હેલ્થ ટિપ્સ:વરસાદની ઋતુમાં ફણગાવેલ સ્પ્રાઉટ્સ ખાવું ખતરનાક, ફૂડ પોઇઝનિંગ, ડાયરિયા, કિડનીની થઇ શકે છે તકલીફ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફણગાવેલ સ્પ્રાઉટ્સ (કઠોળ) એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ ફણગાવેલ સ્પ્રાઉટ્સ ખાવાથી સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેમાં સુધારો થાય છે, પરંતુ વરસાદની ઋતુમાં ફણગાવેલ સ્પ્રાઉટ્સ ખાવાનાં કારણે તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. આ દિવસોમાં કાચું કે ફણગાવેલ સ્પ્રાઉટ્સ ખાવું એટલે કે બીમારીઓને આમંત્રણ આપવું. ડાયટિશન ડૉ. સિમરન સૈની જણાવે છે, કે ચોમાસામાં કોઈ વ્યક્તિએ શા માટે ફણગાવેલ સ્પ્રાઉટ્સને ખાવાનું ટાળવું જોઈએ?

ફાયદાકારક વસ્તુ દરેક સમયે ફાયદો પહોંચાડતી નથી
ડૉ. સિમરન કહે છે, કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફણગાવેલ સ્પ્રાઉટ્સમાં વિટામિન-એ, બી, સી, ડી, કે અને ક્લોરોફિલ ભરપૂર માત્રામાં હોય છે, જે ખનિજો અને ક્ષારો જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્નનો સારો સ્ત્રોત છે, પરંતુ તે જરૂરી નથી કે દરેક ફાયદાકારક વસ્તુ દરેક સમયે સરખાં લાભ આપે.

ફૂડ પોઇઝનિંગનો ખતરો
ડૉ. સિમરનનાં જણાવ્યા મુજબ ફણગાવેલ સ્પ્રાઉટ્સનાં ભલે ગમે તેટલાં ફાયદા હોય, પરંતુ વરસાદનાં દિવસોમાં તેનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં વરસાદનાં દિવસોમાં ફૂડ પોઈઝનિંગ અને પેટની ગરબડની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. પાણી અને ખોરાકમાં રહેલ બેક્ટેરિયા ચેપ ફેલાવે છે, જેનાં કારણે પેટમાં ગરબડ થાય છે. ઉલ્ટી અને ડાયરિયા જેવી તકલીફ પણ વધી જાય છે, જે ખતરનાક છે.

  • સ્પ્રાઉટ્સ લાંબા સમય સુધી પલાળવામાં આવે છે અને તે વધુ સમય સુધી ભેજ જાળવી રાખે છે. આવી સ્થિતિમાં તેમનામાં ખતરનાક બેક્ટેરિયા થવાનું જોખમ વધી જાય છે.
  • ફણગાવેલ કઠોળમાં ફાઈબરની માત્રા પણ ઝાડાં જેવી સમસ્યા પેદા કરી શકે છે, જેના કારણે શરીરમાં પાણી અને પોષકતત્વોની ઉણપ થઈ શકે છે.
  • ચોમાસામાં ફણગાવેલ સ્પ્રાઉટ્સ ખાવાં હોય તો તેને સારી રીતે ઉકાળીને તરત જ ખાઈ લો, જેથી કોઈ નુકસાન ન થાય.
  • ફણગાવેલ સ્પ્રાઉટ્સ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થાય છે, પેટમાં ચૂંક આવવી, ઊલ્ટી થવી, ઝાડા થવાં જેવા લક્ષણો 12થી 72 કલાકની વચ્ચે દેખાઈ શકે છે.
  • ફણગાવેલ સ્પ્રાઉટ્સમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે તેમને પોષણનું પાવરહાઉસ બનાવે છે. તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, જેમાં પ્રોટીન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન-સી અને કે ભરપૂર માત્રામાં હોય છે.
  • ફણગાવેલ કઠોળ ખાવાથી પાચનમાં સુધારો થાય છે, બ્લડસુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો કે, કાચા ફણગાવેલ કઠોળ ખાવાને કારણે ઘણીવાર ફૂડ પોઇઝનિંગનો શિકાર પણ બનવું પડે છે.
ફણગાવેલ કઠોળ ખાધાનાં 12-72 કલાક બાદ ડાયરિયા, પેટમાં ચૂંક અને ઉલ્ટી જેવા ફૂડ પોઇઝનિંગનાં લક્ષણો જોવા મળે છે
ફણગાવેલ કઠોળ ખાધાનાં 12-72 કલાક બાદ ડાયરિયા, પેટમાં ચૂંક અને ઉલ્ટી જેવા ફૂડ પોઇઝનિંગનાં લક્ષણો જોવા મળે છે

કાચાં કે ફણગાવેલ સ્પ્રાઉટ્સને કારણે ફૂડ પોઇઝનિંગ
કાચાં કે ફણગાવેલ સ્પ્રાઉટ્સ મોટાભાગે ઈ-કોલાઈ અને સાલ્મોનેલા જેવા હાનિકારક બેક્ટેરિયાને હોવાનાં કારણે લોકો ફૂડ પોઇઝનિંગનો ભોગ બને છે. કઠોળ અને બીજ મોટાભાગે ગરમ અને ભેજવાળી સ્થિતિમાં અંકુરિત થાય છે, જે આવાં બેક્ટેરિયાના વિકાસ માટે યોગ્ય છે. મોટાભાગનાં લોકોમાં ફણગાવેલ સ્પ્રાઉટ્સ ખાધા પછી ઝાડા, પેટમાં ખેંચાણ અને ઉલ્ટી જેવાં ફૂડ પોઇઝનિંગનાં લક્ષણો જોવા મળી શકે છે.

પચવામાં મુશ્કેલ છે
ડૉ. સિમરન કહે છે, કે રાંધેલા સ્પ્રાઉટ્સ કરતાં કાચા સ્પ્રાઉટ્સ પચાવવા મુશ્કેલ હોય છે. શરીર કાચા કે ફણગાવેલ સ્પ્રાઉટ્સનાં તમામ પોષકતત્વોને પચાવી શકતું નથી. ફણગાવેલ કઠોળને થોડું રાંધવાથી પોષકતત્વો શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે.

ફણગાવેલ સ્પ્રાઉટ્સનાં બેક્ટેરિયાને મારવા માટે મીઠાનાં પાણીમાં 5-10 મિનિટ સુધી ઉકાળો
ફણગાવેલ સ્પ્રાઉટ્સનાં બેક્ટેરિયાને મારવા માટે મીઠાનાં પાણીમાં 5-10 મિનિટ સુધી ઉકાળો

કિડનીને લગતી બીમારીઓ
વધુ પડતાં કાચા કે ફણગાવેલ કઠોળ ખાવાથી કિડનીમાં તકલીફ પડી શકે છે, તેમાં રહેલ લિસ્ટેરિયા નામનાં બેક્ટેરિયા કિડની પર ખરાબ અસર પાડી શકે છે.

ફણગાવેલ કઠોળ ખાવાની સાચી રીત
કડાઈમાં થોડું તેલ નાખી ફણગાવેલ કઠોળ ઉમેરી થોડીવાર માટે શેકી લો અથવા મીઠાનાં પાણીમાં 5-10 મિનિટ સુધી ઉકાળી લો. આ રીતે રાંધેલું ખાવું એ પાચનતંત્ર અને પોષકતત્વોનાં શોષણ માટે વધુ સારું છે.