રિસર્ચ / વધારે ધૂમ્રપાન કરવાથી ચહેરા પર વૃદ્ધાવસ્થા આવી જાય છે

Excessive smoking causes face aging

  • રિસર્ચમાં વિવિધ 1800 પ્રકારનાં લક્ષણોનું અવલોકન કરવામાં આવ્યું હતું
  • ધૂમ્રપાન કરવાથી ફેફસાંને નુકસાન થાય છે સાથે જ સ્કિન કેન્સર થવાનું જોખમ વધે છે

Divyabhaskar.com

Nov 05, 2019, 09:31 AM IST

હેલ્થ ડેસ્કઃ ધૂમ્રપાન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેનાથી વ્યક્તિના ચહેરા પર વૃદ્ધાવસ્થા જલ્દી આવી જાય છે. 'PLOS' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ વધારે ધૂમ્રપાનને લીધે વ્યક્તિનો ચેહરો વૃદ્ધ દેખાવા લાગે છે.

યુનાઇટેડ કિંગ્ડમની બ્રિસ્ટલ યુનિવર્સિટી દ્વારા કરાયેલા રિસર્ચ મુજબ કેટલાક લોકો 1-2 જિનેટિક વેરિઅન્ટ ધરાવે છે, જે ધૂમ્રપાન અને તમાકુનાં સેવન સાથે સંકળાયેલા હોય છે.

ધૂમ્રપાનની અસર સ્વાસ્થ્ય અને ચહેરા પર કેવી રીતે થાય છે તે જાણવા માટે આ રિસર્ચમાં કેટલાક વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ધૂમ્રપાન કરતા અને ધૂમ્રપાન ન કરતા લોકોને 2 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા.

રિસર્ચમાં વિવિધ 1800 પ્રકારનાં લક્ષણોનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેમાં ફેશિયલ એજિંગ (ચહેરા પર દેખાતી વૃદ્ધાવસ્થા) અને વોલન્ટિયર્સને અગાઉ ધૂમ્રપાનને લીધે પડેલી તકલીફો વિશે નોંધ લેવામાં આવી હતી.

રિસર્ચમાં જોવા મળ્યું કે વધારે ધૂમ્રપાન કરવાથી ફેફસાંને નુકસાન થાય છે સાથે જ સ્કિન કેન્સર થવાનું જોખમ વધે છે અને વધારે ધૂમ્રપાન કરતી વ્યક્તિમાં ફેશિયલ એજિંગ વધારે જોવા મળે છે.

X
Excessive smoking causes face aging

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી