હેલ્થ ટિપ્સ:પેઈનલેસ ડિલીવરી માટે એપિડ્યુરલ એનેસ્થેસિયા સૌથી બેસ્ટ વિકલ્પ છે, વોટર બર્થનો પણ ટ્રેન્ડ વધ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માની ઈચ્છા શક્તિ અને આત્મવિશ્વાસ જ નોર્મલ ડિલીવરી માટે હિંમત આપે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને લેબર પેઈનને લઈને બહુ જ સમસ્યા રહે છે. લેબર પેઈન વધુ હોવા છતાં પણ સહન કરી લે છે, પરંતુ તે સમયનો ડર દરેક માતાને ગર્ભાવસ્થા દરમિયાન હોય છે. ડો. મીરા પાસેથી જાણીએ પેઇનલેસ ડિલીવરી વિશે.

ડૉ.મીરા પાઠક જણાવે છે કે, સિઝેરિયન ડિલીવરી જેવી જ પીડારહિત ડિલીવરી માટે એપિડ્યુરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. જેમાં ગર્ભવતી મહિલાઓને લેબર પેઈન થાય છે પરંતુ તેનો અનુભવ નથી થતો અને તે હાલી-ચાલી શકે છે. ડૉક્ટરો ગર્ભવતી મહિલાઓને પેઇનલેસ નોર્મલ ડિલીવરી વિશે માહિતી આપે છે, પરંતુ તેની જરૂર ન પડે તેવા પ્રયાસો કરવામાં આવે છે. જે સ્ત્રીઓને પેઈનલેસ ડિલીવરીની જરૂર હોય તે મહિલાઓને એપિડ્યુરલનો વિકલ્પ આપવામાં આવે છે. એપિડ્યુરલ એનેસ્થેસિયાથી બાળકના જન્મની પ્રક્રિયાને પેઇનલેસ બનાવી શકાય છે.

એપિડ્યુરલ એનેસ્થેસિયા શું છે?
જ્યારે પ્રેગ્નેન્ટ મહિલાઓને 10 મિનિટમાં ઓછામાં ઓછા 3 સંકોચન અથવા દબાણનો અનુભવ થાય છેતો તેનો અર્થ એ છે કે લેબર એક્ટિવ છે. આ દરમિયાન એપિડ્યુરલનો ઉપયોગ દુખાવામાંથી રાહત આપવા માટે કરવામાં આવે છે. એનેસ્થેસિયોલોજિસ્ટ પીઠના નીચેના ભાગમાં ઈન્જેક્શન આપે છે અને દવા પ્લાસ્ટિકની નળી દ્વારા કરોડરજ્જુની આસપાસ પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી દુખાવામાં રાહત થાય છે.

માતા અને બાળક બંને માટે એપિડ્યુરલ સુરક્ષિત છે
ડો. મીરા કહે છે કે, લેબર પેઈન દરમિયાન જ્યારે અન્ય કોઈ વિકલ્પો ના હોય ત્યારે ત્યારે એપીડ્યુરલથી પેઈનલેસ નોર્મલ ડિલીવરી સારી રીતે થઇ શકે છે. પેઈનલેસ નોર્મલ ડિલીવરી માતા અને બાળક બંને માટે સુરક્ષિત છે. પરંતુ કેટલીકવાર પ્રેગ્નેન્ટ મહિલાઓને એપિડ્યુરલ એનેસ્થેસિયા આપતી વખતે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. પછી બાળકના હૃદયના ધબકારા ઓછા થવા લાગે છે. જો પાંચ મિનિટમાં તેને કાબૂમાં લેવામાં ના
આવે તો બાળકનો જીવ જોખમમાં આવી શકે છે. આ સ્થિતિમાં બાળકને તરત જ સિઝેરિયન ડિલીવરી દ્વારા બહાર કાઢવામાં આવે છે.

એપિડ્યુરલના ફાયદા
થાક અને ચિડિયાપણાથી રાહત મેળવવાં માટે એપિડ્યુરલ બેસ્ટ છે. એપિડ્યુરલ તમને આરામ તો આપે છે પરંતુ લેબર પર ધ્યાન આપવામાં પણ મદદ કરે છે.

વોટર બર્થ : ડો. મીરા કહે છે કે, વોટર બર્થ નેચરલ બર્થ છે. કહેવામાં આવે છે કે, 9 મહિના સુધી બાળક પાણીમાં જ હોય છે તેથી ડિલીવરી ગરમ પાણીના ટબમાં કરવામાં આવે તો ગર્ભવતી મહિલાઓને દુખાવામાંથી રાહત મળે છે.

ગર્ભવતી મહિલાઓ એપિડ્યુરલ વગર જ લેબર પેઈનનો સામનો કરવા સક્ષમ હોય છે. પરંતુ ઘણી મહિલાઓના લેબરનો સમય લાંબો હોય છે. એપિડ્યુરલની મદદથી પેઇનલેસ ડિલીવરી થઇ શકે છે. પેઇનલેસ ડિલીવરીથી વધુ જરૂરી છે એક એવા ડોક્ટરની પસંદગી કરવી જેની મદદથી નોર્મલ ડિલીવરીનો દુખાવો ગર્ભવતી મહિલાઓ સહન કરી શકે.