સપર્ટ ડૉ. સોનિયા.

ફ્લેટ નિપલ એટલે શું?
સામાન્ય રીતે નિપલનો શેપ બાળકને દૂધ પીવામાં સરળતા રહે તેવો હોય છે. પરંતુ ઘણી મહિલાઓમાં ફ્લેટ કે ઈન્વર્ટેડ નિપલની તકલીફ જોવા મળે છે. આ વિશે ડૉ સારિકાએ કહ્યું, આનું કોઈ નક્કી કારણ નથી. આ તકલીફ માતાને ગર્ભથી થઈ શકે છે. ઘણા કેસમાં આ હોર્મોનલ ચેન્જ કે શારીરિક વિકાસ દરમિયાન પ્રોબ્લેમ થાય છે. બાળપણમાં આની ખબર રહેતી નથી. સમય જતા ડોક્ટરની સલાહ લેવામાં આવે તો ફ્લેટ કે ઇન્વર્ટેડ નિપલથી બચી શકાય છે.

ડૉ. સોનિયાએ કહ્યું, આ તકલીફ ઘણી બધી મહિલાઓમાં હોય છે. પરંતુ બેદરકારીને લીધે ગર્ભાવસ્થા દરમિયાન જ ખબર પડે છે. નિપલના ચાર પ્રકાર હોય છે.

  • નોર્મલ નિપલ: આ નોર્મલ હોય છે અને બાળકને દૂધ પીવડાવવા માટે યોગ્ય છે.
  • ફ્લેટ નિપલ: તેમાં નિપલ ફ્લેટ હોય છે. આને લીધે બાળક દૂધ પી શકતું નથી.
  • ઇન્વર્ટેડ નિપલ: આમાં નિપલ્સ અંદરની તરફ વળેલા હોય છે. બાળકને દૂધ પીવામાં પ્રોબ્લેમ થાય છે.
  • યુનિલેટરલ નિપલ: એક નિપલ ફ્લેટ હોય અને બીજું નોર્મલ હોય તેને યુનિલેટરલ નિપલ કહેવામાં આવે છે.

ફ્લેટ નિપલના ઉપાય શું છે?

  • બ્રેસ્ટ શેલ્સ: પ્લાસ્ટિકના બનેલા આ શેલ્સ બ્રાની અંદર મૂકવામાં આવે છે. ધીમે-ધીમે પ્રેશર આપવાનું હોય છે. નિયમિત ઉપયોગ કરવાથી ફ્લેટ અને ઇન્વર્ટેડ નિપલમાં ફેરફાર દેખાય છે. આનો ઉપયોગ કર્યા પહેલાં ડોક્ટરની સલાહ લેવી.
  • બ્રેસ્ટ સક્શન: આ એક પ્રકારનો પંપ હોય છે, તેની મદદથી નિપલ બહારની તરફ આવે છે. આ ઓનલાઈન પણ સરળતાથી મળી જાય છે, પરંતુ એક્સપર્ટની સલાહ વગર વાપરવું ના જોઈએ.
  • સિરીન્જ સકિંગ મેથડ: આ થેરપીમાં નિપલ પર સિરીન્જ લગાવીને મોઢાથી આગળની તરફ ખેંચવામાં આવે છે. આ રીત પણ ફ્લેટ કે ઇન્વર્ટેડ નિપલને સરખા કરવામાં અસરકારક સાબિત થાય છે.
  • ઓઈલ બાથ: આયુર્વેદમાં આ ટ્રીટમેન્ટથી પણ ફ્લેટ નિપલની તકલીફ સારી કરી શકાય છે. જો તમે આવી કોઈ ટ્રીટમેન્ટ વિશે વિચારતા હો તો આયુર્વેદાચાર્યની સલાહ ચોક્કસ લો.