હેલ્થ ટિપ્સ:ખાલી પેટે શક્કરટેટી-તરબૂચ ખાવાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જાણો ખાવા-પીવાની રીત અને સમય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની ઋતુની શરૂઆત થતા જ લીંબુનાં ભાવમાં ધરખમ વધારો થયો હતો. 50 થી 60 રૂપિયે કિલો વેચાતા લીંબુ 300-400 રૂપિયાના પ્રતિ કિલો થઇ ગયા હતા. લીંબુ સિવાય શક્કરટેટી, નારિયેળ પાણી જેવાં ફળોનાં ભાવમાં પણ ધરખમ વધારો થયો હતો. ઉનાળામાં લોકો આ ફળોને ડાયટમાં સામેલ કરે છે અને તેની માગ વધે છે તેથી ભાવ વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

ડાયટિશિયન ડો. કામિની સિન્હાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ફળને વધુ પ્રમાણમાં અથવા તો ખોટા સમયે ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જો કોઈ ફળ ખાવાથી તમને એલર્જી છે તો એ પ્રકારનાં ફળ ના ખાવા જોઈએ.

ખાલી પેટે લીંબુ પાણી પીવો છો તો ચક્કર આવવાની શક્યતા
લીંબુને વિટામિન સીનો સારો સોર્સ માનવામાં આવે છે. લીંબુમાં થિયામીન, નયાસિન, રીબોફ્લોવિન, વિટામિન બી-6, વિટામિન E જેવા પોષક તત્વ હોય છે. જો હૂંફાળા પાણીમાં લીંબુ નાખીને સવારે પીવાથી વજન ઘટાડવામાં મદદ થઇ શકે છે. પરંતુ જો યોગ્ય રીતે પીવામાં ના આવે તો ચક્કર આવી શકે છે. આ પાછળનું કારણે એ છે કે, ખાલી પેટે જો કોઈ સિટ્રિક ફ્રૂટ લેવામાં આવે છે તો એસિડ રિફ્લેક્શન થઇ શકે છે. શરીર એસિડિક થઇ જાય છે જેનાથી ચક્કર અને પેટનાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. આ પાછળનું કારણ એ પણ હોય શકે છે કે, જમવાના સમયમાં વધારે ગેપ આવી ગયો હોય અથવા તો એસીડીટીની તકલીફ હોય.

જો તમે ખાલી પેટે સાઇટ્રિક ફળ લેતા હોય તો એસિડ રિફ્લેક્શન થઈ શકે છે.
જો તમે ખાલી પેટે સાઇટ્રિક ફળ લેતા હોય તો એસિડ રિફ્લેક્શન થઈ શકે છે.

ખાલી પેટે શક્કરટેટી ખાવાથી પણ તબિયત ખરાબ થઇ શકે
શક્કરટેટીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખે છે. પરંતુ જો તેને ખાલી પેટ ખાવામાં આવે અને લાંબા સમય સુધી કંઈ ન ખાધું હોય તો ઉલ્ટી થઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે તે એક ફ્લેવર ફ્રૂટ છે, જેનો સ્વાદ ઘણા લોકો સહન કરી શકતા નથી. આ સિવાય તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે ગેસ અને ક્યારેક પેટમાં દુખાવો થઈ શકે છે.

શક્કરટેટી ફ્લેવર ફ્રૂટ છે, જેનો સ્વાદ ઘણા લોકો સહન કરી શકતા નથી
શક્કરટેટી ફ્લેવર ફ્રૂટ છે, જેનો સ્વાદ ઘણા લોકો સહન કરી શકતા નથી

ડાયાબિટીસ છે તો તરબૂચ ખાતા પહેલાં રાખો આ ધ્યાન
ડાયાબિટીસ છે તો ખાલી પેટે જરૂર કરતાં વધારે તરબૂચ ખાવાથી નુકસાન પહોંચી શકે છે. તરબૂચમાં શુગર અને ગ્લુકોઝ ભરપૂર પ્રમાણમાં હોય છે. તરબૂચમાં પાણી પર ભરપૂર હોય છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ ખાઈ છે અને શુગર લેવલ તુરંત જ વધી જતું હોય તો તરબૂચ કેટલાં પ્રમાણમાં ખાવું જોઈએ તે માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. આ સિવાય ખાલી પેટે વધુ પ્રમાણમાં તરબૂચનું સેવન કરો છો તો ઝાડા થઇ શકે છે.

તરબૂચમાં શુગર અને ગ્લુકોઝ ભરપૂર પ્રમાણમાં હોય છે
તરબૂચમાં શુગર અને ગ્લુકોઝ ભરપૂર પ્રમાણમાં હોય છે

નારિયેળ પાણી ફાયદાકારક છે
નારિયેળ પાણી એક લો કેલેરી ડ્રિન્ક છે. જેમાં એન્ટીઓક્સીન્ટસ, એમિનો એસિડ, એન્જાઈમ્સ, બી કોમ્પ્લેક્સ વિટામિન અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. નારિયેળ પાણી એક ડિટોક્સ ડ્રિન્ક છે. નારિયેળ પાણીનું રોજ સેવન કરવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. આ સિવાય કોલેસ્ટ્રોલ ફ્રી અને લો કેલેરી હોવાને કારણે હાર્ટ માટે બહુ જ સારું હોય છે.