તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઠવાડિયામાં કેટલો સમય વર્કઆઉટ કરશો?:18થી 64 વર્ષની ઉંમરના લોકોએ દર અઠવાડિયે 150 મિનિટ અને બાળકોએ રોજ 60 મિનિટ વર્કઆઉટ કરવું જોઈએ

5 મહિનો પહેલા

બસ કાલથી એક્સર્સાઈઝ કરવાનું શરુ કરીશું-આવી વાતો આપણે અવારનવાર સાંભળતા અને બોલતા પણ હોઈએ છીએ. લોકો પોતાની મનપસંદ વસ્તુઓને સમય આપે છે પણ વર્કઆઉટમાં પાછળ રહી જાય છે. સ્વસ્થ રહેવા માટે એક અઠવાડિયાંમાં કેટલો સમય અને કઈ એક્સર્સાઈઝ કરવ જોઈએ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ અમુક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેના વિશે જાણીએ...

18-64 વર્ષ: દર અઠવાડિયે 150 મિનિટ
મીડિયમ ઇન્ટેસિટીવાળી એક્સર્સાઈઝ કે ઓછામાં ઓછી 75 મિનિટ સુધી સ્ફૂર્તિવાળી એક્સર્સાઈઝ દર અઠવાડિયે કરો. તમે ઈચ્છો તો બે પ્રકારની એક્સર્સાઈઝ મિક્સ કરી શકો છો. બ્રિસ્ક વોક, વેટ લિફ્ટિંગ, સાઈક્લિંગ સામેલ કરી શકો છો.

65 વર્ષ કે તેથી વધારે: અઠવાડિયામાં ત્રણ દિવસ
આ ઉંમરમાં છો તો યોગ કે ડાન્સ ચોક્કસ કરવો. 18-64 ઉંમરના લોકોએ ફિઝિકલ પ્રવૃત્તિ પોતાના રૂટીનમાં સામેલ કરવી જોઈએ. સાથે જ યોગ અને ડાન્સને શેડ્યુલમાં સામેલ કરો. તેને અઠવાડિયામાં ત્રણ દિવસ કરો. શરીરનું સંતુલન રહેશે. હાડકાં મજબૂત બનશે.

ડિલિવરી પછી: અઠવાડિયામાં 150 મિનિટ
ડિલિવરી પછી એક્સર્સાઈઝ કરી શકાય છે, પરંતુ પહેલા ડૉક્ટરને અવશ્ય પૂછો. પોતાને હાઈડ્રેટ રાખો. જેમાં પડવાનું રિસ્ક હોય તેવી કસરત ના કરો. પીઠ પર સૂઈને કરી શકાય તેવી હળવી કસરત કરો.

બાળકો અને ટીનેજર્સ: રોજ 60 મિનિટનું વર્કઆઉટ જરૂરી
5-17 વર્ષના બાળકો માટે ઓછામાં ઓછા 60 મિનિટનો સમય કહ્યો છે. વીકમાં ત્રણ દિવસ મસલ્સ અને હાડકાં મજબૂત કરવાની કસરત કરો. તેમાં દોડ, કૂદ જેવી એક્ટિવિટી સામેલ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો