તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Finland Is The Third Most Prosperous Country For The Third Time In A Row; India 4 Points Behind, Improving Pakistan's Ranking

ફિનલેન્ડ સતત ત્રીજી વખત સૌથી ખુશહાલ દેશ; ભારત 144મા ક્રમે તો પાકિસ્તાન 66મો સૌથી સુખી દેશ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંયુક્ત રાષ્ટ્રે હેપ્પીનેસ ઈન્ડેકસના 156 દેશોનો રિપોર્ટ જારી કર્યો
  • ખુશહાલી માપવા માટે 6 માપદંડના આધારે સવાલ તૈયાર કરવામાં આવ્યા હતા

લાઇફસ્ટાઇલ ડેસ્ક. ફિનલેન્ડે સતત ત્રીજી વખત વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અહીં માત્ર 55 લાખની વસ્તી છે. 20 માર્ચ એટલે કે વર્લ્ડ હેપ્પીનેસ ડે નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હેપ્પીનેસ ઈન્ડેક્સનો રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ સર્વેની સૌથી શોકિંગ વાત તો એ છે કે ભારતનું સ્થાન આ ઈન્ડેક્સમાં પાકિસ્તાન કરતાં પણ ક્યાંય પાછળ છે. ગયા વખત કરતાં ચાર ક્રમ પાછળ સરકીને આ વખતે ભારત છેક 144મા ક્રમે પહોંચી ગયું છે. આપણી પાછળ વિશ્વના અત્યંત ગરીબ અને થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ ગણાતા અફઘાનિસ્તાન, સાઉથ સુદાન, ઝિમ્બાબ્વે, રવાન્ડા જેવા દેશો છે.

તો બીજી તરફ આર્થિક તંગીનો સામનો કરી રહેલું પાકિસ્તાન આ યાદીમાં 66મા સ્થાન પર છે. તેના રેન્કિંગમાં એક ક્રમનો સુધારો થયો છે. તે ગત વર્ષે 67મા નંબર પર હતો. 156 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન સૌથી ઓછો ખુશહાલ દેશ છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ 156 દેશોની જનતા સુખી છે કે ખુશહાલ તે જાણવા માટે 6 માપદંડના આધાર પર સવાલ તૈયાર કરવામાં આવ્યા હતા. તેના સંબંધિત દેશના માથાદીઠ જીડીપી, સામાજિક સહયોગ, ઉદારતા, અને ભ્રષ્ટાચાર, સામાજિક સ્વતંત્રતા, સ્વસ્થ જીવનધોરણ જવાબના આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સૌથી ખુશહાલ દેશોમાં મોટાભાગના દેશ યુરોપિયન છે.

ઓછા ખુશહાલ દેશ
1. અફઘાનિસ્તાન 
2. સાઉથ  સુદાન
3. ઝિમ્બાબ્વે
4. રવાન્ડા
5. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક
6. તાન્ઝાનિયા
7. બોત્સ્વાના
8. યમન
9. મલાવી
10. ભારત

સૌથી ખુશહાલ

1. ફિનલેન્ડ
2. ડેનમાર્ક
3. સ્વિટ્ઝરલેન્ડ
4. આઇસલેન્ડ
5. નોર્વે
6. નેધરલેન્ડ
7. સ્વીડન
8. ન્યુઝીલેન્ડ
9. ઓસ્ટ્રિયા
10. લક્ઝમબર્ગ

અન્ય સમાચારો પણ છે...