જો તમે અત્યાર સુધી મન મૂકીને શિંગદાણાનું સેવન કરતા હતા તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. વધારે પડતાં શિંગદાણાનું સેવન કેન્સર નોતરી શકે છે. આ દાવો ઈંગ્લેન્ડની લિવરપૂલ યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, શિંગદાણામાં PNA (પીનટ એગ્લુટિનીન) નામનું પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીરમાં IL-6 અને MCP-1 મોલિક્યુલ રિલીઝ કરે છે. આ મોલિક્યુલ કેન્સરને આખાં શરીરમાં ફેલાવામાં મદદ કરે છે.
આ રીતે વધે છે કેન્સર ફેલાવાનું જોખમ કાર્સિનોઝેનેસિસ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, શિંગદાણાનાં સેવન બાદ પીનટ એગ્લુટિનીન નામનું પ્રોટીન લોહીમાં ભળી શરીરમાં ફેલાય છે. આ પ્રોટીન લોહીનાં માધ્યમથી ટ્યુમર્સ સુધી પહોંચી જાય છે. તે ટ્યુમરને શરીરના એક ભાગમાંથી અન્ય ભાગે પહોંચાડવા માટે પ્રેશર કરે છે. આ પ્રોટીનને કારણે કેન્સર કોશિકાઓ પરસ્પર ચોંટી જાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાવાનો પ્રયત્ન કરે છે.
મૃત્યુનું જોખમ કેટલું તે હજું શોધનો વિષય લિવરપૂલ યુનિવર્સિટીના સંશોધક લૂ ગેંગ યૂનું કહેવું છે કે, શીંગાદાણા કેન્સરના દર્દીઓમાં મૃત્યુનું કેટલું જોખમ વધારે છે તેની તપાસ હજુ થઈ નથી.
કેન્સરના એવા દર્દી જેમણે એક દિવસમાં 250 ગ્રામથી વધારે શિંગદાણાનું સેવન કર્યું હોય તેમનામાં વધારે જોખમ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવા જોખમથી બચવા માટે એક દિવસમાં વ્યક્તિએ 28 ગ્રામ સુધી જ શિંગદાણાનું સેવન કરવું જોઈએ.
કેન્સરના દર્દીએ તેનાં સેવનથી બચવું સંશોધક લૂ ગેંગ યૂના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચના પરિણામ ચોંકાવનારા છે પરંતુ હકીકત છે. જો કેન્સરના દર્દી વધારે પડતા શિંગદાણાનું સેવન કરે છે તો તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. કેન્સરના દર્દીઓએ વારંવાર શિંગદાણાનાં સેવનથી બચવું જોઈએ. તેથી તેનું જોખમ ઓછું કરી શકાય.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, PNA પચાવવું શરીર માટે મુશ્કેલ કામ હોય છે. એક શિંગદાણામાં તેનાં વજનના 0.15% સુધી આ પ્રોટીન હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.