હાર્ટ અટેક પર નવું રિસર્ચ:મહિલાઓમાં અટેકના જોખમને સમજવામાં સ્ત્રી ડૉકટરો વધુ સક્ષમ, પુરુષ ડૉકટરો તણાવને એટલી ગંભીરતાથી લેતા નથી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિલાઓને હાર્ટ અટેક આવવાના કિસ્સા આજકાલ વધી ગયા છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે, સમયસર તેના વિશે ખબર પડતી નથી. પુરુષોની સાપેક્ષમાં મહિલાઓમાં હાર્ટ અટેકના 50% કિસ્સા શરુઆતમાં ડૉક્ટરના ધ્યાનમાં આવતા નથી. હાર્ટ અટેકથી થનારી 70% મોત એવી છે, જેમાં શરુઆતમાં હાર્ટ અટેકના લક્ષણો વિશે ખ્યાલ જ આવતો નથી.

લંડનના ઈમ્પીરિયલ કોલેડમાં કાર્ડિયાક ફાર્માલોજીના પ્રોફેસર સ્યાન હાર્ડિંગ કહે છે કે, વર્ષ 2002થી 2013 સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જ 8,200 મહિલાઓની મોત ફક્ત એટલા માટે થઈ કારણ કે, પ્રારંભિક સારવાર દરમિયાન હાર્ટ અટેકના લક્ષણોની ઓળખ થઈ શકી નહી. તેમણે લાંબા સમય સુધી પોતાની ટીમની સાથે મહિલાઓ અને પુરુષોમાં આવતા હાર્ટ અટેકના કિસ્સાઓ પર સંશોધન શરુ કર્યું. તેમણે ફ્લોરિડાના હોસ્પિટલ્સમાં હાર્ટ અટેકના 13 લાખ કિસ્સાઓ વિશે અભ્યાસ કર્યો.

મહિલા ડૉક્ટર હાર્ટ અટેકને જલ્દી જ ઓળખી શકે છે
રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓમાં હાર્ટ અટેકના જોખમને મહિલા ડૉક્ટરોએ પુરુષ ડૉક્ટરની સાપેક્ષમાં વહેલું ઓળખી લે છે. આવું એટલા માટે કારણ કે, પુરુષ ડૉક્ટરના મનમાં એ માન્યતા ઘર કરી ગઈ છે કે, મહિલાઓમાં હાર્ટ અટેકની સંભાવના ખૂબ જ ઓછી છે અને યુવાવસ્થામાં તો સાવ નહિવત. પુરુષ ડૉક્ટર મહિલાઓમાં થનારી બીજી સમસ્યાઓને તુરંત ઓળખી લે છે પણ હાર્ટ અટેકની ઓળખ તો મહિલા ડૉક્ટરના ધ્યાનમાં જ પહેલા આવે છે.

મોટાભાગના પુરુષ ડૉક્ટર પેઈન કિલર કે દર્દ નિવારક દવા આપીને ઘરે મોકલી દે છે જ્યારે મહિલા ડૉક્ટર હાર્ટ અટેકની આશંકા જતા જ ગાઈડલાઈન્સ અને નક્કી કરેલા નીતિ-નિયમોનું પાલન કરે છે. પુરુષ ડૉક્ટર મહિલાઓમાં થતા માનસિક તણાવને હળવાશમાં લે છે જ્યારે મહિલા ડૉક્ટર તેને ગંભીરતાથી લે છે. જો કે, લાંબી પ્રેક્ટિસ પછી પુરુષ ડૉક્ટર પણ હવે મહિલાઓમાં હાર્ટ અટેકના જોખમને ઓળખતા થઈ ગયા છે પરંતુ, હાર્ટ અટેકના જોખમમાંથી વધુમાં વધુ મહિલાઓને બહાર કાઢવાનો ફાળો તો મહિલા ડૉક્ટરના નામ પર જ છે.

મહિલાઓમાં હાર્ટ અટેકનું જોખમ પુરુષોની સરખામણીએ ઓછું
એક અંદાજ મુજબ હાર્ટ અટેકના કારણે 24% પુરુષો અને 21% મહિલાઓના મોત થઈ રહ્યા છે. પ્રોફેસર હાર્ડિંગ કહે છે કે, ડૉક્ટરોની ટીમમાં મહિલાઓની સંખ્યા વધારવી જોઈએ. અમેરિકાની ફિઝિશયન એલિશન મેકગ્રેગર કહે છે કે, અમેરિકામાં ફક્ત 4.5% મહિલા જ કાર્ડિયોલોજીસ્ટ છે.