હેલ્થ ટિપ્સ:મગજની આઘાતજનક ઈજાને દૂર કરશે આ પ્રાયોગિક દવા, અભ્યાસમાં થયો ખુલાસો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક પ્રાયોગિક દવાએ મગજની આઘાતજનક ઈજા સાથે સંકળાયેલ અમુક ન્યુરલ (મજ્જાતંતુ સંબંધિત) ડેમેજને ઉલટાવી દેવાની ક્ષમતા દર્શાવી છે. આ દવા સંભવિતપણે ભવિષ્યમાં ઉશ્કેરાટને કારણે મગજમાં થતાં નુકસાનને પણ અટકાવી શકે છે એવું ન્યૂ એટલાસ રિપોર્ટ દર્શાવે છે.

આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોનાં સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં તેઓએ ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેસ રિસ્પોન્સ (ISR) તરીકે ઓળખાતા સિગ્નલિંગ પાથવે પર ધ્યાન આપ્યું હતું. આ એક સામાન્ય સેલ્યુલર મિકેનિઝમ છે કે, જે પર્યાવરણીય તાણની હાજરીમાં ટ્રિગર થાય છે અને પરિણામે કોષોમાં પ્રોટીન ઉત્પાદનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે. આ અભ્યાસ શરૂઆતમાં અલ્ઝાઈમર જેવા ન્યુરોડિજનરેટિવ રોગોની સારવાર માટે મગજમાં ISRને અવરોધિત કરી શકે તેવી દવાઓ શોધવા પર કેન્દ્રિત હતો. ISRIB (ISR ઇન્હિબિટર) નામની એક દવા વિવિધ પ્રાણી મોડેલોમાં મગજની બીમારીઓનાં નિદાનમાં સફળ સાબિત થઈ છે. આના આધારે સંશોધકોએ જોયું કે, ‘શું મગજની ઇજાઓનો ઉપચાર કરતી વખતે પણ દવાની સમાન ફાયદાકારક અસરો હતી.’

આ દવાએ આઘાતજનક મગજની ઇજાનાં વિવિધ માઉસ મોડલ્સમાં વર્તન અને સમજશક્તિમાં સુધારો કર્યો પરંતુ, તે આવું કેવી રીતે કરી રહ્યું હતું તે ખ્યાલ નહોતો આવતો. નવા અભ્યાસમાં મગજના ‘પેરિએટલ કોર્ટેક્સ’ તરીકે ઓળખાતા એક ભાગમાં ઊંડાણપૂર્વક જોવામાં આવ્યું હતું. આ ભાગ કાર્યકારી મેમરી માટે જવાબદાર છે. મગજની ઈજા પછી ખરેખર શું થાય છે? તે જોવા માટે સંશોધકોએ અત્યાધુનિક ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો.

સંશોધકોએ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે, કેવી રીતે મગજની ઇજા ડેંડ્રિટિક સ્પાઇન્સને એલર્ટ આપે છે. હળવા ઉશ્કેરાટ પછી સંશોધકોએ પેરિએટલ કોર્ટેક્સમાં સપાટી પર નવા ડેંડ્રિટિક સ્પાઇન્સનો ઉભરો જોયો. જો કે, સહ-વરિષ્ઠ લેખિકા સુસાન્ના રોસીના જણાવ્યા અનુસાર, આ ખરેખર સારી બાબત નથી, ‘કેટલાકને શરૂઆતમાં આ વિરોધાભાસી લાગી શકે છે, જો એમ ધારી રહ્યા છીએ કે વધુ ડેન્ડ્રીટિક સ્પાઇન્સ નવી યાદો બનાવવા માટે સારી બાબત હશે પરંતુ, વાસ્તવમાં ઘણી બધી નવી સ્પાઇન્સ હોવી એ ઘોંઘાટીયા રૂમમાં રહેવા જેવું છે. જ્યારે ઘણા બધા લોકો વાત કરતા હોય, ત્યારે તમે તમને જોઈતી માહિતી સાંભળી શકતા નથી.’

પૂર્વધારણાઓ મુજબ તીવ્ર મગજની ઇજા સતત સંકલિત તણાવ પ્રતિભાવને સક્રિય કરી શકે છે, જે આખરે ડેંડ્રિટિક સ્પાઇન્સની સતત વૃદ્ધિ તરફ દોરી શકે છે. આ પ્રક્રિયા વ્યક્તિની સમજણશક્તિને નુકસાન પહોંચાડી શકે છે. ISRIBનાં વહીવટ પર અભ્યાસ કરવામાં આવેલ માઉસ મોડેલોમાં મગજની સમજણશક્તિમાં સુધારો જોવા મળ્યો. આ પરિણામો ફક્ત પ્રાણીના મોડેલોમાં જ જોવા મળ્યા હતા અને માનવો માટે તે રિલીઝ થાય તે પહેલાં તેમાં ઘણાં ફેરફારો કરવા પડી શકે. ન્યુરોડિજનરેટિવ બીમારીમાં પ્રારંભિક ઉપયોગ માટે સલામતી પરીક્ષણો પહેલેથી જ ચાલુ છે. રોઝીએ ઉમેર્યું, ‘આ અભ્યાસ આપણને યાદ અપાવે છે કે, મગજની ઈજાને સરળતાથી રિપેર કરી શકાય છે.’