ડબલ ચિન:ડોકની આજુબાજુ ચરબી થઈ જામી ગઈ હોય તો આ ઘરેલુ નુસખા ટ્રાય કરો, ચ્યુઇંગમ ચાવવાથી જૉ લાઈનની આજુબાજુની ચરબી ઓગળશે

શ્વેતા કુમારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફુગ્ગા ફુલાવવાથી ગળાની આજુબાજુની ફેટ ઓછી થશે

ડોકની આજુબાજુ જમા થયેલી ચરબી જોવામાં ખરાબ લાગે છે અને તેનાથી આપણે ઉંમર કરતાં વધારે મોટા દેખાઈએ છીએ. ઘણી મહિલાઓની બોડી સ્લિમ હોય છે પણ તેમની ડોકની આજુબાજુ ચરબી દેખાય છે. જો તમે કે તમારી ફેમિલી મેમ્બર અથવા તો મિત્ર આ તકલીફનો સામનો કરી રહ્યા હો તો ચિંતા ના કરો, આયુર્વેદિક ડૉ. સુરભિ સક્સેના જણાવી રહ્યા છે હોમ રેમિડી.

ડૉ. સક્સેનાએ કહ્યું, ફેસ ફેટ ઓછી કરવા માટે હાલ માર્કેટમાં ઘણા વધ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અવેલેબલ છે. જો તમે ઘરેલુ ટિપ્સથી ચરબી ઓછી કરવા માગતા હો તો આ ટિપ્સ ફોલો કરો:

ફુગ્ગા ફુલાવો: રોજ થોડા ઘણા ફુગ્ગા ફુલાવવાનું શરૂ કરી દો. ફુગ્ગા ફુલાવવાથી ગળાની કસરત થાય છે અને નેક ફેટ આપોઆપ ઓછી થઈ જાય છે. આ હેબિટ તમે રોજ 10થી 15 મિનિટ સુધી રૂટિનમાં સામેલ કરો.

ચ્યુઇંગમ ચાવો: આ એક એવી રેમિડી છે, કે જેના માટે તમારે સમય કાઢવાની જરૂર નથી. સતત ચ્યુઇંગમ ચાવવાથી મોઢાની કસરત થાય છે અને તે જૉ લાઈનની આજુબાજુની ચરબીને ઓછી કરે છે.

‘O’ એક્સર્સાઈઝ સૌથી અસરકારક: રોજ ‘O’ એક્સર્સાઈઝ માટે થોડો સમય કાઢો. ટીવી જોતા હો કે રોટલી બનાવતા હોય, આ કસરતમાં તમારે મોઢાથી ‘O’ કહેવાનું છે. થોડી સેકન્ડ માટે આ પોઝમાં રહો અને પછી ફરીથી આ પ્રક્રિયા કરો. ઓછામાં ઓછા 15 વાર આ કસરત કરો. રેગ્યુલર આ કરવાથી તમને ચહેરા પર રિઝલ્ટ દેખાશે.

હોટ વોટર ટ્રીટમેન્ટ: આ રીત પણ નેક ફેટ ઘટાડવા માટે અસરકારક છે. રોજ 10થી 15 મિનિટ સુધી ગરમ ટુવાલથી ડોકની નજીક શેક લો. રેગ્યુલર આ પ્રેક્ટિસ કરવાથી ફેટ ઓછી કરવામાં મદદ મળશે. ધ્યાન રાખો, તમને નુકસાન થાય તેટલો ગરમ ટુવાલ ના હોવો જોઈએ.

વધારે પાણી પીઓ: વધારે પાણી પીવાથી ફેટથી પણ બચશો અને પેટમાં એક્સ્ટ્રા ફૂડ ઇનટેકની જગ્યા નહીં રાખે. તેનાથી ભોજન ઓછું ખવાશે અને ગળું જ નહીં પણ અન્ય ભાગમાં પણ ફેટ જમા નહીં થાય. ડાયટમાં તળેલું ભોજન ખાવાને બદલે ફ્રૂટ્સ કે સલાડ સામેલ કરો.