આપણા અંગોમાં સૌથી વધુ મહત્ત્વનું અંગ હોય તો તે છે લિવર. લિવર500થી વધુ બોડી ફંક્શનમાં મદદ કરે છે, તેથી લિવરનું ફિટ અને હેલ્ધી રહેવું ખુબ જ જરૂરી છે. આપણી લાઇફસ્ટાઇલ અને ખાવાપીવામાં ઠેકાણા ન હોવાને કારણે એંક બીમારીઓ ઘર કરી જાય છે, તે પૈકી એક છે ફેટી લિવરની સમસ્યા.
જો સમયસર આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો તે સમય જતા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ફેટી લિવર એક એવી સ્થિતિ છે જ્યારે લિવરના કોષોમાં બિનજરૂરી ચરબીનું પ્રમાણ વધે છે અને લિવરને નુકસાન થવાનું જોખમ રહે છે. ડોક્ટર વાય.પી.સિંહ ચ ફેટી લિવરના લક્ષણો અને તેને કેવી રીતે મટાડી શકાય છે તે અંગે માહિતગાર કરી રહ્યાં છે.
બે પ્રકારના હોય છે ફેટી લિવર
ફેટી લિવર બે પ્રકારના હોય છે. પ્રથમ નોન-આલ્કોહોલિક ફેટી લિવર છે અને બીજું આલ્કોહોલિક ફેટી લિવર છે. જે લોકો આલ્કોહોલ પીતા નથી અથવા ઓછા પ્રમાણમાં પીએ છે તેમને નોન-આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે.
તો આલ્કોહોલિક ફેટી લિવરની બીમારી તે લોકોમાં વધારે જોવા મળે છે જે લોકો વધારે દારૂ પીએ છે. જો કોઈ વ્યક્તિ ફેટી લિવરથી પીડિત થયા પછી પણ આલ્કોહોલનું સેવન કરે છે તો આલ્કોહોલ હિપેટાઇટિસ, લિવર ફેલ્યોર, સિરોસિસ અને લિવર કેન્સરનું પણ કારણ બની શકે છે.
પેટની ઉપરની જમણી બાજુએ દુખાવો થતો હોય તો ફેટી લિવરના લક્ષણો
જો પેટની ઉપરની જમણી બાજુએ દુખાવો, થાક અને લિવર વધવાની સમસ્યા હોય તો લક્ષણ હોઈ શકે છે. જો તમારું વજન વધારે હોય કે સ્થૂળતા હોવ તો તમે દરરોજ જેટલી કેલરી લો છો તેમનું પ્રમાણ ઘટાડી દો. જો તમારું વજન બરાબર છે છે, તો હેલ્ધી ડાયટ લો અને કસરત કરીને તેને જાળવવાનો પ્રયાસ કરો. અઠવાડિયાંના મોટાભાગના દિવસોમાં કસરત કરો. દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરો. કોઈ પણ પ્રકારનો નશો ન કરો.
આ લક્ષણોથી સમજી શકો છો કે લિવરની સમસ્યા છે
શરીરમાં ફેટી લિવરના આમ તો કોઈ લક્ષણો જોવા નથી મળતા. આમ છતાં પણ પેટમાં ઉપરની તરફ અથવા જમણી બાજુ દુખાવો, થાક અને લિવર વધવાની કોઈ સમસ્યા છે તો આ ફેટી લિવરનું લક્ષણ હોઈ શકે છે. નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ અને સિરોસિસના સંભવિત લક્ષણોમાં હથેળીની લાલાશ, પેટમાં સોજો, ત્વચાની સપાટી નીચે વધેલી રક્તવાહિનીઓ અને ત્વચા અને આંખોને પીળાશ (કમળાનો રોગ) હોઈ શકે છે.
ફેટી લિવર પાછળ અનેક કારણ જવાબદાર હોઈ શકે છે. આવો જાણીએ...
આલ્કોહોલ લેવાથી ફેટી લિવરની સમસ્યા થઇ શકે છે. જો તમે દરરોજ દારૂ પીઓ છો તો ફેટી લિવર છે કે નહીં તે જાણવા માટે ચેકઅપ અચૂક કરાવવું જોઈએ.
સ્થૂળતા- સ્થૂળતા પણ ફેટી લિવરનું મુખ્ય કારણ હોઈ શકે છે. શરીરમાં વધારાની ચરબી ફેટી લિવર જ નહીં પરંતુ હાઈ બ્લડ પ્રેશર કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ જવાબદાર છે.
ખાસ દવા- કેટલીક દવાઓ ફેટી લિવરની સમસ્યાનું કારણ બની શકે છે અને તેને વધારી શકે છે. સંશોધનમાં એ વાત સામે આવી છે કે એસ્પિરિન જેવી દવાઓ ફેટી લિવરનું કારણ બની શકે છે.
બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતો- જે લોકો વધારે તીખું-તળેલું અને વધુ ફાસ્ટ ફૂડ ખાઈ છે તે લોકોમાં ફેટી લિવરની સમસ્યાનું કારણ બની શકે છે.
જેનેટિક્સ - ક્યારેક ફેટી લિવર માટે આનુવંશિકતા પણ જવાબદાર હોઈ શકે છે. જો તમારા ઘરના કોઈને, ખાસ કરીને માતા અથવા પિતાને આ સમસ્યા પહેલા થઈ હોય, તો તમારામાં આ સંભાવના અનેક ગણી વધી જાય છે.
આ રહ્યા ઘરગથ્થુ ઉપાય
લિવરનો સોજો ઓછો કરવા માટે દરરોજ ગ્રીન ટી પીવો. ગ્રીન ટીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ફેટી લિવરની સમસ્યાથી પીડાતા લોકોએ દિવસમાં ઓછામાં ઓછા બે વખત ગ્રીન ટી પીવી જોઈએ. લિવરની બળતરા ઓછી કરવા માટે સવારે ખાલી પેટ જીરું ખાઓ.
ડાયટમાં હળદરને સામેલ કરો
હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે લિવરનું સ્વાસ્થ્ય સુધરે છે. એશિયન દેશોમાં આ મસાલાનો ઉપયોગ રસોઈમાં વધુ થાય છે અને હવે પશ્ચિમી દેશોના લોકોએ પણ લિવરને સ્વસ્થ રાખવા માટે હળદરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કેટલાક અભ્યાસો અનુસાર, હળદરની એન્ટી વાઇરલ ક્રિયા હેપેટાઇટિસ બી અને સી વાયરસના ગુણાકારને અટકાવે છે. હળદરનો ઉપયોગ કરવાનો સૌથી સહેલો અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને રાંધતી વખતે મસાલા સાથે ભેળવીને ખાવું અથવા દૂધમાં એક ચપટી હળદર ઉમેરીને રોજ પીવું. આ તમને લિવર સંબંધિત બીમારીઓથી દૂર રાખશે.
ત્રિફલા ચૂર્ણથી લિવર ફેટ દૂર થશે
આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. આંબળા, બિભીતકી અને હરિતકીને પીસીને ત્રિફળા પાવડર તૈયાર કરવામાં આવે છે. ત્રિફળા પાવડરને હુંફાળા પાણી સાથે લેવાથી કબજિયાતની સમસ્યામાં ફાયદો થાય છે. ત્રિફળાનું સેવન લિવરની સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે કારણ કે તેના સેવનથી પાચન ઉત્સેચકો સક્રિય થાય છે અને લીવરમાંથી ઝેરી તત્ત્વોબહાર નીકળી જાય છે.
આલ્કોહોલિક ફેટી લિવર માટે મુલેઠી ગુણકારી
આલ્કોહોલિક ફેટી લિવર એ એક સમસ્યા છે જે વધુ પડતા પીવાથી થાય છે. લિકરિસના સેવનથી આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યામાંથી રાહત મળે છે. મુલેઠીમાં જોવા મળતા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો ફેટી લિવરની સમસ્યાને દૂર કરી શકે છે. તેમાં હાજર હેપેટોપ્રોટેક્ટીવ તત્વ લીવરનું રક્ષણ કરે છે. અડધી ચમચી મુલેઠીના બીજનો પાવડર બનાવીને તેને ગરમ પાણીમાં નાખીને 10 મિનિટ સુધી રહેવા દો અને પછી પીવો.
જંક ફૂડથી દૂર રહો
ફેટી લિવરની સમસ્યાથી બચવા માટે જંક ફૂડનું સેવન ન કરો. તેમજ જમતી કરતી વખતે તમારું અડધું પેટ ફક્ત સલાડ અને શાકભાજીથી ભરો. ખાવાના 30 મિનિટ પહેલાં પાણી પીવો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.