પ્રિકોશનરી ડોઝ:વેક્સિનના ત્રીજા ડોઝને કેમ પ્રિકોશનરી ડોઝ કહેવામાં આવી રહ્યો છે, નિષ્ણાતો પાસેથી જાણો તેનું કારણ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરળ ભાષામાં પ્રિકોશનરી ડોઝનો અર્થ એક જ વેક્સિનનો ત્રીજો અથવા એડિશનલ ડોઝ થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 60 વર્ષની કરતાં વધુ વયના લોકો માટે 10 જાન્યુઆરીથી વેક્સિનનો 'પ્રિકોશનરી ડોઝ' આપવાની જાહેરાત કરી, જે કોમાર્બિડિટીઝ હેઠળ આવે છે. સાથે 10 જાન્યુઆરીથી હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ કોરોનાની વિરુદ્ધ પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. જો કે, પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એક પણ વખત 'બૂસ્ટર ડોઝ' શબ્દનો ઉપયોગ નથી કર્યો. નિષ્ણાતોના અનુસાર, આ બંને શબ્દોની વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ તફાવત છે. ​​​​​​

પ્રિકોશનરી ડોઝ અને બૂસ્ટ શોટમાં શું તફાવત છે
સરળ ભાષામાં પ્રિકોશનરી ડોઝનો અર્થ એક જ વેક્સિનનો ત્રીજો અથવા એડિશનલ ડોઝ થાય છે. ડૉક્ટર્સ તેને એવા દર્દીઓને આપશે, જેમનું શરીર ગંભીર બીમારીઓના કારણે ઘણું કમજોર છે. ઉદાહરણ- HIV અને કેન્સરથી પીડિત દર્દીઓ. આ ડોઝને પ્રિકોશનરી એટલા માટે કહેવામાં આવી રહ્યો છે કેમ કે તે એવા લોકોને આપવામાં આવશે, જેમની અંદર વેક્સિનના બંને ડોઝ પછી પણ ઈમ્યુનિટી વધી નથી.

તે ઉપરાંત પ્રિકોશનરી ડોઝ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે, કેમ કે ભારતમાં ફાઈઝર અને મોર્ડનાનો બૂસ્ટર શોટ ઉપલબ્ધ નથી.

ધ ક્વિન્ટ સાથે વાત કરતા ડૉ. ચંદ્રકાંત લહરિયાએ જણાવ્યું કે એક વેક્સિનનો બૂસ્ટર ડોઝ ત્યારે કહેવામાં આવે છે, જ્યારે તે મૂળ વેક્સિનથી થોડો અલગ હોય. કેન્દ્ર સરકાર કદાચ જૂની વેક્સિનનો જ ત્રીજો ડોઝ આપવાની તૈયારીમાં છે, તેથી તેને પ્રિકોશનરી ડોઝ કહેવામાં આવી રહ્યો છે.

10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ અને 60 વર્ષની કરતાં વધુ વયના લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવશે, જેઓ પહેલાથી જ ગંભીર બીમારીથી પીડિત છે.
10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ અને 60 વર્ષની કરતાં વધુ વયના લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવશે, જેઓ પહેલાથી જ ગંભીર બીમારીથી પીડિત છે.

બૂસ્ટર શોર્ટ એવા લોકોને આપવામાં આવે છે જેમની ઈમ્યુનિટી સમયની સાથે ઘટતી જાય છે. મૂળ વેક્સિનના બંને ડોઝની અસર 6 મહિનાથી 1 વર્ષ સુધી રહે છે. તેથી અલગ પ્રકારની વેક્સિન આપીને ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં આવે છે.

આ જ કારણ છે કે બ્રિટનમાં જે વસ્તીને એસ્ટ્રાઝેનેકા વેક્સિન આપવામાં આવી હતી, આજે તેમને બૂસ્ટર તરીકે ફાઈઝરની વેક્સિન આપવામાં આવી રહી છે. બૂસ્ટર ડોઝનો ટાર્ગેટ માત્ર ગંભીર બીમારીઓથી પીડિત લોકો જ નથી પરંતુ સમગ્ર વસ્તી છે.

સરકારે ત્રીજા ડોઝનું નામ પ્રિકોશનરી કેમ રાખ્યું?
જ્યાં ફાઈઝર અને મોર્ડનાના બૂસ્ટર શોટ્સ પર કેટલીક સ્ટડી કરવામાં આવી છે, ત્યાં કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ત્રીજો ડોઝ અસરકારક હશે કે નહીં, તેના અત્યારે કોઈ પુરાવા નથી. નિષ્ણાતોના અનુસાર, આ જ કારણ છે કે વેક્સિનના એડિશનલ ડોઝને બૂસ્ટરની જગ્યાએ પ્રિકોશનરી કહેવામાં આવે છે.