• Gujarati News
  • Lifestyle
  • Health
  • Exercising Lightly During Pregnancy Strengthens The Baby's Lungs, Eliminating The Risk Of Asthma; Norwegian Researchers Claim

માતાઓને અલર્ટ કરનાર રિસર્ચ:પ્રેગ્નન્સીમાં હળવી એક્સર્સાઈઝ કરવાથી બાળકોના ફેફસાં મજબૂત થાય છે, અસ્થમાનું જોખમ નથી રહેતું; નોર્વેના સંશોધકોનો દાવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિઝિકલી એક્ટિવ રહેતી મહિલાઓના બાળકોના ફેફસાં મજબૂત હોય છે

પ્રેગ્નન્સી દરમિયાન હળવી એક્સર્સાઈઝ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ ગર્ભમાં ઊછરી રહેલા બાળક માટે પણ ફાયદાકારક હોય છે. નોર્વેના વૈજ્ઞાનિકોએ પોતાના તાજેતરના રિસર્ચમાં તેને સાબિત પણ કર્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન દરરોજ એક્સર્સાઈઝ અથવા ફિઝિકલી એક્ટિવ રહેતી મહિલાઓના બાળકોના ફેફસાં મજબૂત હોય છે. તેમને ભવિષ્યમા અસ્થમા થવાનું જોખમ નથી રહેતું.

રિસર્ચની 4 મોટી વાતો

  • રિસર્ચ કરનાર ઓસ્લો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 800થી વધુ ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ કર્યું. રિસર્ચ દરમિયાન મહિલાઓને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલી એક્ટિવ રહે છે. આ મહિલાઓથી જન્મેલા બાળકોનું 3 મહિનાની ઉંમરે ફેફસાંની તપાસ કરવામાં આવી.
  • ફેફસાંની તપાસ માટે બાળકોના નાક અને મોં પર માસ્ક લગાવવામાં આવ્યું. ત્યારબાદ તેમની શાંત રહેવા અને શ્વાસ લેવાની ગતિનું મોનિટર કરવામાં આવ્યું. બાળક કેટલો શ્વાસ લઈ રહ્યા છે અને કેટલો છોડી રહ્યા છે, તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું.
  • રિપોર્ટમાં સામે આવ્યું કે, જે બાળકોની માતાઓએ પ્રેગ્નન્સી દરમિયાન હળવી એક્સર્સાઈઝ કરી અને એક્ટિવ રહેવાનો પ્રયાસ કર્યો તેમના બાળકોના ફેફસાં બીજા બાળકોની તુલનામાં મજબૂત હતા.
  • સંશોધકોનું કહેવું છે કે, 8.6 ટકા બાળકો એવા હતા જેમની માતા પ્રેગ્નન્સી દરમિયાન એક્ટિવ નહોતી, તેમના ફેફસાં એટલા મજબૂત નહોતા, જેટલા એક્સર્સાઈઝ કરતી માતાના 4.2 ટકા બાળકોના હતા.

એક્સર્સાઈઝ બાળકોમાં ફેફસાંની બીમારી ઘટાડવાની સરળ રીત
ઓસ્લો યુનિવર્સિટીના સંશોધક ડૉ. રેફના કેટરિનના જણાવ્યા પ્રમાણે, અગાઉ કરવામાં આવેલા રિસર્ચમાં એ સાબિત થયું છે કે જે બાળકોના શરૂઆતમાં ફેફસાં કમજોર હોય છે તેમને અસ્થમા અને ફેફસાં સાથે સંબંધિત બીજી બીમારીઓનું રિસ્ક પણ વધારે રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન એક્ટિવ રહીને બાળકોમાં ફેફસાંની બીમારીનું જોખમ ઘટાડી શકાય છે. આ જોખમ ઘટાડવાની સૌથી સરળ રીત છે.

લંડનની ક્વીનમેરી યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન ગ્રિગના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભવતી મહિલાઓએ એક્સર્સાઈઝ કરવી કેટલી જરૂરી છે, એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ તેની અસર બાળકના સ્વાસ્થ પર પડે છે જેની જાણકારી ઓછા લોકોને હોય છે. રિસર્ચના પરિણામ મહિલાઓને પ્રેરિત કરશે અને તેઓ એક્સર્સાઈઝ દ્વારા બાળકોના ફેફસાંના મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.

બ્રિટનની હેલ્થ એજન્સી NHS ગર્ભવતી મહિલાઓને સલાહ આપે છે કે તેઓ દરરોજ એવી હળવી એક્સર્સાઈઝ અને ફિઝિકલ એક્ટિવિટી કરે જેમાં તેઓ પોતાને કન્ફર્ટેબલ મહેસૂસ કરી શકે.