તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈજ્ઞાનિકોએ લાંબી ઉંમરનું સિક્રેટ જણાવ્યું:રાતે ઊંઘતા પહેલાં ગુસ્સો ના કરો, ઝઘડો ભૂલીને મગજ શાંત રાખવાથી લાંબા આયુષ્ય સાથે તંદુરસ્ત પણ રહેશો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીનું રિસર્ચ 2022 લોકો પર કરવામાં આવ્યું
  • તેમાં 33થી 84 વર્ષની ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા

અમેરિકન વૈજ્ઞાનિકોએ લાંબી ઉંમર અને સ્વસ્થ રહેવાનું સિક્રેટ જણાવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રાતે ઊંઘતા પહેલાં ગુસ્સો ના કરો. ઝઘડો ભૂલીને મગજ શાંત કરીને ઊંઘનાર લોકોનું આયુષ્ય વધારે હોય છે અને તે તંદુરસ્ત રહે છે. અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં આ દાવો કર્યો છે.

મગજમાં નેગેટિવ વાતો એન્ટર ના થવા દો તો માનસિક રીતે સ્વસ્થ રહેશો
મગજમાં નેગેટિવ વાતો એન્ટર ના થવા દો તો માનસિક રીતે સ્વસ્થ રહેશો

ઝઘડો તે દિવસે જ ભૂલી જાઓ જેથી તેની અસર બીજે દિવસે ના પડે
રિસર્ચ પ્રમાણે, તમે દિવસના અંત સુધીમાં ઝઘડો સોલ્વ કરી લો છો તો તેની અસર બીજે દિવસે પડતી નથી. જો તમે મગજમાં નેગેટિવ વાતો એન્ટર ના થવા દો તો માનસિક રીતે સ્વસ્થ રહેશો. જો મન નેગેટિવ વાતોથી ઘેરાયેલું રહેશે તો સ્ટ્રેસનું લેવલ વધી જશે અને તેની અસર પૂરા શરીર પર પડે છે.

વૃદ્ધજનો જલ્દી નેગેટિવ વાતો ભૂલવાના પ્રયત્નો કરતા રહે છે
વૃદ્ધજનો જલ્દી નેગેટિવ વાતો ભૂલવાના પ્રયત્નો કરતા રહે છે

નેગેટિવ વાતો ભૂલવામાં વૃદ્ધજનો અવવ્લ
આ રિસર્ચ 2022 લોકો પર કરવામાં આવ્યું. તેમાં 33થી 84 વર્ષની ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. 8 દિવસ સુધી એક વ્યક્તિને તેની ફીલિંગ્સ અને અનુભવો વિશે પૂછવામાં આવ્યું. સંશોધકોની ટીમે જાણ્યું કે, એવરેજ 45 વર્ષની ઉંમરની સરખામણીએ, વૃદ્ધજનો જલ્દી નેગેટિવ વાતો ભૂલવાના પ્રયત્નો કરતા રહે છે.

સ્ટ્રેસ ઓછો કરવો જરૂરી
સંશોધક રોબર્ટ તાવ્સકીનાં જણાવ્યા પ્રમાણે, દરેક વ્યક્તિને કોઈને કોઈ સ્ટ્રેસમાંથી પસાર થવું પડે છે. તેણે રોકી શકાય તેમ નથી. પરંતુ, અમુક હદ સુધી તે ઓછો કરવાના પ્રયત્ન કરી શકાય છે જેથી તમે સ્વસ્થ રહી શકો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો