તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સર્સાઈઝનો વધુ એક ફાયદો:શરીરમાં સોજો ઘટાડવો હોય તો એક્સર્સાઈઝ કરો, સ્નાયુઓ મજબૂત થશે અને ડેમેજ થવાનું જોખમ ઘટી જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના સંશોધકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો
  • કહ્યું, મસલ્સમાં કમજોરી ઘટાડવા માટે એક્સર્સાઈઝ કરવી જરૂરી

વૈજ્ઞાનિકોએ એક્સર્સાઈઝ કરવાનો બીજો એક ફાયદો જણાવ્યો છે. ડ્યુક યુનિવર્સિટીના રિસર્ચના અનુસાર, જો શરીરમાં થતા સોજાથી બચવું હોય તો એક્સર્સાઈઝ કરો. સ્નાયુઓને એક્ટિવ રાખો. વૈજ્ઞાનિક નેનડ બર્સેકના અનુસાર, સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે અને કમજોરી ઘટાડવી હોય તો એક્સર્સાઈઝ કરવી જરૂરી છે.

લેબમાં મસલ્સને તૈયાર કરીને સમજાવવામાં આવ્યું
પ્રો. નેનડ બર્સેકના અનુસાર, રિસર્ચના શરૂઆતમાં અમે લેબમાં આર્ટિફિશિયલ મસલ્સ તૈયાર કર્યા. ત્યારબાદ મસલ્સ પર ખરાબ અસર છોડવા અને ઈન્ટરફેરોન ગામાની અસર જોવા મળી. પરિણામમાં સામે આવ્યું કે, જો મસલ્સ મજબૂત અને એક્ટિવ છે તો તે ઈન્ટફેરોન ગામાને બ્લોક કરી શકે છે. તેથી એક્સર્સાઈઝ કરીને મસલ્સને એક્ટિવ અને સ્ટ્રોન્ગ રાખવા જરૂરી છે.

મસલ્સ માટે એક્સર્સાઈઝ કેમ જરૂરી?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એક્સર્સાઈઝ કરવાથી મસલ્સ મજબૂત થાય છે અને હાડકાને ડેમેજ અથવા ઈજા થવાનું જોખમ ઘટી જાય છે. મસલ્સમાં બ્લડનો સપ્સાય વધુ સારો થાય છે અને ઓક્સિજનનો ઉપયોગ કરવાની ક્ષમતા વધે છે. ઉંમરની સાથે મસલ્સમાં કમજોરીનું જોખમ ઘટી જાય છે.

મબજૂત સ્નાયુઓ અને હાડકાં માટે રિબાઉન્ડિંગ એરોબિક એક્સર્સાઈઝ
રિરિબાઉન્ડિંગ એ એરોબિક એક્સર્સાઇઝનો એક પ્રકાર છે. તેને ટ્રેમ્પોલિન પર કરવામાં આવે છે. આમાં ઘણા પ્રકારના પ્રયોગો પણ કરી શકાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિબાઉન્ડિંગ એન્ડ હેલ્થના એલ્બર્ટ ઇ. કાર્ટરએ દાવો કર્યો કે, 'રિબાઉન્ડિંગ' એ અત્યાર સુધીની મોસ્ટ પાવરફુલ એક્સર્સાઇઝ છે. વર્ષ 2018માં પ્રકાશિત રિસર્ચ મુજબ, અઠવાડિયાંમાં ત્રણ દિવસ 15થી 20 મિનિટ સુધી આ કસરત કરવાથી તેના ફાયદા મળવાનું શરૂ થઈ જાય છે..

30 મિનિટનું રિબાઉન્ડિંગ વર્કઆઉટ 200 કેલરી બર્ન કરે છે. જ્યારે પણ ટ્રેમ્પોલિન ખરીદો ત્યારે ધ્યાનમાં રાખો કે તેની ક્ષમતા 100થી 113 કિલો ઉંચકવાની હોવી જોઈએ. આ વર્કઆઉટ કરવા માટે ટ્રેમ્પોલિન પર બેલેન્સ બનાવતા કૂદવાનું છે. જો આ એક્સર્સાઇઝ પહેલીવાર કરી રહ્યા હો તો કોઇ એક્સપર્ટ પાસે તેની ટ્રેનિંગ લો.

આ વર્કઆઉટ કરવા માટે ટ્રેમ્પોલિનની જરૂર પડે છે. નમાં રાખો કે તેની ક્ષમતા 100થી 113 કિલો હોવી જોઈએ. તમે તેના પર કૂદીને એક્સર્સાઈઝ કરી શકો છો.
આ વર્કઆઉટ કરવા માટે ટ્રેમ્પોલિનની જરૂર પડે છે. નમાં રાખો કે તેની ક્ષમતા 100થી 113 કિલો હોવી જોઈએ. તમે તેના પર કૂદીને એક્સર્સાઈઝ કરી શકો છો.

સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવે છે
અઠવાડિયાંમાં પાંચ દિવસ રિબાઉન્ડિંગ કરવાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે. તે શરીરમાં લચીલાપણું લાવવાની સાથે બોડીને બેલેન્સ કરતા શીખવે છે. તેનાથી પેટ, પગ અને પીઠના સ્નાયુઓ ટોન્ડ બને છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો