દવા આપો, પણ યોગ્ય માત્રામાં:જરૂર કરતાં વધારે એન્ટિબાયોટિક્સ બાળકમાં સારા બેક્ટેરિયાનો નાશ કરે છે, ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા ના આપવી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટિબાયોટિક્સના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે

બેક્ટેરિયાથી થતી બીમારીઓ સામે લડવા માટે એન્ટિબાયોટિક દવા આપવામાં આવે છે. આ એન્ટિબાયોટિક્સથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. બાળકોને ન્યૂમોનિયા, ટાઇફોઇડ અને યુરિન ઇન્ફેક્શનની તકલીફમાં એન્ટિબાયોટિક્સ જીવ બચાવવાનું કામ કરે છે. જેમની ઇમ્યુનિટી નબળી હોય તેમને આ દવાઓ આપવામાં આવે છે, પરંતુ તેના ઓવર યુઝથી નુકસાન પણ થઈ શકે છે.

શું છે ડૉક્ટરની સલાહ?
ફોર્ટીઝ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન ડૉ. રાધિકા બત્રાએ કહ્યું, બાળકોને જરૂર કરતાં વધારે એન્ટિબાયોટિક્સ આપવાથી તેમના શરીરમાં સારા બેક્ટેરિયાનો નાશ થાય છે. વધારે સમય સુધી એન્ટિબાયોટિક્સ ખાવાથી સુપરબગ ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી બાળક પર બાકીની દવાઓની અસર બંધ થઈ જાય છે. આ દવાઓનો ઉપયોગ ધ્યાનથી કરવો જોઈએ. ડૉક્ટરે સજેસ્ટ કર્યું હોય તો જ બાળકોને દવા આપવી.

સ્ટડી શું કહે છે?
​​​​​​​રટગર્સ અને મેયો ક્લિનિકે 14,572 બાળકો પર રિસર્ચ કર્યું. પરિણામ પરથી ખબર પડી કે જે બાળકોને શરૂઆતના 2 વર્ષમાં એન્ટિબાયોટિક્સ આપવામાં આવી તેમને શ્વાસની બીમારી, સ્થૂળતા અને અસ્થમા જેવી બીમારીઓનો જોખમ વધી ગયું. આ દવાઓથી ઇમ્યુનિટી સિસ્ટમ પર નેગેટિવ અસર પડે છે.

એન્ટિબાયોટિક્સના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. વધારે પ્રમાણમાં બાળકોને દેવાથી નુકસાન થઈ શકે છે. આથી ડૉક્ટરની સલાહ વગર દવા આપવાની ભૂલ ના કરવી.