તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટડીમાં ચોંકાવનારો દાવો:કોરોનાથી સાજા થયા બાદ પણ મૃત્યુનું જોખમ ઘણા મહિનાઓ સુધી રહે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના દર્દીઓમાં સંક્રમણ બાદ 6 મહિના સુધી મૃત્યુ થવાનું જોખમ રહે છે

કોરોનાનાં મોટાભાગના દર્દીઓ હળવા લક્ષણવાળા છે, જે હોમ આઈસોલેશનમાં સરળતાથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમાંથી કેટલાક લોકોને કોરોનાના લક્ષણ લાંબા સમય સુધી રહે છે જ્યારે કેટલાક પર સ્વસ્થ થયા બાદ પણ મોતનું જોખણ તોળાતું રહે છે.

આ સ્ટડી બ્રિટિશ જર્નલ ‘નેચર’માં પ્રકાશિત કરવામાં આવી છે. તે સિવાય CDC દ્વારા જારી એક અન્ય સ્ટડીમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પહેલા કોરોનાના હળવા લક્ષણો હોય તેવા દર્દીમાં થોડા મહિના બાદ નવા લક્ષણો જોવા પણ મળી શકે છે.

જર્નલ ‘નેચર’ સ્ટડી પ્રકાશિત કરવામાં આવી
નેચરમાં પ્રકાશિત આ સ્ટડી માટે સંશોધકોએ ડેટાબેઝમાંથી 87,000થી વધુ કોરોનાના દર્દી અને અંદાજે 50 લાખ સામાન્ય દર્દીની તપાસ કરી હતી. આ સ્ટડી બાદ જાણવા મળ્યું કે, કોરોનાથી સંક્રમિત ન થયા હોય તેની સરખામણીમાં કોરોનાના દર્દીઓમાં સંક્રમણ બાદ 6 મહિના સુધી મૃત્યુ થવાનું જોખમ 59 ટકાથી પણ વધારે હતું.

સ્ટડીના પરિણામમાં જાણવા મળ્યું કે, 6 મહિનામાં દર 1000માંથી લગભગ 8 દર્દીઓના મોત લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણોના કારણે થઈ જાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, 6 મહિનામાં દર 1,000 દર્દીઓમાંથી 29થી વધુ મૃત્યુ એવી રીતે થયા હતા જેમાં દર્દીઓ 30થી વધુ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

ડિપ્રેશન જેવી માનસિક બીમારીની સમસ્યા
સ્ટડીના અનુસાર, જે લોકોમાં કોરોનાના લક્ષણ લાંબા સમય સુધી રહે છે દર્દીઓને સ્ટ્રોક, નર્વસ સિસ્ટમની બીમારી, ડિપ્રેશન જેવી માનસિક બીમારી, ડાયાબિટીસની શરૂઆત, હૃદયની બીમારી, ડાયેરિયા, પાચન શક્તિ ખરાબ થઈ જવી, કિડનની બીમારી, બ્લડ ક્લોટ, સાંધામાં દુખાવો, વાળ ખરવા અને થાક લાગવા જેવી સમસ્યા જોવા મળી શકે છે.

સ્ટડીના જણાવ્યા પ્રમાણે, દર્દીઓને આમાંથી કોઈ એક ફરિયાદ હંમેશાં રહે છે. જે વ્યક્તિને કોરોનાની અસર ગંભીર થઈ હોય છે, તેને પાછળથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના વધારે રહે છે.

સંક્રમણ થયાના 6 મહિના સુધી મૃત્યુનું જોખમ રહે છે
વોશિંગ્ટન યુનિવર્સિટી મેડિકલ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર અલ અલીના જણાવ્યા પ્રમાણે, અમને સ્ટડીમાંથી જાણવા મળ્યું કે, સંક્રમણની જાણ થયાના 6 મહિના સુધી મૃત્યુનું જોખમ રહે છે. એટલે સુધી કે, કોવિડ-19ના હળવા કેસોમાં પણ મૃત્યુનું જોખમ ઓછું નથી. તે સંક્રમણની ગંભીરતાની સાથે વધે છે. આ બીમારીની અસર ઘણા વર્ષો સુધી રહે છે.

CDCએ પણ પોતાની સ્ટડીના પરિણામ જાહેર કર્યા
તેમજ CDCએ તાજેતરમાં પોતાની નવી સ્ટડીના પરિણામ જાહેર કર્યા છે. આ સ્ટડી કોવિડ-19ના હળવા લક્ષણોવાળા દર્દીઓ પર કરવામાં આવી છે. સ્ટડીમાં જાણવા મળ્યું કે, કોરોનાનાં લગભગ બે તૃતીયાંશ દર્દીઓ 6 મહિના બાદ કોઈના કોઈ લક્ષણની સમસ્યાની સાથે ફરીથી ડૉક્ટરોનો સંપર્ક કર્યો. CDCએ આ સ્ટડી 3,100થી પણ વધારે લોકો પર કરી છે.

સ્ટડીમાં જાણવા મળ્યું કે, તેમાંથી કોઈ પણ દર્દી શરૂઆતના સંક્રમણમાં હોસ્પિટલમાં દાખલ નથી થયા. લગભગ 70 ટકા લોકો હળવા સંક્રમણથી સાજા થયાના 1થી 6 મહિનાની અંદર ફરીથી પોતાના ડૉક્ટરનો સંપર્ક કર્યો. લગભગ 40 ટકા લોકોને કોઈ નિષ્ણાતને બતાવવાની જરૂર પડી.

સ્ટડીના લેખકનું કહેવું છે કે, ડૉક્ટરોને ખબર હોવી જોઈએ કે તેમની પાસે આવનાર દર્દી એવા પણ હોઈ શકે છે જે કોરોનાથી સાજા થયા બાદ કોઈ નવા લક્ષણો સાથે આવ્યા હોય