ખઈ કે પાન બનારસવાલા...:પાન સાથે તુલસીનાં બીજ ખાવાથી થાય છે અઢળક ફાયદા, શરદી-ઉધરસની સમસ્યા દૂર તો થાય છે, સાથે સાથે ઇમ્યુનિટી પણ વધે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકો પાન ખાવાના શોખીન હોય છે, પાનમાં સોપારી, કાથો અને ચૂનો મિક્સ કરીને ખાય છે. આ પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. પાન ખાવાના પણ ઘણા ફાયદા છે, પરંતુ જે લોકો પાન કાથા અને ચૂના સાથે ખાય છે તેઓ જો તુલસીનાં બીજ નાખીને ખાય છે તો એ તેમના માટે ફાયદાકારક સાબિત થાય છે.

નાગરવેલનાં પાન સ્વાસ્થ્ય માટે કોઈ દવાથી ઓછાં નથી. મોટા ભાગના લોકો પાન ખાઈ છે, લોકોને પાન સાથે ચૂનો, સોપારી, કથા જેવી વસ્તુઓ મિક્સ કરવી ગમે છે, પરંતુ શું તમે ક્યારેય તુલસીનાં બીજ સાથે નાગરવેલના પાન ખાધા છે? કાથા અને ચૂના સાથે પાન ખાવાથી સ્વાસ્થ્ય માટે ભલે ફાયદો ન થાય, પરંતુ તુલસીનાં બીજ સાથે પાન ખાવાથી ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે.

દિલ્હીની પંચકર્મા હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડો. આર.પી.પરાશરનું માનવું છે કે સોપારી અને તુલસીનાં બીજને સાથે ખાવાથી પાચનક્રિયા બરાબર રહે છે. પેઢાં અને દાંતની સમસ્યાથી પણ રાહત મળી શકે છે. આ સિવાય પણ એનાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.

પાન ખાવાથી થાય છે અનેક ફાયદા.
પાન ખાવાથી થાય છે અનેક ફાયદા.

નાગરવેલનાં પાન અને તુલસીનાં બીજના આ રહ્યા ફાયદા...

પાનથી પેઢાંમાં સોજો, મોઢાની દુર્ગંધ દૂર થઈ શકે છે. આ ઉપરાંત એ અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. આવો... જાણીએ એના ફાયદા...

ઓરલ હેલ્થ
પાન ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. પાનમાં રહેલું તત્ત્વ બેક્ટેરિયાની અસરને ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, જે મોંમાંથી આવતી ગંધને ઓછી કરી શકે છે. જો મોઢામાંથી દુર્ગંધ કે લોહી આવવાની સમસ્યા હોય તો પાનની વચ્ચે તુલસી રાખીને 1 મહિના સુધી ચાવવું જોઈએ. તમે ઇચ્છો તો એમાં લવિંગ અને ઇલાયચી પણ ઉમેરી શકો છો. એનાથી મોઢાની દુર્ગંધ દૂર થશે.

ઈમ્યુનિટીમાં વધારો
પાન અને તુલસીનાં બીજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. પાનમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ઈમ્યુનિટી પાવરને મજબૂત કરે છે. પાન ખાવાથી ઘણા સામાન્ય રોગો દૂર થઈ શકે છે. પાનથી શારીરિક ક્ષમતામાં સુધારો થઈ શકે છે. પાનથી સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટીમાં સુધારો આવી શકે છે. જો તમે શારીરિક રીતે નબળાઇ અનુભવી રહ્યા છો, તો તમારે પછી ડાયટમાં સોપારી અને તુલસીનાં બીજનો સમાવેશ કરવો જોઈએ.

શરદી-ઉધરસમાં પણ રાહત
નાગરવેલનાં પાન અને તુલસીનાં બીજને એકસાથે ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યા ઓછી થઈ શકે છે. પાનથી માથાનો દુખાવો ઓછો થાય છે. ઉપરાંત તુલસીનાં બીજમાં રહેલા ગુણ ગળા અને કફના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે, જેનાથી તમે ખૂબ જ હળવાશ અનુભવી શકો છો.

પેઢાંની સમસ્યાથી છુટકારો મળે
સોપારીનાં પાંદડાં અને તુલસીનાં બીજ પેઢાંની સમસ્યા ઘટાડવામાં અસરકારક હોઈ શકે છે. પાનમાં રહેલા એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ સોજા અને ગઠ્ઠાને ઘટાડી શકે છે. જો તમારા પેઢાંમાં સોજો આવી ગયો હોય, તો દરરોજ તુલસીનાં બીજ સાથે પાન ચાવો. પાન અને તુલસીનાં બીજ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકે છે. એના સેવનથી તમને ઘણો ફાયદો થશે, પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમને પહેલાંથી જ કોઈપણ પ્રકારની સમસ્યા છે, તો પછી કોઈ નિષ્ણાતની સલાહ લીધા પછી પણ ખાવું જોઈએ.

પાન અને તુલસીનાં બીજનું એકસાથે સેવન કરવાથી શરીરને ઘણા આશ્ચર્યજનક ફાયદા થાય છે. આવો... જાણીએ એના ફાયદા વિશે.

કબજિયાત છુટકારો મળે
તુલસીનાં બીજને પાન સાથે ખાવામાં આવે તો પાચનતંત્ર પણ મજબૂત રહે છે. એનાથી પેટના સાંધાની સમસ્યા દૂર થાય છે. પાન સાથે તુલસીનાં બીજ ખાવામાં આવે તો કબજિયાતથી થતા ગેસની સમસ્યા દૂર થાય છે

માથાનો દુખાવો દૂર કરે
જો તમને માથાના દુખાવાની સમસ્યા હોય તો પાન તમારા માટે ફાયદાકારક રહેશે. પાનમાં મધ અને તુલસીના દાણા મિક્સ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

આ રીતે ખાઓ
જો તમે માથાના દુખાવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો... તો પાન તમારા માટે ફાયદાકારક રહેશે. પાનમાં મધ અને તુલસીના દાણા મિક્સ કરીને એનું સેવન કરો, તુલસીના દાણા સાથે રોજ પાન ચાવો અથવા તુલસીના દાણાને પાણીમાં પલાળીને પાનને પીસીને ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને આ પાણી બે-ત્રણ કલાક પછી પીઓ. એનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.