ઝેરનું મારણ ઝેર:હોસ્પિટલમાં ખતરનાક સંક્રમણ ફેલાવતા 'સુપરબગ'નો નાશ કરશે 'એન્જિનિયર્ડ બેક્ટેરિયા', મૃત્યુનું જોખમ ઘટાડવા માટે વૈજ્ઞાનિકોનો પ્રયાસ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર્સિલોનાની સેન્ટર ફોન જીનોમિક રેગ્યુલરના સંશોધકોએ આ બેક્ટેરિયા ડેવલપ કર્યા
  • આ બેક્ટેરિયા ટ્રાયલમાં અસરકારક સાબિત થયા

સુપરબગ અર્થાત એવા બેક્ટેરિયા જેના પર એન્ટિબાયોટિક્સ પણ બિનઅસરકારક સાબિત થાય છે તેનાથી કાયમી છુટકારો પામવાની રીત વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોએ ડેવલપ કરેલા 'એન્જિનિયર્ડ બેક્ટેરિયા' આ સુપરબગનો સામનો કરી તેનો નાશ કરી શકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 'સ્ટેફાયલોકોકસ ઓરેયસ' નામનો સુપરબગ કેથેટર અને બ્રીથિંગ ટ્યુબનાં માધ્યમથી દર્દીના શરીરમાં પહોંચે છે. આ સુપરબગ એન્ટિબાયોટિક્સ સામે નઠોર સાબિત થતાં હોવાથી દર્દીઓની સ્થિતિ બગડે છે. તેને રોકવા માટે વૈજ્ઞાનિકોએ 'એન્જિનિયર્ડ બેક્ટેરિયા' ડેવલપ કર્યા છે.

આ બેક્ટેરિયા ડેવલપ કરનાર બાર્સિલોનાની સેન્ટર ફોન જીનોમિક રેગ્યુલરના સંશોધક લુઈસ સેરાનોનું કહેવું છે કે, એન્જિનિયર્ડ બેક્ટેરિયા ખાસ પ્રકારના પ્રોટીનની મદદથી સુપરબગનો ખાત્મો બોલાવે છે.

આ કારણે સુપગબગ સ્ટ્રોન્ગ બને છે

બેક્ટેરિયલ ઈન્ફેક્શન બાદ દર્દી જરૂર કરતાં વધારે એન્ટિબાયોટિક્સ દવાનો ઉપયોગ કરે ત્યારે તેમનામાં ખાસ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થાય છે. આવી સ્થિતિમાં બેક્ટેરિયા પર દવાઓ બેઅસર સાબિત થાય છે. તેને AMR (એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ) કહેવાય છે. દવાના ડોઝની અસર ન થાય તો ડૉક્ટરને જરૂર મળો.

આ રીતે વૈજ્ઞાનિકો સુપરબગને ગુડ બાય કરશે
સુપરબગનો નાશ કરતા બેક્ટેરિયાનો વૈજ્ઞાનિકોએ ઉંદરો પર પ્રયોગ કર્યો. પ્રયોગમાં સાબિત થયું કે ઉંદરના કેથેટર પર રહેલા સ્ટેફાયલોકોકસ ઓરેયલ નામના સુપરબગનો 'એન્જિનિયર્ડ બેક્ટેરિયા' એ નાશ કર્યો. 2023 સુધી તેનું ફેફસાંનાં સંક્રમણના દર્દીઓ પર હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

રિસર્ચ પ્રમાણે, સુપરબગ પોતાની આસપાસ એવી બાયોફિલ્મ્સ ડેવલપ કરે છે, જે એન્ટિબાયોટિક્સ નથી તોડી શકતી. તેથી સુપરબગ પર દવાઓ બેઅસર સાબિત થાય છે. એન્જિનિયર્ડ બેક્ટેરિયા ખાસ પ્રકારના એન્ઝાય્મસની મદદથી આ બાયોફિલ્મ ભેદી નાખે છે.

એન્ટિબાયોટિક્સ બેઅસર થશે
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ભવિષ્યમાં જો એન્ટિબાયોટિક્સ દવાએ કામ કરવાનું બંધ કરી દીધું તો સંક્રમિત દર્દીઓના મૃત્યુનો આંકડો વધી જશે. હિપ રિપ્લેસમેન્ટ અને C-સેક્શન કરાવનારા દર્દીઓમાં મૃત્યુનું જોખમ વધશે. ઈંગ્લેન્ડની એન્ટિબાયોટિક્સ રિસર્ચ કંપનીના પ્રોફેસર કોલીન ગાર્નરનું કહેવું છે કે, બાયોફિલ્મ સંક્રમણ દર્દીઓમાં સેપ્સિસ જેવી બીમારીનું કારણ બની શકે છે અને મૃત્યુનું કારણ વધી શકે છે.

સુપરબગને કારણે દર વર્ષે 7 લાખ લોકો ભોગ બને છે
WHOના રિપોર્ટ પ્રમાણે, સુપરબગને કારણે દુનિયામાં દર વર્ષે 7 લાખ લોકોનાં મૃત્યુ થાય છે. એન્ટિબાયોટિક દવાઓનો આડેધડ ઉપયોગ કરવાને કારણે ડૉક્ટર ચિતિંત બન્યા છે કારણ કે છેલ્લાં 3 દાયકાથી નવી કોઈ એન્ટિ બાયોટિક્સ દવા જ નથી શોધાઈ. ધીરે ધીરે બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સ દવા બેઅસર થઈ રહી છે. જો આ જ સ્થિતિ રહી તો નાનકડી બીમારી પણ આગામી સમયમાં જીવલેણ સાબિત થશે.