અલર્ટ:કુંભકર્ણની જેમ વધારે પડતી ઊંઘ લેતાં હો તો ચેતી જજો, બ્રેન સ્ટ્રોક આવવાનું જોખમ 23% વધે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોરે 90 મિનિટથી વધારે નેપ લેતાં લોકોમાં સ્ટ્રોક આવવાનું જોખમ 25% વધારે હોય છે

સારાં સ્વાસ્થ્ય માટે 6થી 8 કલાક કલાકની ઊંઘ જરૂરી છે. સારાં સ્વાસ્થ્યની લાલચે જો તમે વધારે પડતી ઊંઘ લઈ રહ્યા હો તો તમારે ચેતી જવાની જરૂર છે. વધારે પડતી ઊંઘ લેવાથી બ્રેન સ્ટ્રોકનું જોખમ વધે છે.

દરરોજ 8 કલાકથી વધારે ઊંઘ લેવાથી સ્ટ્રોકનું જોખમ વધે છે. 'ન્યૂરોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં આ વાત સામે આવી છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, વધારે ઠંડીને કારણે લોહી ગાઢ અને ચીકણું બની જાય છે. તેને કારણે લોહીમાં ગાંઠો બનવા લાગે છે. આવી ગાંઠો બનવાને કારણે જ સ્ટ્રોક આવે છે. આ ગાંઠ મગજની રક્ત વાહિનીના માર્ગમાં અવરોધ બને છે.

બ્રેન સ્ટ્રોક

મગજ સુધી લોહી પહોંચાડનાર ધમની ડેમેજ થાય છે ત્યારે બ્રેન સ્ટ્રોક થાય છે. અથવા તેમાં બ્લોકેજ થવાને કારણે બ્રેન સુધી લોહી પહોંચી શકતું નથી. આમ થવા પર મગજ સુધી લોહી અને ઓક્સીજન પહોંચતું નથી. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, ઓક્સીજન ન પહોંચવા પર બ્રેનની કોશિકાઓ ગણતરીની મિનિટમાં નાશ પામે છે અને આ રીતે બ્રેન સ્ટ્રોક થાય છે.

એનાલિસિસ
રિસર્ચમાં જોવા મળ્યું કે 8 કલાકથી વધારે ઊંધ લેતાં લોકોમાં સ્ટ્રોક થવાનાનું જોખમ 23% વધારે રહે છે. આટલું જ નહિ બપોરે 90 મિનિટથી વધારે નેપ લેતાં લોકોમાં સ્ટ્રોક આવવાનું જોખમ 25% વધારે હોય છે. વધારે સમય સુધી સૂતા હોય પરંતુ ઊંઘ ખરાબ હોય તો તેવા લોકોને સ્ટ્રોક થવાનું જોખમ 80% વધારે હોય છે.

વધારે ઊંઘ આ રીતે સ્ટ્રોક નોતરે છે
વધારે ઊંઘને લીધે સ્ટ્રોક કઈ રીતે આવે છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ રિસર્ચમા જોવા મળ્યું છે કે વધારે પડતી ઊંઘ લેવાથી કોલેસ્ટેરોલ લેવલ વધે છે. તેને કારણે વજન વધવાથી સ્ટ્રોકનું જોખમ રહે છે.

શિયાળામાં સ્ટ્રોક અને હાર્ટ અટેક સહિતની સમસ્યાથી બચવા માટે આ રૂટિન ફોલો કરો

20 મિનિટનો સૂર્ય પ્રકાશ: બીમારીથી લડવા માટે એન્ટિબોડી વધે છે

CDCના જણાવ્યા પ્રમાણે, કોઈ પણ બેક્ટેરિયા અથવા વાઈરસ સામે લડવા માટે ઈમ્યુન સિસ્ટમ એન્ટિબોડી બનાવે છે. સૂર્ય પ્રકાશમાંથી એન્ટિબોડી ડેવલપ થાય છે. સૂર્ય પ્રકાશ સોજો અને હાઈ બ્લડ પ્રેશર ઓછું કરે છે. મગજની કાર્ય ક્ષમતા વધે છે.

30% પ્રોટીન: ભૂખ ઓછી કરે છે અને વજન વધતાં રોકે છે
શિયાળામાં સૂર્ય પ્રકાશની અસર ઓછી હોવાથી ભૂખ વધારે લાગી હોવાને અહેસાસ થાય છે. પ્રોટીન ભૂખ વધારતું હોર્મોન ઘ્રેલિન ઓછું કરે છે. તેથી શિયાળામાં વજન કન્ટ્રોલ કરવા માટે ડાયટમાં 30થી 35% પ્રોટીન સામેલ કરો.

40 મિનિટ એક્સર્સાઈઝ: BP અને સ્ટ્રોકનું જોખમ 27% સુધી ઓછું થાય છે

શિયાળામાં દરરોજ 40 મિનિટ એક્સર્સાઈઝ હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ 27% સુધી ઓછું કરે છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ સાઈકિયાટ્રી, સાયકોલોજી અને ન્યુરોસાયન્સના ડેટા પ્રમાણે દરરોજ 30થી 40 મિનિટ એક્સર્સાઈઝ કરવાથી ડિપ્રેશનનું જોખમ 28% સુધી ઘટાડી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...