• Gujarati News
  • Lifestyle
  • Health
  • Coronavirus Disease Experts Say It Is Best To Wash Hands With Soap, As Frequent Use Of Sanitizers Also Kills Essential Skin Bacteria.

હાથ સાફ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે:નિષ્ણાતોએ કહ્યું- સાબુથી હાથ ધોવાનું સૌથી સારું, વારંવાર સેનિટાઈઝરના ઉપયોગથી ત્વચાના જરૂરી બેક્ટેરિયા પણ મરી જાય છે

2 વર્ષ પહેલા
  • સેનિટાઈઝરમાં રહેલા બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ ત્વચા માટે જરૂરી બેક્ટેરિયાને પણ ધોઈ નાખે છે; બળતરા અને ખંજવાળ થઈ શકે છે
  • સેનિટાઈઝરમાં કેમિકલ હોવાને કારણે રોમછિદ્ર શુષ્ક થઈ જાય છે, તેના વારંવાર ઉપયોગથી સ્કિન એલર્જી, માથામાં દુખાવો અને ચક્કર આવી શકે છે

કોરોનાવાઈરસથી બચવા માટે મેડિકલ ડિપાર્ટમેન્ટે આંખ, નાક અને મોંને સ્પર્શ કરતા પહેલા હાથોને સેનિટાઈઝથી ધોવાની સલાહ આપી છે. લોકો વારંવાર કોઈપણ વસ્તુને સ્પર્શ કરતા પહેલા અને પછી સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. એ જાણ્યા વિના કે તેનાથી સાઈડ ઈફેક્ટસ થાય છે. 

ભાસ્કરે સંબંધિત રોગોના નિષ્ણાતોની સલાહ લીધી હતી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સેનિટાઈઝરનો વધારે ઉપયોગ કરવાથી ત્વચામાં રહેલા સારા બેક્ટેરિયા પણ મરી જાય છે. એસએમએસ કાવંટિયા, સેઠી કોલોની, બનીપાર્ક અને જયપુરિયા હોસ્પિટલમાં દરરોજ આવા 15 થી 20 કેસ આવે છે.

સ્કિન એક્સપર્ટ ડોક્ટર પેનલઃ ડો. ઋષિ ભાર્ગવ, ડો.યુ.એસ અગ્રવાલ, ડો. દીપક માથુર, ડો. પુનીત ભાર્ગવ, ડો. આર.પી.ડોરિયા

ત્રણ કેસોથી સમજોઃ સાબુ vs સેનિટાઈઝરનો ફંડા
કેસ 1ઃ હાથો પર ફોલ્લીઓ અને ખંજવાળ
જવાહર નગર કોયલ (32)ફોલ્લીઓ, ખંજવાળ અને કાળી જાડી ચામડીની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી. આ લક્ષણ 15 દિવસથી હતા. કોયલે જણાવ્યું કે, ઘણી વખતે તે સેનિટાઈઝરથી હાથ ધોવે છે. તેણે સેનિટાઈઝરનો ઓછો ઉપયોગ કરવાની સલાહની સાથે સ્કિન એલર્જીની સારવાર આપવામાં આવી. 

કેસ 2ઃ હાથની ચામડી નીકળવાની સાથે ખંજવાળ શરૂ થઈ
માલવીય નગરના રમેશ (40) વારંવાર હાથની ચામડી નીકળવાની અને ખંજવાળની સમસ્યા બતાવવા માટે આવ્યા. આ સમસ્યા 20 દિવસથી હતી. તેનું કાણ સેનિટાઈઝરનો વધારે ઉપયોગ કરવાનું હતું. પરિણામે ક્યુમૂલેટિલ ઈન્સલ્ટ એન્ડ કોન્ટેક્ટ ડર્મેટાઈટીસ બીમારી થઈ ગઈ. 

કેસ 3ઃ હથેળી ખરબચડી થઈ ગઈ અને બળતરા થવા લાગી
વૈશાલી નગરમાં રહેતી યુવતીની હથેળીઓ ખરબચડી થઈ ગઈ અને બળતરા થવા લાગી. યુવતીને કોરોનાથી એટલો ડર હતો કે, ઘરના લોકો ના પાડતા હોવા છતાં 20થી વધુ વખત સેનિટાઈઝરથી હાથ ધોતી હતી. ડોક્ટરે સ્કિન એલર્જીની દવા આપી, હવે સારું છે. 

સેનિટાઈઝરથી શું સમસ્યા થાય છે?
ઇથેનોલ, એન-પ્રોપેનોલ, આઈસોપ્રોપિલ ડ્રાય આલ્કોહોલ હાથના કુદરતી ભેજને નષ્ટ કરે છે. કેમિકલના કારણે રોમછિદ્રો શુષ્ક થઈ જાય છે. સેનિટાઇઝરના આ ત્રણ ઘટકોનો વારંવાર ઉપયોગથી સ્કિન એલર્જી, માથામાં દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. સેનિટાઈઝરમાં બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ હોય છે, જે  ત્વચા માટે જરૂરી જંતુઓ અને બેક્ટેરિયાને પણ ધોઈ નાખે છે. તેનાથી બળતરા અને ખંજવાળ પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...