તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના પર ચોંકવનારું રિસર્ચ:રિકવરીના 1 વર્ષ પછી પણ દર 3માંથી એક મહિલાને કોવિડ-19 ન્યુમોનિયાનું જોખમ, ફેફસાંની કામ કરવાની ક્ષમતા ઘટી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાન્સેટ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં દાવો, 83 દર્દીઓ પર રિસર્ચ થયું
  • કહ્યું- રિકવરી બાદ કોવિડ-19 ન્યુમોનિયાના કેસ મહિલાઓમાં વધારે

કોરોનાનાં મોટાભાગના કેસમાં ફેફસાં પર અસર થઈ રહી છે, તેને કોવિડ-19 ન્યુમોનિયા નામ આપવામાં આવ્યું છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આવું રિકવરી બાદ પણ થઈ શકે છે. આવા ઘણા કેસ સામે આવ્યા છે. રિસર્ચ કરનારી બ્રિટનની સાઉથમ્પટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના અનુસાર, રિકવરી બાદ દર 3માંથી એક મહિલાને કોવિડ-19 ન્યુમોનિયા થઈ શકે છે. રિકવરીના 1 વર્ષ બાદ પણ કોરોનાવાઈરસની અસર ફેફસાં પર દેખાઈ શકે છે. તેના કેસ પુરુષોની તુલનામાં મહિલાઓમાં વધારે જોવા મળે છે.

4 પોઈન્ટ્સમાં સમજો રિસર્ચ
બ્લડમાં ઓક્સિજન પહોંચવાનું પ્રમાણ ઘટ્યું
લાન્સેટ રેસ્પિરેટરી મેડિસિન જર્નલમાં પ્રકાશિત રિસર્ચના અનુસાર, રિકવરીના એક વર્ષ પછી પણ એક તૃતીયાંશ દર્દીઓમાં કોવિડ ન્યુમોનિયાના લક્ષણ જોવા મળ્યા. ફેફસાંની કામ કરવાની ક્ષમતા ઘટી. ફેફસાં દ્વારા બ્લડમાં ઓક્સિજન પહોંચવાની ક્ષમતા ઘટી. સીટી સ્કેનમાં સ્પોટ દેખાયા. આવા લક્ષણ તેમનામાં વધારે જોવા મળ્યા જેમાં કોવિડ-19 થવા પર સ્થિતિ વધારે ગંભીર થઈ હતી.

5 ટકા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ
વૈજ્ઞાનિકોના અનુસાર, રિસર્ચમાં સામેલ દર્દીઓમાંથી 5 ટકા લોકોને અત્યારે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. સાઉથમ્પટન યુનિવર્સિટીના એસોસિએટ પ્રો.માર્ક જ્હોન્સના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 ન્યુમોનિયાના કેસ કોરોનાથી એકદમ રિકવર થઈ ગયેલા લોકોમાં સામે આવ્યા છે. કેટલાક લોકોમાં રિકવરીના થોડા મહિના બાદ આવું થયું છે અને કેટલાક લોકોને એક વર્ષ બાદ. એક વર્ષ બાદ પણ કોવિડ-19 ન્યુમોનિયાના કેસ કેમ સામે આવ્યા, તેના પર રિસર્ચ કરવાની જરૂર છે.

ચીનની સાથે મળીને રિસર્ચ કરવામાં આવ્યું
સાઉથમ્પટન યુનિવર્સિટીએ આ રિસર્ચ ચીનના વુહાનમાં એક ટીમની સાથે મળીને કર્યું છે. રિસર્ચ કોરોનાથી રિકવર થઈ ગયેલા 83 એવા દર્દીઓ પર કરવામાં આવ્યું જે કોરોનાની ગંભીર સ્થિતિ સુધી પહોંચ્યા હતા અને રિકવર થયા હતા. તેમનો દર 3,6,9 અને 12મા મહિનામાં ફોલોઅપ લેવામાં આવ્યો અને આ પરિણામ સામે આવ્યા.

સલાહ- રિકવરી બાદ પણ રૂટિન ચેકઅપ જરૂરી
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રિકવરી બાદ પણ કોવિડ-19 ન્યુમોનિયાની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. તેનાથી ભવિષ્યમાં દર્દીઓની સારવાર માટેની વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ મળશે. તે ઉપરાંત દર્દીઓ માટે એક્સર્સાઈઝ પ્રોગ્રામ પણ તૈયાર કરવો જોઈએ તેથી કોરોનાની અસરના કારણે ફેફસાં પર થતી ખરાબ અસરને ઓછી કરી શકાય.