તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૈજ્ઞાનિકોએ વજન ઘટાડવાની નવી રીત જણાવી છે. નવા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો તમારે વજન ઘટાડવું હોય તો ધીમે ધીમે ચાવીને ખાવાની આદત રાખવી. આ દાવો બ્રિસ્ટલ અને રોહમ્પ્ટન યુનિવર્સિટીએ તેમના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો ઝડપથી ખાવાનું ખાય છે તેમને વજન વધવાનું જોખમ વધારે રહે છે.
800 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું
સંશોધકોએ તેમના રિસર્ચમાં ખાવાની સ્પીડ અને વજનની વચ્ચેનું કનેક્શન સમજાવ્યું છે. 800 બાળકો અને વયસ્કો પર કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, જો તેઓ ખાવાનું ઉતાવળમાં ખાય છે તો તેમની કમરનો ઘેરાવો અને બોડી માસ ઈન્ડેક્સ વધી જાય છે.
ખાવાની સ્પીડને ઘટાડવાની જરૂર છે
સંશોધનકર્તા ડૉ. ગિબ્સનના જણાવ્યા પ્રમાણે, અમારું રિસર્ચએ દર્શાવે છે કે, બાળકો અને વયસ્કોએ તેમની ખાવાની ક્વોલિટી અને ખાવાની રીત પણ બદલવાની જરૂર છે. તમે ચાવીને ખોરાક ખાવ છો તો તમે કમરની સાઈઝને વધવાથી અટકાવી શકો છો.
7% પુરુષ અને 60% મહિલાઓ ઓવરવેટ
બ્રિટનમાં 4થી 5 વર્ષના દર 10માંથી એક બાળક મેદસ્વિતાનો સામનો કરી રહ્યો છે. તેમજ 10થી 11 વર્ષની ઉંમરમાં દર 5માંથી એક બાળક મેદસ્વિતાથી પીડાય છે. બ્રિટિશ હેલ્થ એજન્સી NHSના અનુસાર, 67 ટકા પુરુષ અને 60 ટકા મહિલાઓ ઓવરવેટ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.