તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Feeding Children Fruits And Vegetables Twice A Day Can Reduce The Risk Of Obesity By 25%, Find Out How To Control Obesity

લોકડાઉનમાં બાળકો મેદસ્વી બન્યાં:બાળકોને દિવસમાં 2 વખત ફળ-શાકભાજી ખવડાવવાથી મેદસ્વિતાનું જોખમ 25% ઘટાડી શકાય છે, જાણો મેદસ્વિતા કન્ટ્રોલ કરવાના ઉપાયો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જે બાળકો વધારે સમય સુધી ટીવી, મોબાઈલ અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તેમને મેદસ્વિતાનું વધારે જોખમ રહે છે
 • ફિટનેસ માટે બાળકોને બેલેન્સ્ડ ડાયટ અને ઘરની અંદર ફિઝિકલ એક્ટિવિટી કરાવવી જોઈએ

કોરોના વાઈરસને કારણે બાળકોની સ્કૂલ સહિતની એક્ટિવિટીઝ પર રોક લાગી છે. ઓનલાઈન સ્ટડીઝ અને ઓનલાઈન એક્ઝામના ટ્રેન્ડમાં બાળકો હવે મેદસ્વિતાનો શિકાર થઈ રહ્યા છે. મોટાં બાળકોમાં ડાયાબિટીસ, હૃદયરોગ, અસ્થમા અને ઊંઘ સંબંધિત બીમારીઓનું જોખમ વધારે હોય છે. જોકે ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં પબ્લિશ થયેલાં એક રિસર્ચ પ્રમાણે, દિવસમાં 2 વખત ભોજનમાં શાકભાજી અને ફળનું સેવન કરવામાં આવે તો મેદસ્વિતાનું જોખમ 25% ઓછું થાય છે.

અમેરિકાની હેલ્થ સંસ્થા CDC (સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન)ના જણાવ્યા પ્રમાણે, 6થી 17 વર્ષનાં બાળકોએ દરરોજ મિનિમમ 1 કલાક મોડરેટ ટુ હેવી ફિઝિકલ એક્ટિવિટીમાં સામેલ થવું જોઈએ. બેલેન્સ્ડ ડાયટ અને ઘરની અંદર બાળકોને ફિઝિકલ એક્ટિવિટી કરાવી તેમને ફિટ રાખી શકાય છે. કન્સલ્ટન્ટ એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડૉ. મોનિકા શર્મા પાસેથી જાણો બાળકોને મેદસ્વિતાથી કેવી રીતે બચાવશો...

બાળકોનાં સ્વાસ્થ્ય સંબંધિત આ વાતોનું ખાસ ધ્યાન રાખો
ટીવી જોતાં બાળકને ભોજન ન આપો, તે મેદસ્વિતા માટે જવાબદાર
હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના જણાવ્યા પ્રમાણે, બાળકો મેદસ્વી બની રહ્યા હોવાનું કારણ તેમનું સ્ક્રીન એક્સપોઝર છે. જે બાળકો વધારે સમય સુધી ટીવી, મોબાઈલ અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તેમને મેદસ્વિતાનું વધારે જોખમ રહે છે. વધારે સમય સુધી ટીવી આગળ બેસી રહેવાનો અર્થ થાય છે કે વધારે નાસતાનું સેવન. અર્થાત હાઈ શુગર અથવા હાઈ ફેટ. આ કારણ મેદસ્વિતા માટે જવાબદાર છે.

જે આદત બાળકો અપનાવે તે ઈચ્છો છો પહેલાં તમે તેનું પાલન કરો
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના રિપોર્ટ પ્રમાણે, બાળકોને સારી આદતની હેબિટ પડે તે માટે જરૂરી છે કે પેરેન્ટ્સ પહેલાં પોતે તે આદત અપનાવે. રિસર્ચ પ્રમાણે, પેરેન્ટ્સની ડાયટની સારી આદત અને ફિટનેસ જોઈ બાળકો જાગૃત થાય છે. પેરેન્ટસની હેલ્ધી હેબિટ્સ બાળકો અપનાવે છે.

ઉંમર પ્રમાણે આટલું ડાયટ હોવું જોઈએ
3 વર્ષના બાળકોને આશરે 1000થી લઈને 1400 અને 9થી 13 વર્ષના કિશોરને આશરે 1400થી 2200 કેલરીની જરૂર હોય છે. તેમનાં ડાયટમાં આ 4 વસ્તુ સામેલ કરો.

 • ફળ અને શાકભાજી. તેમાં વિટામિન્સ, ફાઈબર અને મિનરલ્સ મળશે.
 • મિક્સ્ડ નટ્સ. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં તત્વ મળશે.
 • અનાજ.
 • ડેરી પ્રોડક્ટ.

આ રીતે જાણો બાળકો મેદસ્વિતાનો શિકાર છે કે કેમ
બાળકોનો ગ્રોથ કેવી રીતે થઈ રહ્યો છે તે તમે BMIથી ચેક કરી શકો છે. BMI અર્થાત બોડી માસ ઈન્ડેક્સ. BMI ચેક કરવા માટે ઓનલાઈન કેલક્યુલેટર અવેલેબલ હોય છે. BMI 18થી 22 વચ્ચે હોય તે ફિટનેસની નિશાની છે. BMI આ રીતે કેલક્યુલેટ થાય છે: વજન (કિલોગ્રામમમાં) ÷ (હાઈટX હાઈટ cm)x 10,000

 • BMI 25થી ઉપર છે તો મેદસ્વિતાનું જોખમ.
 • BMI 15થી ઓછું હોય તો અન્ડરવેટનું જોખમ.
અન્ય સમાચારો પણ છે...