• Gujarati News
  • Lifestyle
  • Health
  • Excessive Use Of Social Media Leads To A 70% Reduction In Blinking Activity With Increased Alertness, Stress And Restlessness.

રિસર્ચ:સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, તણાવ અને બેચેની વધવાની સાથે આંખો પટપટાવવાની પ્રવૃત્તિ 70% ઘટી જાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3.6 અબજ લોકો વિશ્વભરમાં રોજ સોશિયલ મીડિયાને 144 મિનિટ આપી રહ્યા છે
  • સોશિયલ મીડિયા એપ મોબાઇલમાંથી ડિલીટ કરી દો અને લેપટોપ અથવા કમ્પ્યૂટરથી તેનો ઉપયોગ કરો

સોશિયલ મીડિયા એ આજકાલ યુવાનો માટે વ્યસન બની ગયું છે. એમાં પણ જ્યારથી કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારથી લોકો પોતાનો સમય વિતાવવા સોશિયલ મીડિયાનો જરૂર કરતા વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જે તેમના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે. એક રિસર્ચમાં જણાવ્યા મુજબ, કોરોના વાઇરસ રોગચાળો શરૂ થયો ત્યારથી લોકોએ ટ્વિટર પર 24% અને ફેસબુક પર 27% વધુ સમય પસાર કર્યો છે.

જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ સોશિયલ સાઇકોલોજીમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સોશિયલ મીડિયાનાં એડિક્શનને એન્ઝાયટી અને ડિપ્રેશન સાથે સીધો સંબંધ છે. તેનો વધુ પડતો ઉપયોગ કાર્ટિસોલ અને એડ્રેનેલિન હોર્મોન્સનું લેવલ વધારે છે. સ્ટ્રેસ વધારતા આ મુખ્ય હોર્મોન્સ છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સ્ક્રીન પર કામ કરતી વખતે વધુ ઇન્વોલ્વ થઈ જાય તો તેનાથી પોપચા ઝબકવાની ઝડપ 70% ઓછી થઈ જાય છે. તેની સીધી અસર આંખો પર પણ પડે છે. હેલ્થ મેગેઝિન હેલ્થલાઈને સોશિયલ મીડિયાના એડિક્શનની બચવા માટે કેટલાક ઉપાયો જણઆવ્યા છે. આ સાથે જ તેના વધુ પડતા ઉપયોગનું જોખમ પણ જણાવ્યું છે, જે તમારે જાણવું જોઈએ.

મનની ખુશી માટે ડિજિટલ ડિટોક્સની 4 રીત
1. સોશિયલ મીડિયાનો ઉપયોગ મોબાઇલ પર નહીં, પરંતુ કમ્પ્યુટર પર કરો

જે વધારે જરૂરી ન હોય એવી એપ્લિકેશ્સના સેટિંગમાં જઇને નોટિફિકેશન ઓફ કરી દો. તેનાથી ફોનમાં વારંવાર નોટિફિકેશન નહીં આવે અને તમે વારંવાર ફોન ચેક કરવાની ટેવ છોડી શકશો.

2. કામ વગરની એપ્લિકેશનનાં નોટિફિકેશન ઓફ કરી દો
જો તમે સોશિયલ મીડિયાથી દૂર રહેવા માગતા હો તો પહેલા તમારો ડેઇલી સ્ક્રીન ટાઇમ જાણો. મોબાઇલમાંથી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ડિલીટ કરી દો. લેપટોપ અથવા કમ્પ્યૂટર પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો.

3. સોશિયલ મીડિયા માટે દરરોજનો એક ચોક્કસ સમય નક્કી કરો
સોશિયલ મીડિયા જો બહુ જરૂરી લાગતું હોય તો તેના માટે કોઈ ચોક્કસ સમય સેટ કરી શકાય. આનાથી તમારા કામની પ્રોડક્ટિવિટી પર અસર નહીં પડે.

4. નિયમો બનાવો, નવા શોખ વિકસાવો, મિત્રોને મળવાનું શરૂ કરો
ફોનની ટેવમાંથી બહાર નીકળવા માટે ઘરમાં કેટલાક નિયમો બનાવી શકાય છે. દા.ત. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર વખતે ફોનને સંપૂર્ણ રીતે બંધ રાખવો. સૂતી વખતે ફોનને બેડરૂમની બહાર રાખવો એ પણ એક ઓપ્શન બની શકે છે. એ જ રીતે, કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો. મનપસંદ ગેમ્સ રમવાનું શરૂ કરો. મિત્રોને ફોન દ્વારા નહીં પણ તેમને મળવાનો પ્રયત્ન કરો.

આ જોખમને પણ સમજો: પોસ્ટ લાઇક કરવાનો આનંદ પછીથી વ્યસન બની જાય છે
જ્યારે પણ તમે તમારી ફેવરિટ એપ્લિકેશન પર લોગઇન કરો ત્યારે તમારા મગજમાં ડોપામાઇન સિગન્લ વધી જાય છે. આ ન્યુરોટ્રાન્સમીટર્સનો સીધો સંબધ સુખ અને આનંદ સાથે હોય છે. જેમ જેમ તમે સોશિયલ મીડિયાના ઉપયોગમાં વધારો ત્યારે તમારા મગજમાં ડોપામાઇનનું સ્તર વધે છે. આ સમય દરમિયાન તમારું મગજ આ પ્રવૃત્તિને પોતાના માટેના એક રિવોર્ડ તરીકે યાદ કરી લે છે, જેનું તે વારંવાર પુનરાવર્તન કરવા માગે છે.

જ્યારે તમે કોઈ પોસ્ટ મૂકો ત્યારે આ આનંદમાં વધારો થાય છે અને તમને તેના પર સકારાત્મક ફીડબેક મળે છે. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ પોઝિટિવ ફીલિંગ થોડા સમય માટે જ હોય ​​છે. ત્યારબાદ જેવી તમારા મગજમાં ડોપામાઇનની અસર ઓછી થાય કે તમે ફરીથી સોશિયલ મીડિયા પર પહોંચી જશો. પછી તે વારંવાર થવા લાગે છે. મગજમાં આ લાગણી અન્ય એડિક્શન માટે પણ હોય છે.