તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Exercise In The Afternoon If You Have Type 2 Diabetes, Blood Sugar Stays Under Control; Incorporate These 5 Simple Workouts Into The Routine

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવું રિસર્ચ:ટાઈપ-2 ડાયાબિટીસ હોય તો બપોરે એક્સર્સાઈઝ કરો, બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે; રૂટિનમાં આ 5 સરળ વર્કઆઉટ સામેલ કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એક્સર્સાઈઝ તેમના માટે પણ છે જે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડા સુધી સૂઈ રહે છે
  • બપોરની હળવી એક્સર્સાઈઝ મોડી રાત અથવા સાંજના ભોજને પચાવવામાં મદદ કરે છે

ડાયાબિટીસથી પીડિત દર્દીઓ મેદસ્વિતાનો પણ સામનો કરતા હોય છે. ડૉક્ટરો તેમને વજન કંટ્રોલ કરવાની સલાહ આપે છે. તેમના માટે એક્સર્સાઈઝનો યોગ્ય સમય શું છે, તેને વૈજ્ઞાનિકોએ તાજેતરના રિસર્ચમાં જણાવ્યું છે.

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસના દર્દીઓ માટે બપોરમાં એક્સર્સાઈઝ કરવાનો સમય સૌથી યોગ્ય છે. ધ ફિઝિકલ સોસાયટી જર્નલમાં પબ્લિશ રિસર્ચના અનુસાર, એવા લોકો જેમને ટાઈપ-ટૂ ડાયાબિટીસનું જોખમ વધારે હતું, જ્યારે તેઓએ બપોરના સમયે એક્સર્સાઈઝ કરવાનું શરૂ કર્યું તો મેટાબોલિક હેલ્થમાં સુધારો થયો. જ્યારે તે જ એક્સર્સાઈઝને સવારે કરતા લોકોમાં વધારે ફરક જોવા નહોતો મળ્યો.

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન જર્નલમાં 2019માં પબ્લિશ એક બીજા રિસર્ચમાં સામે આવ્યું છે કે, ડાયાબિટીસના દર્દીઓ જ્યારે બે સપ્તાહ સુધી બપોરે ઝડપી ગતિવાળી એક્સર્સાઈઝ કરી તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળી.

આવું કેમ થાય છે, તે પણ સમજો
શરીરમાં દરેક ટિશ્યુમાં એક મોલિક્યુલર ક્લોક હોય છે જે દરરોજ સૂર્યપ્રકાશ, ખોરાક, અને ઊંઘની અસરને જણાવવા માટે એક મેસેજ મોકલે છે. રિસર્ચના અનુસાર, જે લોકોનું રૂટિન અને મેટાબોલિક હેલ્થ યોગ્ય નથી તેમના માટે બપોરની એક્સર્સાઈઝ ફાયદાકારક હોઈ શકે છે. ખાસ કરીને તે લોકો માટે જે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડા સુધી સૂઈ રહે છે.

નેધરલેન્ડની માસ્ટ્રિચ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં સંશોધક ડૉ. પેટ્રિક સુવેનના જણાવ્યા પ્રમાણે, બપોરે હળવી એક્સર્સાઈઝ મોડી રાત અથવા સાંજ માટે કરવામાં આવેલા ભોજનને પચાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દી છો તો આ 5 વર્કઆઉટ તમારા રૂટિનમાં સામેલ કરો

જો તમે જીમ જવા નથી માગતા હો સવારે વોકિંગ કરવું સૌથી સારું છે. અઠવાડિયામાં 5 દિવસ 30 મિનિટનું વોક સરળતાથી કરી શકાય છે. 2014માં કરવામાં આવેલા એક રિસર્ચના અનુસાર, વોકિંગ વજન ઘટાડવાની સાથે બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે.

ડાયાબિટીસના લગભગ 50 ટકા દર્દી આર્થરાઈટિસનો સામનો કરે છે. ઉંમર વધવાની સાથે મેદસ્વિતા અને ડાયાબિટીક ન્યૂરોપેથીના કેસ પણ વધે છે. તેનું જોખમ ઘટાડવા માટે સાઈક્લિંગ કરી શકાય છે. તેને દરરોજ તમારી ક્ષમતા પ્રમાણે કરી શકો છો.

હાર્ટ, ફેફસાં અને મસલ્સને હેલ્ધી રાખવા માટે સ્વિમિંગ, વોટર એરોબિક્સ, એક્વા જોગિંગ કરી શકો છો. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કેમ કે મેદસ્વિતા કંટ્રોલ થાય છે અને મેટાબોલિઝ્મ સુધારે છે.

જીરિયાટ્રિક મેડિસિન જર્નલમાં પબ્લિશ રિસર્ચના અનુસાર, યોગની મદદથી ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી બ્લડ સુગર, કોલેસ્ટેરોલ, અને મેદસ્વિતા કંટ્રોલ કરી શકાય છે. તેનાથી બ્લડ પ્રેશરમાં સુધારો થાય છે અને ઊંઘ ન આવવાની સમસ્યા પણ દૂર થાય છે. તેના માટે પશ્ચિમોત્તાનાસન, સર્વાગાસન અને હલાસન કરી શકાય છે.

અમેરિકન જર્નલ ઓફ હેલ્થ બિહેવિયરમાં પબ્લિશ રિસર્ચના અનુસાર, એરોબિક ડાન્સ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય એક્સર્સાઈઝ છે. ડાયાબિટીસના દર્દીઓને 16 સપ્તાહ સુધી ઝુમ્બા એક્ટિવિટીમાં સામેલ કરવામાં આવ્યા. રિસર્ચમાં સામે આવ્યું કે તેમનું વજન ઓછું થયું અને મેટાબોલિઝ્મમાં સુધારો થયો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો