ફેન્ટાસ્ટિક ફર્મેન્ટેડ ફૂડ:ઇમ્યુનિટી વધારવી હોય તો ઈડલી-ઢોંસા ખાઓ, આથેલી વાનગીઓ આંતરડાં સ્વસ્થ રાખશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આથેલી વસ્તુઓ ખાવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી તકલીફો દૂર થાય છે
  • ફર્મેન્ટેડ ફૂડ ડાયટમાં સામેલ કરવાથી વજન ઓછું થાય છે

તમે અવારનવાર ઈડલી, ઢોંસા કે ઢોકળા જેવી વાનગીઓ ઘરે કે બહાર ખાતા હશો. આ દરેક ફર્મેન્ટેડ એટલે કે આથેલી આઇટમ્સ છે. સ્ટડી કહે છે કે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કોરોનાટાઇમમાં તમે આ બધી વાનગીઓથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવી શકો છો. ઈડલી-ઢોંસા ખાવાથી અન્ય ઘણી હેલ્થ રિલેટેડ તકલીફો દૂર થાય છે. સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચ પ્રમાણે, ફર્મેન્ટેડ ફૂડ આંતરડાંમાં હેલ્ધી બેક્ટેરિયા વધારે છે અને ઇન્ફ્લેમેશનનાં લક્ષણો ઓછાં કરે છે. જાપાનમાં વર્ષોથી ફર્મેન્ટેડ ફૂડનો ઉપયોગ કરવામાં આવે છે. કોફી, ચોકલેટ અને બીન્સને ફર્મેન્ટ કરીને ઘણી બધી ડિશ બનાવી શકાય છે. અનાજ, દૂધ અને મીટને પણ ફર્મેન્ટેડ ફૂડ બનાવી શકાય છે. જાણીએ ફર્મેન્ટેડ કોને કહેવાય અને તેના ફાયદાઓ કયા કયા છે...

ફર્મેન્ટેડ ફૂડ એટલે શું?
યીસ્ટ એટલે આથામાંથી બનેલી વસ્તુઓ એટલે ફર્મેન્ટેડ ફૂડ. આ ફૂડ બનાવવા માટે તેની સામગ્રીને આખી રાત કે પછી રૂમ ટેમ્પરેચર પર અમુક કલાકો માટે રાખવામાં આવે છે. આને લીધે ખીરું ફૂલી જાય છે. જો આથો લાવવા માટે પૂરતો સમય ના હોય તો તેમાં બેકિંગ સોડા, યીસ્ટ કે ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રક્રિયામાં ફાયદાકારક બેક્ટેરિયા પેદા થાય છે, તેને પ્રોબાયોટિક કહેવાય છે. ફર્મેન્ટેડ ફૂડ ખાવાથી ટેસ્ટ થોડો ખાટો થાય છે.

ફર્મેન્ટેડ ફૂડથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ
ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ઉપયોગી: પેટમાં સારા બેક્ટેરિયા ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. તેનાથી સંક્રમણ અને ફ્લૂનું જોખમ ઓછું થઈ જાય છે. તેનાથી વિટામિન સી, આયર્ન અને ઝિંક હોવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે.

આંતરડાં માટે ફાયદાકારક: આંતરડાંમાં હાજર 5% માઇક્રોબ્સ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારા શરીરમાં 90% બીમારીઓનું કારણ બને છે. પેટ માટે સારા બેક્ટેરિયા જરૂરી છે, તે ડાયજેશન અને એબ્ઝોર્બપ્શનમાં મદદ કરે છે. આવાં ફૂડ ખાવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી તકલીફો પણ દૂર થાય છે. લેક્ટિક એસિડ આંતરડાં માટે ઘણું જરૂરી હોય છે. આંતરડાંમાં સારા અને ખરાબ એમ બંને બેક્ટેરિયા હોય છે. રોજ આપણે ઘણા બેક્ટેરિયાનું સેવન કરીએ છીએ. સારા બેક્ટેરિયા એસિડિક ફર્મેટેશન પ્રોડ્યુસ કરે છે, જે pH સ્તર ઓછું કરે છે. તેનાથી ખરાબ બેક્ટેરિયા શરીરની સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે.

વજન ઓછું કરવાનો સારો ઓપ્શન: ફર્મેન્ટેડ ફૂડ ડાયટમાં સામેલ કરવાથી વજન ઓછું થાય છે. તેનાથી મેટાબોલિઝ્મ યોગ્ય રહે છે.

વિટામિન A અને Cની માત્રા: લેક્ટિક એસિડ માત્ર ડાયજેશન જ નહીં પણ બોડીમાં વિટામિન A અને Cની માત્રા પણ સંતુલિત રાખે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સની જરૂર પૂરી કરે છે. આ બધી વાનગીથી વિટામિન B12 વધારે માત્રામાં મળી શકે છે.

ડાયાબિટીસ પેશન્ટ સેવન કરી શકે છે: ડાયાબિટીસના પેશન્ટ આ પ્રકારનાં ભોજનથી સુગર કન્ટ્રોલ કરી શકે છે.

ડાયટીશિયન રિયા સેને જણાવ્યું કે, પહેલાંના સમયમાં રેફ્રિજરેટરનો કોઈ ઓપ્શન નહોતો. આ દરમિયાન લોકો ફર્મેન્ટેડ ફૂડ વધારે ખાતા હતા. સાઉથ ઇન્ડિયન ભોજનમાં ફર્મેન્ટેશનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. તે હેલ્થ માટે ફાયદાકારક છે. ફર્મેન્ટેશન દરમિયાન ભોજનમાં ન્યૂટિશન વધે છે. આ ફૂડમાં હાજર પ્રોબાયોટિક મૂડ સારો રાખવામાં પણ મદદ કરે છે.

ફર્મેન્ટેડ ફૂડમાં આ વસ્તુઓ સામેલ કરી શકો છો: ઈડલી, ઢોંસા, બ્રેડ, ઢોકળાં, દહીં, અથાણાં, દહીં-ભાત, કેફિન, ભટૂરે વગેરે.