જો તમે ભોજન કરતાં સમયે પાણી પીવો છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. તમારી આ આદત તમારાં શરીરને બીમાર કરી શકે છે. તમે ઓછું ખાતાં હો તો પરંતુ તમારો ફાંદો વધતો જતો હોય તો તેનું કારણ તમારી આ આદત હોઈ શકે છે. આ આદત સુધારવી શા માટે જરૂરી છે અને તેનાથી કયા નુકસાન થઈ શકે ડાયટિશિયન અનિતા ઝા પાસેથી જાણો.
ભોજન સાથે પાણી લેવું કેમ અયોગ્ય?
ભોજન લેવાથી પેટમાં જઠરાગ્નિ સક્રિય બને છે. તે ભોજન પચાવવાનું કામ કરે છે. ભોજન કરતાં સમયે કે ભોજન કર્યા પછી પાણી પીવાથી જઠરાગ્નિ શાંત પડી જાય છે. તેને કારણે ભોજન યોગ્ય રીતે પચી શકતું નથી. જઠરાગ્નિ પેટની ઊર્જાની જેમ કામ કરે છે. ભોજન કરતાં સમયે કે પછી પાણી પીવાથી ભૂખ લાગતી નથી, પેટમાં ભારેપણું લાગે છે અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે.
ભોજન સાથે પાણી પીવાથી પાચન તંત્ર નબળું પડે છે. તેને કારણે ગેસ, છાતીમાં બળતરાં સહિતની સમસ્યા થાય છે. ભોજન સાથે પાણી પીવાથી તેના પોષક તત્વો પાણીમાં ભળી યુરિન સાથે બહાર જતાં રહે છે. તેથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. તેની અસર ઈમ્યુનિટી પર પડે છે. ભોજન સાથે પાણી પીવાથી તેમાં રહેલો ગ્લુકોઝ પચતો નથી તેથી તે શરીરમાં ચરબી બની જમા થઈ જાય છે. તેથી ફાંદો નીકળી જાય છે.
હેલ્ધી રહેવા માટે ભોજન લીધાના થોડા સમય પહેલાં અને પછી પાણી પીવું જોઈએ. ખૂબ આવશ્યક હોય તો 1-2 ઘૂંટડા પાણી પી શકો છો, પરંતુ તેની આદત ન પાડવી જોઈએ.
બાળકોને સારી આદતની ટેવ પાડો
બાળકોને બાળપણથી જ ખાવા પીવાની સારી આદત પાડો. બાળપણથી જ તેમને ભોજન સાથે પાણી ન પીવાની આદત પાડો. બાળક વધારે જિદ્દ કરે કે તેને ખાવાનું તીખું લાગે તો પાણી પીવડાવી શકો છો.
કયા સમયે પાણી પીવું યોગ્ય?
ભોજનના 30 મિનિટ પહેલાં પાણી પી શકાય છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે. ભોજન લેવાના હો તે પહેલાં ક્યારેય પાણી ન પીવું જોઈએ. આયુર્વેદ પ્રમાણે ભોજન પહેલાં પાણી પીવાથી શરીર નબળું પડી જાય છે. ભોજન કર્યાના 30 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.