તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:દિવસમાં એક વખત ગીત ગાવવાથી પણ ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકાય છે, અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ ન્યૂ યોર્ક એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ પ્રમાણે સંગીત ડિમેન્શિયાનો પ્રભાવ ઓછો કરી શકે છે
  • સંગીત મગજમાં યાદ શક્તિવાળા ભાગ પર સીધી અસર કરે છે

મ્યુઝિકના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે. હવે તો મ્યુઝિક એઝ અ થેરપી પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. મ્યુઝિકથી ડિમેન્શિયાનો પ્રભાવ ઓછો કરી શકાય છે. જી હા એક રિસર્ચ પ્રમાણે ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિ જ્યારે પરિવાર અને મિત્રો સાથે મળી ગીતો ગાય છે તો ક્વોલિટી ઓફ લાઈફ સુધરે જ છે સાથે જ તે લોકો વચ્ચે સારા સંબંધોનો પણ અનુભવ આપે છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. પીડિત વ્યક્તિને સોશિયલ સપોર્ટનો અહેસાસ થાય છે. ધ ન્યૂ યોર્ક એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ પ્રમાણે સંગીતનો ભાવનાઓ સાથે સીધો સંબંધ છે. તે મસ્તિષ્તમાં યાદ શક્તિવાળા ભાગને સીધી અસર કરે છે. જો તમને ગીત ગાવામાં તકલીફ પડે છે તો હજુ 3 રીત છે જે ડિમેન્શિયાનો પ્રભાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે.

સ્મરણ શક્તિ વધારવામાં આ 3 રીત ઉપયોગી
ડાયટમાં ફાઈબર અને હેલ્ધી ફેટ સામેલ કરો

બ્રેન હેલ્થ એક્સપર્ટ મેક્સ લુગાવરેના જણાવ્યા પ્રમાણે, ડાયટ એવું હોવું જોઈએ જે મગજમાં પોષણ પહોંચાડે. ડાયટમાં ફાઈબર, હેલ્ધી ફેટ, મશરૂમ અને મીટ સામેલ કરી શકાય છે. સુગર અને પ્રોસેસ્ડ ફૂડવાળું ડાયટ ન લેવું જોઈએ.

ડાન્સ પણ ફાયદાકારક

ડાન્સ પણ ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિઓ માટે ફાયદાકરક છે. 'ડાન્સ બોડી'ના ફાઉન્ડર કટિયા પ્રાઈસના જણાવ્યા પ્રમાણે ડાન્સથી હાર્ટ બીટ વધે છે. મસ્તિષ્કની કાર્ય પ્રણાલીમાં સુધારો થાય છે. ન્યૂરોપ્લાસ્ટિકસિટી મજબૂત થાય છે.

જૂતા વગર એક્સર્સાઈઝ

પૉડિયાટ્રિસ્ટ (પગ સંબંધિત) એમિલી સ્પ્લિશલના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિનું નવર્સ સિસ્ટમ પગમાં વિશેષરૂપથી સંવદેનશીલ હોય છે. એવી એક્સર્સાઈઝ કરો જેમાં જૂતા અને મોજાની આવશ્યકતા ન હોય.