રિસર્ચ:એક્સર્સાઈઝ કરવાથી એન્ઝાયટીનાં લક્ષણો ઓછાં થાય છે- વૈજ્ઞાનિકોનો દાવો, માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિપ્રેશનથી પીડિત દર્દીઓ પર એક્સર્સાઈઝની અસરનું મોનિટરિંગ કરવામાં આવ્યું
  • રિસર્ચ પ્રમાણે હળવી કે ભારે કોઈ પણ પ્રકારની એક્સર્સાઈઝ કરવાથી ડિપ્રેશન ઓછું થાય છે

એક્સર્સાઈઝ કરવાથી શારીરિક જ નહિ માનસિક સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. જર્નલ ઓફ અફેક્ટિવ ડિસઓર્ડર્સમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, એક્સર્સાઈઝ એન્ઝાયટીનાં લક્ષણો ઓછાં કરવામાં અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે એક્સર્સાઈઝ ઓછી કરો કે વધારે તે દરેક સ્થિતિમાં આપણા મગજ માટે ફાયદાકારક હોય છે.

રિસર્ચ
આ રિસર્ચમાં સરેરાશ 39 ઉંમરના એન્ઝાયટીથી પીડિત 286 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. તેમાં 70% મહિલાઓ હતી. તેમાંથી 50% દર્દી એવા હતા જેઓ 10-10 વર્ષથી એન્ઝાયટીથી પીડિતા હતા. રિસર્ચમાં તમામ લોકોને ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા.

રિસર્ચમાં 12 અઠવાડિયાં સુધી એક ગ્રુપને હળવી એક્સર્સાઈઝ કરાવવામાં આવી તો બીજા ગ્રુપને હેવી વર્ક આઉટની ટ્રેનિંગ અપાઈ. આ દરમિયાન તમામ લોકોના હાર્ટ રેટ ચકાસવામાં આવ્યા. આ સાથે બીજી અનેક મેડિકલ કન્ડિશનનું મોનિટરિંગ કરવામાં આવ્યું.

રિસર્ચમાં જોવા મળ્યું કે એક્સર્સાઈઝ ભલે હેવી હોય કે હળવી તેનાથી એન્ઝાયટી ઓછી થાય છે. એક્સર્સાઈઝ એન્ઝાયટીનાં લક્ષણો ઓછાં કરવામાં મદદ કરે છે.

એક્સર્સાઈઝ કરો ડિપ્રેશનથી દૂર રહો

આ પહેલાં પણ વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં દાવો કર્યો હતો કે એક્સર્સાઈઝ કરવાથી ડિપ્રેશનનાં લક્ષણો ઓછાં કરી શકાય છે. જોકે એક્સર્સાઈઝ કેવી રીતે માનસિક સ્વાસ્થ્ય સુધારે છે વૈજ્ઞાનિકો તેનું ચોક્કસ કારણ જાણી શક્યા નથી.