ડ્રાય આઈ સિન્ડ્રોમ:ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ કરી રહ્યા છે તમારી આંખો ખરાબ, ડિજિટલ દુનિયામાં આટલી વાતોનું ધ્યાન રાખી આંખો હેલ્ધી રાખો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે થોડીવાર આંખોને આરામ આપવો
 • હંમેશાં હાઇડ્રેટેડ રહો

આંખો એ કુદરતે આપેલી સુંદર ગિફ્ટ છે. તેની મદદથી આપણે આજુબાજુની રંગીન દુનિયા જોઈ શકીએ છીએ. ડિજિટલ દુનિયામાં કમ્પ્યુટર, ટીવી, લેપટોપ અને મોબાઈલના વપરાશથી આંખો થાકી જાય છે. તેવામાં આંખમાં બળતરા, ખંજવાળ અને ડ્રાયનેસનો અનુભવ થાય છે. જે લોકો વારંવાર કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે તેઓ આ બધી તકલીફોની અવગણના કરે છે, પરંતુ એક નાની ભૂલની મોટી સજા મળી શકે છે. આંખ રોગના નિષ્ણાંત ડૉ. સહાના મજૂમદારે કહ્યું કે, ડ્રાય આઈ સિન્ડ્રોમ બીમારી એક હેલ્થ ઈશ્યુમાંની એક છે. કમ્પ્યુટર કે ફોન સ્ક્રીન પર વધારે સમય પસાર કરવાને લીધે તમને ડ્રાય આઈની તકલીફ થવા લાગે છે. આથી આંખોની ડ્રાયનેસનો અંત લાવવો જરૂરી છે. કારણકે આ આંખોમાં પાણી સૂકાઈ જવાને લીધે થતી ડ્રાયનેસ છે.

આઈ ડ્રાયનેસ એટલે શું?
આંખ શુષ્ક પડવાના ઘણા બધા કારણો હોય શકે છે, તેમાં વિટામિન સીની અછત, એલર્જીની તકલીફ, થાઈરૉઈડ, લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરવું, વધારે સમય સુધી ટીવી જોવું અને વધારે પોલ્યુશન સામેલ છે. ટીયર ગ્લેન્ડ પૂરતી માત્રામાં આંસુનું ઉત્પાદન ના કરી શકે ત્યારે તમને ડ્રાય આઈઝની તકલીફ થાય છે. કારણકે આંસુ જ આઈબૉલને ભીના કરવાનું કામ કરે છે. ઘણીવાર આંખોની સુંદરતા વધારવા માટે ઉપયોગમાં લીધેલા મેકઅપ પ્રોડક્ટ્સથી પણ ડ્રાય આઈઝની તકલીફ થાય છે.

ડ્રાય આઈઝના સામાન્ય લક્ષણો:

 • શુષ્ક આંખોમાં બળતરા અને ખંજવાળ આવવી.
 • આંખો લાલ થઇ જાય.
 • આંખો વધારે સેન્સિટિવ થઈ જાય.
 • ધૂંધળું દેખાવું
 • આંખો સંકોચાઈને નાની થઈ જાય.
 • આંખોમાં સોજા આવે.

ડ્રાય આઈ સિન્ડ્રોમથી આ રીતે બચો

 • વધારે ગરમ કે ઠંડી હવાથી આંખો બચાવવી.
 • હેર ડ્રાયર, એર કન્ડિશનર અને હીટરમાંથી નીકળતી ગરમ હવાથી આંખો દૂર રાખવી.
 • ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે થોડીવાર આંખોને આરામ આપવો.
 • પાંપણ અને તેની આજુબાજુના એરિયાને રોજ સાફ કરો.
 • આંખો માટે યોગાસન કરો.
 • તડકામાં નીકળો તો પ્રોટેક્ટિવ સનગ્લાસ પહેરો.
 • સ્મોકિંગથી દૂર રહો.
 • ડૉક્ટરનો સંપર્ક કરીને આઈ ડ્રોપ લેવાનું ના ભૂલશો.
 • તાજા ફળ, શાકભાજી, આખા અનાજ અને નટ્સ ખાઓ.
 • ડાયટમાં બદામમ કેળા, કિશમિશ, અંજીર અને એવાકાડો સામેલ કરો.
 • સેલ્મન, ટૂના, સાર્ડિન, ટ્રાઉટ, મેકરેલ જેવી માછલીઓ ખાવી.
 • હંમેશાં હાઇડ્રેટેડ રહો.